જય હો: કચરામાંથી કોઈનું એઠું ખાવાનું ખાનારી એક છોકરીએ મહેનત કરીને બનાવી 1800 કરોડની કંપની

સફળતા રાહ જોવાથી કે માત્ર બેસવાથી નથી મળી જતી. સફળતા તેને મળે છે કે જેઓ તેના માટે પોતાનો જીવ આપવા જેટલી મહેનત કરે છે. કોઈ વસ્તુમાં પાવરધું હોયું એ કોઈ સફળતાની બાંયધરી નથી, પરંતુ ઘણી બધી નિષ્ફળતા હોવા છતાં, સતત કામ કરવાનું ચાલુ રાખવું એ સફળતા છે. આવી જ એક કહાની છે સોફિયા એમોરુસોની. પોતાની જિદંગી બચાવવા માટે તેણે નવ વર્ષની ઉંમરેથી ઘણી નાના-મોટા વિચિત્ર કાર્યો કરી અને આજે તેનું નામ અમેરિકાની સમૃદ્ધ વ્યક્તિત્વમાં શામેલ છે. તેમના જીવનની આ યાત્રા ખરેખર સુંદર છે. આજે તેમની બ્રાન્ડ નેસ્ટી ગેલ સૌથી ઝડપથી વિકસિત કંપની બની છે.

સોફિયાનો જન્મ 1984માં કેલિફોર્નિયાના સન ડિએગોમાં થયો હતો. જ્યારે ખબર પડે છે કે સોફિયાને ડિપ્રેસન અને હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર નામની ગંભીર બીમારી છે, ત્યારે તેણે શાળા છોડી દેવાની ફરજ પાડવામાં આવે છે અને ઘરે જ તેનું શિક્ષણ શરૂ કરે છે. જ્યારે તેના માતાપિતાએ નોકરી ગુમાવી ત્યારે પરિસ્થિતિ વધુ વણસી હતી. નવ વર્ષની ઉંમરે તેણે જાતે જ લેમોનેડની દુકાન ખોલી. તે 22 વર્ષની થઈ ત્યાં સુધીમાં તેણે લગભગ 10 જુદી જુદી જોબ કરી હતી.

image source

કિશોર વયની એક યુવતી તરીકે સોફિયા અમેરિકાના પશ્ચિમ કાંઠે અહીંથી ત્યાં ભટકતી અને ચોરી કરતી બજારની જિંદગી જીવતી હતી. બજારના કચરામાંથી જે પણ કંઈ મળે એ ખાવાનું ખાઈ લેતી હતી. આવી જ એક ચોરીમાં તે પકડાઈ ગઈ અને દંડ કરવામાં આવ્યો હતો. આ પછી તેણે આવી રીતે જીવન જીવવાનું છોડી દીધું. તે પછી તે સાન ફ્રાન્સિસ્કો ગઈ અને ત્યાંની કોલેજમાં પોતાનું નસીબ અજમાવ્યું. તે જ સમયે સોફિયાએ ઇબે પર ઓનલાઇન સ્ટોર ખોલ્યો, જેનું નામ નેસ્ટી ગૈલ વિંટેજ રાખ્યું.

image soucre

આ નામ પોપ સિંગર બેટી ડેવિસના 1975ના આલ્બમ પર આધારિત હતું. સોફિયા ચેરિટી શોપમાં જતી, ત્યાંથી કપડાં પસંદ કરતી અને તે જ કપડાં ઉંચા ભાવે વેચતી. એક ચેનલ જેકેટ, જે ફક્ત 515 રૂપિયામાં ખરીદ્યો છે, તે 64,395 રૂપિયામાં વેચાયો હતો. સોફિયા તેની વસ્તુઓની જાતે સ્ટાઇલ કરતી, તેનો ફોટો લેતી, સચોટ કેપ્શંસ આપી અને પોતે જાતે જ ડિલીવરી પણ કરતી. થોડા સમય પહેલા તેણે ફોટોગ્રાફી ક્લાસમાંથી કેટલીક યુક્તિઓ શીખી હતી જે ખૂબ ઉપયોગી નીવડી હતી.

image source

નૈસ્ટી ગેલ ખાસ કરીને યુવતીઓ માટે કપડા વેચતી અને પછી તો તે લોકપ્રિય બ્રાન્ડ તરીકે ઉભરીને આવી હતી. સોફિયાએ તેની ફેશન બ્રાન્ડને પ્રમોટ કરવા માટે માય સ્પેસ અને પછી ફેસબુક પ્લેટફોર્મનો સારો ઉપયોગ કર્યો. ઇબેએ 2008માં નેસ્ટી ગેલના લોકપ્રિય એકાઉન્ટને અવરોધિત કર્યુ હતું, તેના પર આક્ષેપ કર્યો હતો કે તે તેની પોતાની બ્રાંડને તરહીજ કરે. ત્યારે સોફિયાને એવું લાગ્યું કે પાંચ વર્ષની બધી મહેનત પાણીમાં ગઈ છે.

image source

પછી સોફિયાએ સમયને વેડફ્યા વિના ઇબેથી દૂર જવા અને પોતાનું સ્ટોર ખોલવાનું નક્કી કર્યું. લોસ એન્જલસમાં તેના કર્મચારીઓ સાથે પોતાનો રિટેલ સ્ટોર ખોલ્યો. તેની પહેલેથી જ કમાયેલી ખ્યાતિને કારણે, ઘણા રોકાણકારોએ તેમનો સંપર્ક કરવાનું શરૂ કર્યું. 315 કરોડની મૂડી બજારમાંથી એકત્ર કરવામાં આવી હતી. ત્યાં સુધીમાં તેમની કંપનીની કિંમત 1,800 કરોડ હતી અને તેનું નામ ફોર્બ્સ મેગેઝિનની 2012 માં સંપત્તિવાળી મહિલાઓની યાદીમાં શામેલ થઈ ગયું હતું. વ્યવસાયમાં સફળતા ઉપરાંત, સોફિયાએ સ્ત્રી ઉદ્યોગસાહસિકો વિશે પ્રચલિત ગેરસમજોઓને પણ દૂર કરી.

image source

સોફિયા આધુનિક નારીવાદની મશાલ રાખનારી મહિલા બની કે જેમાં મહિલા ફેશનના ક્ષેત્રમાં સફળતાના નવા રેકોર્ડ સર્જાયા. તેમણે યુવા મહિલાઓને મહત્વાકાંક્ષી અને હિંમતવાન બનવાની પ્રેરણા આપી અને પ્રોત્સાહિત કરી. 21 એપ્રિલ 201 થી નેટફ્લિક્સ પર શરૂ થયેલી સીરિઝ “ગર્લ બોસ” માં તેની જ કહાની દર્શાવવામાં આવી છે. તેણે દુનિયાને બતાવ્યું કે જ્યારે તમારી જિજ્ઞાસા અને તમારી મહત્વાકાંક્ષા તમારા ડર ઉપર વિજય મેળવે છે, ત્યારે તમે સફળતાના શિખરો સુધી પહોંચો છો પછી ભલે તમારી રીતે તમે સંપૂર્ણ ન પ પણ હોય. હાર ન માનીને સફળતા મેળવવાનો સંકલ્પ જ વિશ્વના અન્ય સામાન્ય લોકોથી એક ટકા વિશેષ લોકોને અલગ પાડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ