ભલભલા દિગ્ગજોને પાછળ છોડી સોનુ સુદે સમગ્ર એશિયા ખંડમાં વગાડ્યો ડંકો, જોઈ લો લિસ્ટ

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદને 2020 માં એશિયનના નંબર વન સેલિબ્રિટી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. યુકે સ્થિત ઇસ્ટર્ન આઇ અખબાર દ્વારા પ્રકાશિત 50 એશિયન સેલિબ્રિટીમાં સોનુ ટોચના ક્રમે છે. લોકડાઉન દરમિયાન અભિનેતાને તેમણે લોકોની કરેલી મદદ માટે સન્માન આપવામાં આવ્યું છે, સોનુ સુદે લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોને તેમના વતન મોકલવા ઘણી મદદ કરી હતી.

અંતિમ શ્વાસ સુધી મદદ કરતો રહીશ

image source

આ અંગે વાત કરતાં સોનુ સૂદે કહ્યું, ‘મારા પ્રયત્નોને ઓળખવા બદલ હું ઈસ્ટર્ન આઈનો આભાર માનુ છુ. જેવો રોગચાળો આવ્યો કે મને લાગ્યું કે મારા દેશવાસીઓની મદદ કરવી એ મારી ફરજ છે. આ એવી ચીજ હતી જે મારી અંદરથી આવી. મેં જે કર્યું તે ભારતીય તરીકેની મારી જવાબદારી હતી અને હું મારા અંતિમ શ્વાસ સુધી મદદ કરતો રહીશ.

અમિતાભ બચ્ચન 20માં ક્રમે

image source

આ વર્ષે યાદીમાં સામેલ સિનેમા, સંગીત અને ફેશનની દુનિયાની અન્ય ભારતીય હસ્તીઓમાંથી પાંચમા ક્રમે અરમાન મલિક, છઠ્ઠા ક્રમે પ્રિયંકા ચોપરા, સાતમા ક્રમે તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ, આયુષ્માન ખુરના (11), દિલજીત દોસાંઝ (14), શહનાઝ ગિલ (16), અમિતાભ બચ્ચન (20), પંકજ ત્રિપાઠી (23), અસીમ રિયાઝ (25), ડિઝાઇનર મસાબા ગુપ્તા (32) હાસ્ય કલાકારો સલોની ગૌર (36), ધવાની બચુશાલી (42), હેલી શાહ (47) અને અનુષ્કા શંકર (50) સામેલ છે.

સોનુએ લોકોને મદદ કરવા ઘર-દુકાનો ગીરવે મૂકી

image source

સોનુ સૂદ લૉકડાઉનથી વિવિધ રીતે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યો છે. સોનુ સૂદે પ્રવાસી શ્રમિકોને તેમના વતન મોકલ્યા હતા. સોનુ સૂદે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે પોતાની સંપત્તિ ગીરવે મૂકી છે. સોનુએ બે દુકાનો તથા છ ઘર ગીરવે મૂકીને 10 કરોડ રૂપિયાની લોન લીધી છે. વેબ પોર્ટલ મનીકંટ્રોલના અહેવાલ પ્રમાણે, સોનુ સૂદે જુહૂ સ્થિત કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી બે દુકાનો તથા શિવ સાગર કોઓપરેટિવ હાઉસિંગમાં આવેલા છ ફ્લેટ ગીરવે મૂક્યા છે. આ બિલ્ડિંગ જુહૂના ઈસ્કોન મંદિર નજીક એબી નાયર રોડ પર આવેલી છે. સોનુ સૂદે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાંથી 10 કરોડ રૂપિયાની લોન લીધી છે.

છઠ્ઠા નંબરે પ્રિયંકા

image soucre

આ યાદીમાં દેશી ગર્લ પ્રિયંકા ચોપરા 6 માં ક્રમે છે. પ્રિયંકા આજકાલ બોલિવૂડ કરતા વધારે હોલીવુડમાં પોતાની ઓળખ બનાવી રહી છે. તેની ફેન ફોલોવિંગ ખૂબ ઝડપથી વધી છે અને તેણે આ માટે સખત મહેનત કરી છે. પ્રિયંકા હવે પછી ‘ધ વ્હાઇટ ટાઇગર’માં જોવા મળશે.

સાતમાં નંબર પર ‘બાહુબલી’ પ્રભાસ

image source

દક્ષિણ ભારતીય અભિનેતા અને ‘બાહુબલી’ ફેમ પ્રભાસને ટોચના એશિયન ગ્લોબલ સેલિબ્રિટીઝની યાદીમાં 7 મા ક્રમે રાખવામાં આવ્યો છે. પ્રભાસની ‘સાહો’ વર્ષ 2019 માં રિલીઝ થઈ હતી. જો કે આ ફિલ્મને જોઈ તેટલી સફળતા મળી ન નથી, પરંતુ પ્રભાસની ફેન ફોલોઇંગમાં કોઈ કમી આવી નથી. દરેક વ્યક્તિ 2021 માં તેની ‘રાધે શ્યામ’ ની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ સિવાય કેજીએફના નિર્માતાઓએ પણ પ્રભાસ સાથે ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ