રૂપાલ: પિયરમાં લગ્નમાં આવેલી મહિલાનું કરુણ મોત, બાળક તેડીને ગરબે રમતી મહિલાને હાર્ટ-એટેક આવતા ઢળી પડી

કોરોના કાળમાં લગ્ન પ્રસંગ પરીવારના સભ્યો સાથે જ ઉજવવાની સ્થિતિ છે. તેવામાં ગાંધીનગર જિલ્લા ખાનપુર ગામમાં એક પરિવારમાં લગ્ન પ્રસંગમાં જ એવી ઘટના બની કે પરીવારમાં શોકનું મોજું ફરી વળ્યું. આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર પિયરમાં લગ્ન હોવાથી ગામ આવેલી મહિલાનું ગરબા રમતી વખતે જ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે.

કહેવાય છે ને કે કાળ કોઈપણ ઘડીએ આવી શકે છે, કોનું મૃત્યુ ક્યારે થશે તે કોઈ જાણતું નથી. આ વાત સાબિત કરતી ઘટના તાજેતરમાં જ ગાંધીનગર જિલ્લામાં બની છે. અહીં પોતાના પિયરમાં લગ્નનો અવસર હોવાથી 45 વર્ષીય મહિલા પોતાના બાળક સાથે પિતાના ઘરે આવી હતી. સંપૂર્ણ સ્વસ્થ એવા મહિલાના પરીવારને ખ્યાલ જ ન હતો કે ઘરમાં ગરબાની રાત તેની દીકરીના જીવનની અંતિમ રાત્રિ હશે.

ઘરના આંગણે જ પરિવારની મહિલાઓ રાત્રે ગરબે રમી રહી હતી. તે સમયે મૃતક પણ પોતાની બાળકને તેડી અને ગરબા રમવા લાગે છે. મહિલાઓ ગરબે ઘુમતી વીડિયોમાં જોવા મળે છે. તે દરમિયાન ગરબાનો અડધો રાઉન્ડ પૂર્ણ થાય છે ત્યાં જ અચાનક તેઓ ઢળી પડે છે.

આસપાસ ગરબા રમતી મહિલાઓએ તેને ભાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો. આ ઘટના બનતાં જ પરિવારજનોએ 108ને જાણ કરી. 108 પણ તુરંત આવી અને મહિલાને સારવાર આપવાની શરુઆત કરી પરંતુ મહિલાને તીવ્ર હાર્ટએટેક આવી જતાં તેનું મોત નીપજ્યું હતું.

image soucre

આ હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ગણતરીની જ સેકન્ડમાં એક મહિલા હાર્ટ એટેકના કારણે મોતને ભેટે છે. વીડિયોમાં શરુઆતમાં જ્યારે મહિલા ગરબા રમવા આવે છે ત્યારે તે એકદમ સ્વસ્થ જણાય છે પરંતુ ગણતરીની જ સેકન્ડમાં તેના પ્રાણ પંખેરુ ઊડી જાય છે. જ્યાં લગ્ન થવાના હતા ત્યાં જ મોતની ઘટના બનતાં પરીવાર પર આભ તુટી પડ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ