સ્પાઈસી ક્રિસ્પી સ્વીટ કોર્ન ચાટ – બાળકોને તો પસંદ આવશે જ તમને પણ ખૂબ ભાવશે આ ટેસ્ટી ચાટ…

આજે મકાઈ એટલે કે અમેરિકન કોર્નમાંથી મસ્ત ચટપટી આપ સૌ માટે ચાટ લાવી છુ… આ ચાટ એટલી સ્વાદિષ્ટ છે કે તમને બાળકો રોજ બનાવવાનું કહેશે અને તમે હોંશે હોંશે બનાવશો…

સ્પાઈસી ક્રિસ્પી સ્વીટ કોર્ન ચાટ (Crispy Spicy Sweet Corn Chat)

ચટાકેદાર સ્પાઈસી ક્રિસ્પી સ્વીટ કોર્ન ચાટ બનાવવા માટે જોઈતી સામગ્રી:

૩ મીડીયમ મકાઈ

૨ ગ્લાસ પાણી

મીઠું સ્વાદ મુજબ

મકાઈ કવર કરવા માટે:

૪-૫ ટે સ્પૂન કોર્ન ફ્લોર

1ચાટ મસાલો

શેકેલ જીરું પાઉડર

મીઠું

લાલ મરચું પાઉડર

તેલ તળવા માટે

ચાટ બનાવવા માટે:

1 મીડીયમ ડુંગળી (ઓપશનલ)

1 નાનું ટામેટું (ઓપશનલ)

2-3 નાના લીલા મરચાં

કોથમીર

લાલ મરચું

મીઠું

ચાટ મસાલો

શેકેલ જીરું પાઉડર

ચટાકેદાર સ્પાઈસી ક્રિસ્પી સ્વીટ કોર્ન ચાટ બનાવવાની રીત:


સૌ પ્રથમ એક વાસણમાં પાણી લઇ તેમાં મીઠું અને કોર્ન ઉમેરી હલાવી લેવું.

5-7 મિનિટમાં લગભગ કોર્ન સરસ કુક થઈ જાય છે.

પછી તેને ચારણીમાં લઇ નિતારી લેવી.


નિતારીને તેને એક બાઉલમાં લઈ લેવી.

કોર્ન ઠંડી થઈ જાય એટલે તેલ ગરમ કરવા રાખવું.


તેલ ગરમ થાય ત્યાસુધીમાં કોર્નમાં કોર્ન ફ્લોર, લાલ મરચું, મીઠું, ચાટ મસાલો, શેકેલ જીરું પાઈડર ઉમેરી મિક્સ કરી લેવું.

પછી એક કોર્નનો દાણો ઉમેરી તેલ ચેક કરવું…દાણો તરત ઉપર આવી જાય તો તેલ ગરમ થઇ ગયું છે.


પછી કોર્નને ડીપ ફ્રાય કરી લેવી.

પહેલા ફાસ્ટ ગેસ પર ફ્રાય કરવી, પછી બધી કોર્ન ઉપર આવી જાય એટલે ગેસ મીડીયમ કરી લેવો જેથી કોર્ન સરસ ક્રિસ્પી બને.


પછી કોર્નને સરસ નિતારી પેપર નેપકીન પર કાઢી લેવી.

આવી રીતે બીજી બેચમાં પણ સેમ પ્રોસેસમાં કોર્ન ફ્રાય કરી લેવી.


પછી એક બીજા બાઉલમાં ડુંગળી લેવી, ટમેટા લેવાં.

ચાટ મસાલો, લાલ મરચું, શેકેલ જીરું પાઉડર, મીઠું , કોથમીર અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરવું.


મિક્સ થઈ જાય એટલે તેમાં ફ્રાય કરેલ કોર્ન ઉમેરવી અને બરાબર મિક્ષ કરવી.

તો તૈયાર છે ચટપટી મોઢામાં પાણી લાવે તેવી ચાટ એટલે કે ક્રિસ્પી સ્પાઈસી કોર્ન ચાટ.

નોંધ:

-તમે ડાયરેકટ બાફી ને ચાટ બનાવી શકો છો.

-તમે ડુંગળી કે ટમેટા ન ઉમેરીને મસાલા કોર્ન પણ બનાવી શકો છો.


રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ