રાજ્યમાં કોરોનાએ એપ્રિલમાં બતાવ્યું રૌદ્ર સ્વરૂપ, જાણો મોતના આંક અને એક્ટિવ કેસમાં કેટલો આવ્યો ઉછાળો

ગુજરાતમાં હવે કોરનાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. રોજના 14 હજારથી વધુ કેસો સામે આવી રહ્યા છે તો બીજી તરફ મોંતનો આંક પણ વધી રહ્યો છે. ત્યારે એપ્રિલનો મહિનો ગુજરાતના માથે અતિઘાતક સાબિત થયો છે. તમને જણાવી દઈએ કે એપ્રિલ મહિનાના 30 દિવસમાં મોટી સંખ્યામાં કેસ વધ્યા તેની સાથે મોંતનો આંક પણ વધ્યો.

image source

ગુજરાત માટે સૌથી ખરાબ વાત છે કે રિકવરી રેટમાં ઘટાડો સામે આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં પહેલા કોરોના સામે રિકવરી રેટ 94.43% સુધી પહોંચી ગયો હતો તે ઘટીને હવે 73.72% પર આવી ગયો છે, જે ગુજરાત માટે ચિંતા જનક છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા તો દસ ગણાથી પણ વધારે વધી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં એક સમયે એક્ટિવ કેસ ઘટીને જે 12 હજારની આસપાસ આવી ગયા હતા તે હવે વધીને 1 લાખ 42 હજાર 046ને પાર થઈ ગયા છે. આમ એક્ટિવ કેસની સંખ્યામાં 1026.45%નો વધારો થયો છે. જે રાજ્યમાં કોરોનાની ભયાનકતા બતાવવા માટે પુરતા છે.

image source

તો બીજી તરફ એક્ટિવ કેસની સાથે સાથે રાજ્યમાં કોરોના વાયરસના કારણે મોતનો આંક પણ હવે રોકેટગતિએ વધી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં માર્ચ મહિનાની તુલનામાં એપ્રિલમાં વધારે દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. જ્યાં ગુજરાતમાં માર્ચ મહિનામાં દૈનિક મૃત્યુઆંક 9 હતો ત્યાં તે વધીને 170ની ઉપર પહોચી ગયો છે. તો બીજી તરફ એક મહિનામાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા દર્દીઓની સંખ્યા પણ 152થી વધીને 613 થઈ ગઈ છે. જે દર્શાવે છે કે, ગુજરાતમાં દૈનિક મૃત્યુઆંકમાં 1822.22 ટકાનો વધારો થયો છે.

30 એપ્રિલના રોજ ગુજરાતમાં સામે આવેલા કેસ

image source

તમને જણાવી દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ 30 એપ્રીલના આંકડા મુજબ રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,605 નવા કેસ નોંધાયા હતા જ્યારે સંક્રમણના કારણે 173 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જો કે આ બધાની વચ્ચે રાહતની વાત એ છે કે 10,180 દર્દીઓ સાજા પણ થયાં હતા.

image source

તમને જણાવી દઈએ રે રાજ્યમાં અત્યાર સુધીમાં 4,08,368 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો બીજી તરફ દુખની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 173 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7183 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. રાજ્યમાં કોરોના ઉપરાંત લોકોને સમયસર સારવાર ન મળવાને કારણે અને ઓક્સિજનની કમી ના કારણે પણ લોકો જીવ ગુમાવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!