શું ગળામાં દુખાવો એ કોરોના વાયરસનું લક્ષણ છે ?

કોરોના વાયરસના લક્ષણો સામાન્ય શરદી જેવા જ હોય છે .જેમ કે ગળામાં બળતરા થવી,સૂકી ઉધરસ અને તાવ આવવો.સમાન લક્ષણોને કારણલોકોને કોરોના વાયરસ અને સામાન્ય શરદીમાં તફાવત કરવો મુશ્કેલ છે.
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો ડર ફેલાયેલો છે.ભારતમાં પણ તેના કિસ્સાઓ વધી રહ્યા છે. ભારતમાં આ રોગચાળાથી અત્યાર સુધીમાં 105 લોકો ભોગ બન્યા છે.અને બે લોકોના મોત પણ થયા છે.
કોરોના વાયરસના લક્ષણો શું છે ?

કોરોના વાયરસ સામાન્ય શરદી અને તાવને મળતા આવે છે એટલા માટે જ આ સમયમાં જો શરદી,તાવ કે પછી સૂકી ઉધરસ હોય તો પણ ડોક્ટર પાસે તપાસ કરાવવી ખુબ જરૂરી છે અને આ લક્ષણો બાળકો અથવા વૃદ્ધોમાં વહેલી અસર કરે છે.
ડબ્લ્યુએચઓનાં એક અહેવાલ મુજબ તાવ,સૂકી ઉધરસ,થાક,શ્વાસ લેવામાં તકલીફ,ગળામાં દુખાવો,માથાનો દુખાવો,લકવો અથવા સાંધાનો દુખાવો, ઠંડી લાગવી,ઉલ્ટી થવી,નાક બંધ થવું,ઝાડા થવા એ પણ કોરોના વાયરસના અન્ય લક્ષણો છે.
ડોકટરો શું કહે છે ?

દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોક્ટર અનિલકુમાર રાયનું કેહવું છે કે,જો તમને થાક,શ્વાસની તકલીફ, છાતીમાં લાળ,શરીર જકડાવુ અથવા ભારે ઉધરસ છે તો એ કોરોના વાયરસના લક્ષણો છે.
જો કે,સામાન્ય ઈન્ફલ્યુએન્ઝા વાયરસ અને શરદીમાં પણ સમાન લક્ષણો છે અને એ જ લક્ષણો H1N1 વાયરસ (સ્વાઇન ફ્લૂ) ના પણ હતા.
શું ગળામાં દુખાવો એ કોરોના વાયરસનું લક્ષણ છે ?

ગળામાં દુખાવો એ કોરોના વાયરસનું લક્ષણ હોઈ શકે છે.કોરોના વાયરસના લક્ષણો 2 થી 10 દિવસની વચ્ચે દેખાવાનું શરૂ થાય છે.વાયરસના લક્ષણો મોડા દેખાવાના કારણે લોકો બહારથી બીમાર નથી લાગતા,જેના કારણે લોકોમાં ચેપ સરળતાથી ફેલાય છે.
ડબ્લ્યુએચઓ દ્વારા પહેલાથી જ કોરોના વાયરસને રોગચાળો જાહેર કરવામાં આવ્યો છે.કોરોના વાયરસ વિશે લોકોને ચેતવણી આપવા માટે ડબ્લ્યુએચઓ દ્વારા અનેક પહેલ કરવામાં આવી રહી છે.

ભારતમાં કોરોના વાયરસના ચેપના ઝડપથી ફેલાવાને ધ્યાનમાં રાખીને,ઘણા રાજ્યોની શાળાઓ 31 માર્ચ સુધી અને થિયેટરો બીજા આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.
કોરોના વાયરસથી બચવા માટે,આ સાવચેતી રાખવી જરૂરી છે
– તમારી આસપાસના લોકો સાથે ઓછામાં ઓછા 3 ફૂટનું અંતર જાળવવું વધુ સારું છે જેથી તમે ચેપથી બચી શકો.
– નિયમિત રીતે હાથ ધોવા,એટલે કે ઓછામાં ઓછા 20-30 સેકંડ માટે દિવસમાં ઘણી વખત હાથ ધોવા

– હાથમાંથી બેક્ટેરિયાથી દૂર કરવા માટે એક સારા સેનિટાઇઝરનો ઉપયોગ પણ થઈ શકે છે
– જે લોકોને ઉધરસ અથવા શરદી છે તેનાથી નોંધપાત્ર અંતર રાખવું વધુ સારું રહેશે
– વારંવાર હાથથી આંખ,નાક અને મોને અડશો નહીં
-આ રોગથી બચવા માટે કાચા અથવા રાંધેલા માંસ ખાવાનું ટાળો.

– ખાંસી અને છીંક આવે ત્યારે તમારા મોં અને નાકને સારી રીતે ઢાંકી રાખો.
– શ્વાસની તકલીફથી પીડાતા દર્દી પાસે જવાનું ટાળો.
– છીંક આવે કે ઉધરસ આવે ત્યારે નાક અને મોંને ટિશ્યૂથી ઢાંકી લો અને પછી આ ટિશ્યૂને ડસ્ટબિનમાં ફેંકી દો.
– ચેપથી બચવા માટે સારા માસ્ક અને ગ્લોવ્સનો ઉપયોગ કરો.
– કફ તાવ દરમિયાન મુસાફરી કરવાનું ટાળો.

– અઠવાડિયામાં એકવાર તમારા સ્માર્ટફોનની સ્ક્રીન પણ સાફ કરો.
– તમને તાવ,ખાંસી અને શરદીનાં લક્ષણો આવતા સાથે જ એક સારા ડ ડોકરને બતાવો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ