1918માં સ્પેનિશ ફ્લુથી 5 કરોડ લોકો મર્યા હતા, દુનિયાનો દરેક ત્રીજો માણસ થયો હતો સંક્રમિત, જોઇ લો તસવીરોમાં

દુનિયા આજે કોરોના વાયરસ સાથે લડી રહી છે. ભારત જેવો વિશાળ દેશ પણ એની સામે ઝઝુમી રહ્યો છે. પણ આવું પહેલી વાર નથી થયું. લગભગ 104 વર્ષ પહેલાં સ્પેનિશ ફલૂ નામની મહામારીએ દુનિયામાં એટલા લોકોનો જીવ લીધો કે આજ સુધી એની ગણતરી નથી થઈ શકી.

ત્યારે દુનિયાની વસ્તી 180 કરોડ હતી. બે વર્ષની અંદર તો એમાંથી લગભગ 60 કરોડ લોકો વાયરસની ઝપેટમાં આવી ગયા. એટલે કે દુનિયાનો દર ત્રીજો વ્યક્તિ સ્પેનિશ ફ્લુથી બીમાર થયો હતો. અલગ અલગ અનુમાનો અનુસાર 1.74 કરોડથી 5 કરોડ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. દુનિયામાં આજની વસ્તીની સરખામણી કરીએ તો આ લગભગ 20 કરોડના મૃત્યુ જેટલું કહેવાય.

ભારતમાં સ્પેનિશ ફ્લુને બોમ્બે ફલૂ કે બોમ્બે ફિવરના નામે ઓળખાયો એનાથી 1 કરોડથી લઈને 2 કરોડ લોકોનું મૃત્યુ થયું હતું. આ કોઈ એક દેશમાં સ્પેનિશ ફ્લુથી મરનાર લોકોની સૌથી વધુ સંખ્યા હતી.

તો ચાલો સ્પેનિશ ફ્લુના ફોટા અને ગ્રાફિક્સને સમજીએ. સૌથી પહેલા ફલૂના આ H1N1 સ્ટ્રેનથી બચવા માટે એ સમયની અનોખી રીતો.

1919ના આ ફોટામાં એક સ્ત્રી અજીબ જેવા દેખાતા મશીનના નોઝલ માસ્ક પહેરેલી દેખાઈ રહી છે. આ મશીન કેવી રીતે કામ કરતું હતું એ વિશે કોઈ ખાસ જાણકારી નથી.

ફ્રાન્સ યુનિવર્સ ઓફ લિયોનના પ્રોફેસર બોરડિયરે દાવો કર્યો હતો કે એમનું આ મશીન મિનિટોમાં જ ફ્લુનો ઈલાજ કરી શકે છે. ફોટામાં મશીનનું પ્રદર્શન કરતા પ્રોફેસર.

લંડનમાં ફ્લુથી બચવા માટે ફક્ત મોઢું ઢાંકતા માસ્ક પહેરતા લોકો. આ જ રીતનું સુધરેલું રૂપ છે હાલના માસ્ક જેનાથી નાક ઓન ઢંકાય છે.
લોકોએ પોતાના નાના બાળકોને ફ્લુથી બચાવવા માટે એમના કપડાં પર ડિઝાઈનર નોટિસ લગાવવાનું શરૂ કરી દીધું હતું. એના પર બાળકોને ન અડવાની ચેતવણી લખેલી હોતી હતી.

લંડનની સડકો પર માસ્ક પહેરીને હેન્ડ પંપથી એન્ટી ફલૂ સ્પ્રે કરતા એક કર્મચારી. ત્યારના હેલ્થ ઓફિસરોનું માનવું હતું કે ફલૂ હવાથી પણ ફેલાય છે.
ફોટામાં ન્યુ જર્સીના કેમ્પ ડિક્સના વાર ગાર્ડમાં પજેલ વિશ્વ યુદ્ધમાં સામેલ થયેલા સૈનિક મીઠાના પાણીના કોગળા કરતા દેખાઈ રહ્યા છે. ત્યારે માનવામાં આવતું હતું કે એનાથી ફલૂ ખતમ થઈ જશે.

ફ્લુથી બચવા માટે ગળામાં કપૂરની નાની પોટલી લટકાવેલા અમેરિકન બાળકો. એને ત્યાં ઓલ્ડ વાઈવસ મેથડ કહેવામાં આવતું હતું.

જીવલેણ બીજી લહેર, ત્રણ મહિનામાં 80% સંક્રમણ અને મૃત્યુ.

આમ તો સ્પેનિશ ફ્લુનો પ્રકોપ લગભગ 2 વર્ષ સુધી રહ્યો પણ 1918ના છેલ્લા ત્રણ મહિના સૌથી વધુ જીવલેણ હતા.માનવામાં આવે છે કે પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિકોની અવરજવરના કારણે ફ્લુના વાયરસમાં થયેલા મ્યુટેશનના કારણે એવું થયું. સ્પેનિશ ફ્લુથી સંક્રમિત થવા ને જીવ ગુમાવવાના 80% કેસ આ ત્રણ મહિનામાં જ બન્યા.।

104 વર્ષ પહેલાં ફેલાયેલા સ્પેનિશ ફલૂ વાયરસથી ફેલાયેલી મહામારીની પુષ્ટિ માટે ત્યારે આરટીપીસીઆર કે રેપીડ એન્ટીજન ટેસ્ટ જેવી કોઈ તપાસ હતી નહિ.

ત્યારે ન તો રેમડેસીવીર જેવી કોઈ એન્ટીવાયરલ દવા હતી.

ક્રિટિકલ કેર માટે મેકેનિકલ વેન્ટિલેટર પણ નહોતા.

વાયરલ ઇન્ફેક્શન પછી થતા સેકેન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શનની સારવાર માટે ત્યારે કોઈ એન્ટિબાયોટિક દવા પણ નહોતી. પહેલી એન્ટિબાયોટિક પેનિસિલિનની શોધ 10 વર્ષ પછી થઈ હતી.

સ્પેનિશ ફ્લુથી બચવા માટે ત્યારે કોઈ વેકસીન પણ નહોતી. અમેરિકાના મિશિગન યુનિવર્સિટીમાં રિસર્ચર થોમસ ફ્રાન્સિસ અને જોનલ સાલકે સેનાની મદદથી 1940માં ફ્લુની પહેલી વેકસીન બનાવી હતી.

ત્યારે ડોકટરોને એવું પણ નહોતું કે આ બીમારી વાયરસથી ફેલાય છે બેક્ટેરિયાથી નહિ.વિલ્સન સ્મિથ, ક્રિસ્ટોફર એન્ટ્રીયુઝ અને પેટ્રિક લેંડલોએ 1933માં પહેલી વાર ઈંફ્લુએન્ઝા વાયરસને આઇસોલેટ કર્યો.

એન્ટીવાયરલ અને એન્ટિબાયોટિક દવાઓ ન હોવાને કારણે ત્યારે એસ્પિરિન, કુનાઇન, અમોનિયા, ટરપેન્ટાઇન, મીઠાનું પાણી, બમ વગેરેથી કામ ચલાવવું પડતું હતું.

યુદ્ધમાં ઘેરાયેલી હતી દુનિયા, ફક્ત સ્પેનમાંથી જ ખબર આવતી હતી એટલે એનું નામ સ્પેનિશ ફલૂ પડ્યું.

20મી સદીની સૌથી મોટી મહામારીનું નામ ભલે સ્પેનિશ ફલૂ હતું પણ એ સ્પેનમાંથી શરૂ નહોતી થઈ.

વાત જાણે એમ હતી કે ત્યારે આખું યુરોપ પહેલા વિશ્વ યુદ્ધમાં હતું. સ્પેન એકલો જ એવો યુરોપીય દેશ હતો જે એ દરમિયાન તટસ્થ હતો.

યુદ્ધ કરી રહેલા બંને પક્ષો, અલાઈડ અને સેન્ટ્રલ પાવરના દેશોમાં ફ્લુની ખબરને સેન્સર કરી દેવામાં આવી જેથી સૈનિકોનો જોશ જળવાઈ રહે..
તો સ્પેનનું મીડિયા સ્વતંત્ર હતું. મે 1918માં મહામારીની ખબર મેડ્રાઇડમાં ચર્ચામાં આવી.

બ્લેક આઉટથી પસાર થઈ રહેલા દેશમાં સ્પેનના છાપામાં છપાયેલી ખબરોથી જ મહામારીની ખબર પડી હતી એટલે જ એને સ્પેનિશ ફલૂ કહેવામાં આવ્યું. તો સ્પેનના લોકોનું માનવું હતું કે વાયરસ ફ્રાન્સમાંથી ફેલાયો છે એટલે એ એને ફ્રેન્ચ ફલૂ કહેતા હતા.

ક્યાંથી શરૂ થયો ખબર નહિ, પહેલો કેસ અમેરિકામાં મળ્યો.

સ્પેનિશ ફલૂ ક્યાંથી શરૂ થયો? હજી સુધી એનો કોઈ મજબૂત જવાબ નથી મળ્યો. અલગ અલગ દાવા અનુસાર ફ્રાન્સ, ચીન અને બ્રિટન સિવાય અમેરિકાને પણ એનું જન્મસ્થળ માનવામાં આવે છે. એ ઐતિહાસિક તથ્ય કે સ્પેનિશ ફ્લુનો પહેલો કેએ અમેરિકાના કેન્સાસ પ્રાંતના ફોર્ટ રાઈલીની સૈન્ય છાવણીમાં 4 માર્ચ 1918માં મળ્યો હતો.

અમેરિકામાં કેન્સાસ રાજ્યના ફોર્ટ રિલે સૈન્ય છાવણીના ખાસ ફલૂ વોર્ડમાં દાખલ સ્પેનિશ ફ્લુથી બીમાર સૈનિક. આ બધા સૈનિક પહેલા વિશ્વયુદ્ધમાં ભાગ લઈને પરત ફર્યા હતા.

અમેરિકાના મેરિલેન્ડમાં વોલ્ટર રીડ સૈન્ય હોસ્પિટલના ફલૂ વોર્ડમાં દર્દીની તપાસ કરતી કપડાંનું માસ્ક પહેરેલી એક નર્સ.

અમેરિકાના એક શહેરમાં માસ્ક પહેરી પોતાનું કામ કરતી એક ટેલિફોન ઓપરેટર. એ સમય સુધી વધુ સરકારી કર્મચારીને માસ્ક પહેરવું જરૂરી કરી દેવામાં આવ્યું હતું.

સ્પેનિશ ફ્લુની સમાજની દરેક ગતિવિધિ પર અસર પડી. અમેરિકાના ઇલેનોઈસમાં માસ્ક પહેરીને ગ્રાહકની સેવ કરતો એક હેરડ્રેસર.

સ્પેનિશ ફ્લુના કારણે અમેરિકન શહેરોમાં માસ્ક વગર સ્ટ્રીટ કારમાં બેસવાની મનાઈ કરી દેવામાં આવી હતી. રેડ ક્રોસ સોસાયટીના સીએટલ ચેપટરના ત્રણ દિવસમાં 2.5 લાખ માસ્ક બનાવ્યા હતા.

ફ્રાન્સ જવા માટે સીએટલ શહેરથી માર્ચ કરતી અમેરિકન સેનની 39મી રેજીમેન્ટ. રેજીમેન્ટના બધા જવાનોને રેડક્રોસ સોસાયટીના બનાવેલા માસ્ક આપવામાં આવ્યા હતા.

સ્પેનિશ ફ્લુથી રમતની દુનિયા પણ નહોતી બચી શકી. અમેરિકામાં માસ્ક પહેરીને બેઝબોલ રમતા ખેલાડી.

ત્યારે N 95ને બદલે ગોઝથી બનતા હતા માસ્ક

1918માં સ્પેનિશ ફ્લુથી ફેલાયેલી મહામારી દરમિયાન ગોઝથી માસ્ક બનાવતી રેડ ક્રોસની મહિલા કર્મચારી.

1918માં આજના N95 માસ્ક નહોતા. ત્યારે સર્જીકલ ગોઝથી બનતા હતા અને લોકો એને જ સ્પેનિશ ફ્લુથી બચવા માટે ઉપયોગ કરતા હતા. પણ બીમારીથી બચવા માટે બધા જ પ્રયોગ પણ કરવામાં આવતા હતા.

માસ્ક વિરુદ્ધ તર્ક.

માસ્કથી લોકોમાં ડર ફેલાતો અને પ્રશાસન લોકોને ચૂપ કરાવવા માંગે છે.।

કારોબારીઓને લાગતું હતું કે માસ્ક પહેરેલા લોકો બહાર જઈને ખરીદી નથી કરતા

.માસ્ક નાગરિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

માસ્ક લોકોને સુરક્ષિત રહેવાનું ખોટું આશ્વાસન આપે છે કારણ કે આ બીમારીથી બચવાની કોઇ ગેરેન્ટી નથી.

ભારતમાં સ્પેનિશ ફલૂ..

ભારતમાં સ્પેનિશ ફલૂ બ્રિટિશ સેનામાં જોડાયેલા ભારતીય સૈનિકો સાથે મુંબઈ આવ્યો. ત્યારે 1918નો મે મહિનો હતો. ફલૂ ફેલાઈ રહ્યો હતો પણ બ્રિટિશ ગવર્મેન્ટ ચૂપ હતી. ધીમે ધીમે ભારતીય છાપામાં ખબરો છપાવાનું શરૂ થયું કે શહેરોની સ્મશાન ભૂમિમાં રોજ 150- 200 શબ આવી રહ્યા હતા. બે વર્ષની અંદર એકથી બે કરોડ ભારતીયોનો જીવ જઇ ચુક્યો હતો.

હાલના કોરોનાની જેમ સ્પેનિશ ફ્લુની પહેલી લહેર કમજોર હતી પણ સપ્ટેમ્બર 1918માં આવેલી બીજી લહેર ઉત્તર ભારતથી શ્રીલંકા સુધી પહોચી. 1200 શહેર અને નગરોનો ડેટા જણાવે છે કે જે શહેરો કે નગરોમાં ભારતીય ડિસ્ટ્રીકટ ઓફિસર હતા ત્યાંનો મૃત્યુદર બ્રિટિશ ડિસ્ટ્રીકટ ઓફિસરની સરખામણીએ 15% ઓછો હતો.

પહેલા વિશ્વ યુદ્ધ 1914- 1918માં તૈનાત બ્રિટિશ સેનામાં સામેલ ભારતીય જવાન.યુદ્ધના મોરચા પરથી પરત ફરેલા જવાનોમાંથી ભારતમાં સ્પેનિશ ફલૂ ફેલાયો.

કોરોનાની જેમ સ્પેનિશ ફ્લુની પણ સૌથી વધુ માર મુંબઈમાં જ પડી. એ જ કારણે એને ભારતમાં બોમ્બે ફલૂ કે બોમ્બે ફીવર તરીકે ઓળખવામાં આવતો. સુનો પડી ગયેલો મુંબઇનો સમુદ્ર તટ.

ત્યારે પણ મુંબઈની ગીચ વસ્તીના કારણે ત્યાં સ્પેનિશ ફ્લુની સૌથી વધુ અસર થઈ હતી. બંડરગાહના કારણે પહેલા વિશ્વયુદ્ધમાંથી પરત ફરેલા જવાન પોતાની સાથે આ ફ્લુના વાયરસને બોમ્બે લાવ્યા.

સ્પેનિશ ફ્લુથી કરોડો ભારતીય બીમાર હતા. લાખોનું મૃત્યુ થઈ ચૂક્યું હતું પણ દિલ્લીમાં બ્રિટિશ રાજના ઓફિસરની શાન શોકતમાં કોઈ કમી નહોતી આવી.

આખરે ખતમ કેવી રીતે થયો સ્પેનિશ ફ્લાઈ.

એક્સપર્ટનું કહેવું છે કે સ્પેનિશ ફલૂ ક્યારેય ખતમ જ નથી થયો. દુનિયાના દર ત્રીજા વ્યક્તિને બીમાર કર્યા પછી સ્પેનિશ ફ્લુનો H1N1 સ્ટ્રેન જ બર્ડ ફલૂ કે સ્વાઇન ફલૂ સાથે મળીને મહામારીના નવા સ્ટ્રેન બનતા રહ્યા છે. 1957, 1968 અને 2009માં આ જ થયું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!