આ આર્ટિકલ વાંચ્યા પછી તમે પણ પીઝા ખાવાનું કરી દેશો બંધ, કારણકે…

મિત્રો, પિઝા એ નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધ લોકો સુધી દરેક વ્યક્તિનો ખુબ જ ફેવરિટ છે. ઘણીવાર લોકો વિકેન્ડમા અવારનવાર પિઝા ખાતા જોવા મળે છે. આ વાતમા કોઈપણ પ્રકારની શંકા નથી કે પિઝા ખાવુ તદ્દન ટેસ્ટી છે પરંતુ, તે સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક સાબિત થઇ શકે છે. જોવા જેવી બાબત તો એ છે કે, લોકો ફક્ત ઘરોમા જ નહી પરંતુ, ઓફિસમા પણ પિઝાનો ઓર્ડર કરે છે. જો તમને પિઝા ખાવાનો શોખ હોય તો તમારે પણ સાવધાન રહેવાની જરૂર છે. જે લોકો વધુ પડતા પિઝા ખાય છે તેમને અનેકવિધ પ્રકારની સ્વાસ્થ્ય સંકળાયેલી સમસ્યાઓ થાય છે.

રાતના સમયે ક્યારેય પણ ના ખાવા પીઝા :

image source

પિઝા એ એક પ્રકારનો ફાસ્ટફૂડ છે તે આપણે સૌ જાણીએ છીએ. તેમા કેલરી અને ચરબીનુ પ્રમાણ પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે. તેનુ સેવન કરવાથી તમારુ પેટ તો ભરાઈ જાય છે પરંતુ, આપણા શરીરને નિયમિત જે અમુક પોષકતત્ત્વોની જરૂર પડે છે, તે પોષકતત્વો તેમા હોતા નથી. થાય છે એવુ કે, આપણા પાચનતંત્રને પિઝા પચાવવામા ઘણો સમય લાગે છે. જો તમે રાત્રે પીઝા ખાવ છો તો તમને એસિડિટીની સમસ્યા થઈ શકે છે અને જો તમે પહેલેથી જ એસિડિટીની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો પિઝાનુ સેવન ટાળશો નહીં.

હૃદયને પહોંચી શકે છે હાની :

image source

જો તમે તંદુરસ્ત સ્વાસ્થ્ય રાખવા ઈચ્છતા હોવ તો તેના માટે હૃદયની યોગ્ય સાર-સંભાળ રાખવી અત્યંત આવશ્યક છે. પિઝામા કોલેસ્ટ્રોલનુ પ્રમાણ ખુબ જ વધારે હોય છે, જે હૃદય સાથે સંકળાયેલી બીમારીઓનુ જોખમ વધારે છે. આ સિવાય જો પીઝામા ચિકન ઉમેરવામા આવે તો કોલેસ્ટ્રોલનુ પ્રમાણ બે ગણુ વધી જાય છે. હૃદયની સમસ્યાથી પીડાતા લોકોએ પીઝાના સેવનથી દૂર રહેવુ જોઈએ.

વજન વધી શકે :

image source

ઘણીવાર લોકો મોટા કદના પિઝા મંગાવે છે અને તેના કારણે પીઝાનુ વધારે પડતુ સેવન થઇ જાય છે. પિઝા પણ ટેસ્ટી હોવાથી લોકો જ્યા સુધી મન ભરાઈ ના જાય ત્યા સુધી તેનુ સેવન કરે છે જેથી, વજન વધવાની શક્યતા પણ રહે છે માટે જો શક્ય બને તો વધારે પડતુ પીઝાનુ સેવન કરવાનુ ટાળવુ જોઈએ.

ડાયાબીટીસની સમસ્યાથી પીડાતા લોકો માટે સાબિત થઇ શકે છે જીવલેણ :

Type 2 diabetes diet: Takeaway options if you want to prevent and control the condition | Express.co.uk
image source

પિઝાના એક ટુકડામા પુષ્કળ માત્રામા કાર્બ્સ સમાવિષ્ટ હોય છે, જે તમારા સ્વાસ્થ્યને અનેકવિધ રીતે નુકસાન પહોંચાડી શકે છે. જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, લાંબા સમય સુધી પિઝા ખાવામા આવે તો ડાયાબિટીસ થવાનુ જોખમ પણ વધી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત