પ્રેમ લગ્ન બાદ પતિએ છોડી, પરિવારે પણ જાકારો આપ્યો પછી એકલા હાથે બાળકને ઉછેરી બની પોલીસ સબ ઈન્સ્પેક્ટર…

કેરળના વર્કલામાં પેટ રડવા માટે પર્યટકો માટે લીંબુનું શરબત અને આઈસ્ક્રીમ વેચતી 18 વર્ષીય એનિ શિવા ક્યારેય કલ્પના પણ નહોતી કરી શકી કે તે એક દિવસ તે જ સ્થળે પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવશે. મહિલાને તેની સફળતા માટે અભિનંદન આપતાં કેરળ પોલીસે ટ્વિટ કર્યું હતું કે, ‘ઇચ્છાશક્તિ અને આત્મવિશ્વાસનું સાચું મોડેલ. પતિ અને પરીવાર દ્વારા ત્યજી દેવામાં આવ્યા બાદ એક 18 વર્ષીય યુવતી, જે 6 મહિનાના બાળક સાથે રસ્તા પર આવી ગઈ હતી, જે હાલમાં વર્કલા પોલીસ સ્ટેશનમાં સબ ઈન્સપેક્ટર બની છે.

મેં મારા નાના બાળક સાથે આંસુ વહાવ્યાં

image source

તમામ અવરોધોને દૂર કરતા, હવે 31 વર્ષની વયે, એની શિવા પ્રોબેશનરી સબ-ઇન્સ્પેક્ટર તરીકે વર્કલા પોલીસ સ્ટેશનમાં જોડાઇ. શિવાએ કહ્યું, ‘મને ખબર પડી કે મારી પોસ્ટિંગ થોડા દિવસો પહેલા વર્કલા પોલીસ સ્ટેશનમાં થઈ હતી. આ તે જગ્યા છે જ્યાં મેં મારા નાના બાળક સાથે આંસુ વહાવ્યાં અને પછી મને ટેકો આપવા માટે કોઈ નહોતું.

પરીક્ષાની તૈયારી માટે મને પૈસાની મદદ કરી

image source

વર્કલા શિવાગિરિ આશ્રમના સ્ટોલ પર, મેં લીંબુનું શરબત, આઈસ્ક્રીમથી માંડીને હાથથી બનાવેલા હસ્તકલા સુધીના તમામ નાના શિલ્પ વેચવાનો પ્રયાસ કર્યો. બધું નિષ્ફળ ગયું. પછી એક વ્યક્તિએ સબ-ઇન્સ્પેક્ટર પરીક્ષાની તૈયારી માટે મને પૈસાની મદદ કરી.

દાદીના ઘરે શેડમાં રહેવાનું શરૂ કર્યું

image source

જ્યારે એની શિવા કાનજીરામકુલમની કેએનએમ સરકારી કોલેજમાં પ્રથમ વર્ષની વિદ્યાર્થી હતી, ત્યારે તેણે તેના પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યાં. જોકે, બાળકને જન્મ આપ્યા બાદ તેના પતિએ તેને છોડી દીધો હતી. જોકે તેણે તેના ઘરે પરત ફરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પરિવારે તેને સ્વીકારી નહીં. તેણીએ તેમના પુત્ર શિવસુર્યા સાથે તેની દાદીના ઘરે શેડમાં રહેવાનું શરૂ કર્યું અને બાદમાં વધુ સારી નોકરી મેળવવા માટે શિફ્ટ થઈ.

હું હંમેશાં આઈપીએસ અધિકારી બનવા માંગતી હતી.

શિવાએ કહ્યું, ‘હું હંમેશાં આઈપીએસ અધિકારી બનવા માંગતી હતી. પરંતુ ભાગ્ય પાસે અન્ય વસ્તુઓ હતી. મારી ફેસબુક પોસ્ટ ઘણા લોકો દ્વારા શેર કર્યા પછી હવે મને જે પ્રકારનો ટેકો મળી રહ્યો છે તેનાથી હું ગર્વ અને ભાવનાશીલ અનુભવું છું. આ પોસ્ટમાં મેં મારી ખુશીને ટૂંકમાં શેર કરી છે. એની શિવાએ કહ્યું કે લોકોએ એકબીજાની મદદ કરવી જોઈએ અને જો કોઈ મહિલા પોતાના પગ પર ઉભા રહેવાનો પ્રયત્ન કરે છે, તો તેણીની જીવનકથામાંથી પ્રેરણા મળશે.