જોઇ લો સોનુ સુદનો આ લેટેસ્ટ વિડીયો, જેમાં સીવી રહ્યો છે કપડા, પણ નથી આપતો આ વાતની કોઇ ગેરેન્ટી

બૉલીવુડ એકટર સોનુ સુદ હંમેશા સોશિયલ મીડિયા પર કોઈને કોઈ કારણસર છવાયેલા રહે છે. હવે ફરી એકવાર સોનુ સુદ ચર્ચામાં છવાઈ ગયા છે. વાત જાણે એમ છે કે સોનુ સુદે હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાનો એક વિડીયો શેર કર્યો છે, જેમાં એ પગથી ચલાવી શકાય એવા સિવવાના મશીન પર કપડાંની સિલાઈ કરતા દેખાઈ રહ્યા છે.

image soucre

સોનુ સુદે આ વાયરલ વીડિયોને સોનુ સુદ ટેલર શોપના નામથી શેર કર્યો છે. એમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વિડીયોને વારંવાર જોઈ રહ્યા છે અને સોનુ સુદના વખાણ પણ કરી રહ્યા છે   

આમ તો વીડિયોમાં એ દેખાઈ નથી રહ્યું કે. સોનુ સુદે આખરે સિવ્યું શુ, પણ સોનુ સુદ આ સિવવાનું મશીન કોઈ પ્રોફેશનલની જેમ ચલાવતા દેખાઈ રહ્યા છે. તો વીડિયોમાં સોનું સુદની પાછળ એક ખુલ્લું મેદાન દેખાઈ રહ્યું છે, જ્યાં એક વેન ઉભી છે અને ઘણા બધા કપડાં એક દોરી પર લટકી રહ્યા છે. વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે આ કોઈ શૂટિંગનું લોકેશન છે.

image source

સોનુ સુદે આ વીડિયો પોસ્ટ કર્યો છે અને સાથે એક ખૂબ જ રમુજી કેપ્સન પણ લખ્યું છે. એમને આ વિડીયોન કેપ્સનમાં sonu sood tailor shop લખ્યું છે એ સાથે જ એમને લખ્યું છે કે “અહીંયા મફતમાં સિલાઈ કરવામાં આવે છે. પેન્ટને બદલે નિકર બની જાય એની અમારી કોઈ ગેરેન્ટી નથી” તમને જણાવી દઈએ કે સોનુ સુદનું કપડાના વેપાર સાથે ખૂબ જ ખાસ કનેક્શન રહ્યું છે. સોનુ સુદે પોતાના પિતાના શો રૂમમાં અલગ અલગ પ્રકારના ફેબ્રિકને ઓળખવાનું કામ શીખ્યું છે. એટલું જ નહીં, સોનુ સુદને એ પણ ખબર છે કે આ કાપડ કઈ રીતે ગ્રાહકોને વેચવાનું છે અને એમને હેન્ડલ કરવાના છે.

image source

તમને જણાવી દઈએ કે સોનુ સુદે કોરોના વાયરસ મહામારી દરમિયાન પ્રવાસી મજૂરો અને કારીગરોને ખૂબ જ મદદ કરી હતી અને પોતાના ઘરથી દૂર ફસાયેલા લોકોને એમના ઘર સુધી પહોંચાડ્યા હતા. સોનું સુદને એમના આ કામ માટે આખા દેશના લોકોના આશીર્વાદ મળ્યા હતા. એમના આ કામના લોકોએ બે મોઢે વખાણ કર્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ