કહેવું પડે હો બાકી, વડોદરાની સેન્ટ્રલ જેલમાં 20 કેદી 15 વીઘા જમીનમાં ખેતી કરીને કરે છે લાખોનું ટર્નઓવર

ગુનો કરે એ માણસને ગુનેગાર કહેવાય અને એને જેલમાં પુરી દેવામાં આવે છે. પરંતુ બધાને એવું જ હશે કે જેલમાં તો લોકોને ખુબ માર મારવામાં આવે અને ત્યાં લોકોને ખુબ પરેશાની હોય છે. આવી અનેક અટકળો લગાવવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલનો એક બનાવ ચારેબાજુ ચર્ચામાં આવ્યો અને ત્યાં થતા કામના વખાણ પણ કરવામાં આવે છે. હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં 20 જેટલા પાકા કામના કેદીઓ જેલની 15 વીઘા જમીનમાં અત્યાધુનિક ટપક સંચાઇ પદ્ધતિ અને જેલમાં જ તૈયાર કરવામાં આવતા સેન્દ્રીય ખાતર વડે શાકભાજીની ખેતી કરે છે.

image source

આ સિવાય વાત કરવામાં આવે તો વડોદરા જેલમાં ચાલતા તમામ ઉદ્યોગોમાં સજા ભોગવતા કેદીઓમાંથી 199 કેદી વિવિધ ઉદ્યોગમાં કામ કરે છે. રાજ્યની તમામ જેલોમાં ક્વોલિટી પ્રમાણે અને ઉત્પાદનના આંકડાકીય રીતે ઓછા કેદીઓ વડોદરા મધ્યસ્થ જેલમાં હોવા છતાં રાજ્યની તમામ જેલની સરખામણીએ આવકમાં અને કામગીરીમાં વડોદરા મધ્યસ્થ જેલે વર્ષ-2019માં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને જેના લીધે કેદીઓમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.

જો આ ખેતી વિશે થોડી વિગતે વાત કરવામાં આવે તો જેલના ખેતરમાં રીંગણ, મરચાં, ટામેટાં, બટાકા, મેથીની ભાજી, ફ્લાવર, ભીંડા અને કોબિજ સહિતની શાકભાજી મુખ્યત્વે ઉગાડાય છે. આનાથી જેલનું દર વર્ષે રૂ. 7 લાખ જેટલું શાકભાજીનું બિલ તો બચે જ છે, સાથે વધારાના શાકભાજીનું બહાર વેચાણ પણ કરવામાં આવે છે. જેલના ખેતરમાં થતી શાકભાજીને જેલના કેદીઓ, જેલ સ્થિત પોલીસ લાઇનના જેલ પરિવારો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બન્નેના ઉપયોગ ઉપરાંત વધતી શાકભાજીનું વેચાણ કરવામાં આવે છે.

image source

જો આ કામ પછી થતી આવકની વાત કરવામાં આવે તો શાકભાજીના વેચાણથી થતી વાર્ષિક રૂ. 5 લાખ જેટલી આવકને જેલ કેદીઓના ઉપયોગ માટે વાપરવામાં આવે છે. ત્યાંની પરિસ્થિતિ વિશે વાત કરવામાં આવે તો વડોદરા મધ્યસ્થ જેલના અધિક્ષક બળદેવસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વડોદરા સેન્ટ્રલ જેલની પાછળ 15 વીઘા જમીન આવેલી છે. આ જમીનમાં જેલના પાકા કામના કેદીઓ દ્વારા વર્ષોથી શાકભાજીની ખેતી કરવામાં આવે છે. શાકભાજીની ખેતીમાં પાણીની બચત થાય એ માટે અત્યાધુનિક ટપક સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

બળદેવસિંહ વાઘેલાએ ત્યાંની સિસ્ટમ વિશે વાત કરતાં જણાવ્યું કે- ટપક સિંચાઇનો ઉપયોગ કરવાથી પાણીની બચત થવા સાથે શાકભાજીને જરૂરિયાત પ્રમાણે પાણી મળતું હોવાથી શાકભાજીના ઉત્પાદનમાં પણ વધારો થાય છે. આગળ વાત કરતાં જણાવ્યું કે ગંભીર ગુનામાં સજા પામેલા કેદીઓ તથા કાચા કામના કેદીઓમાં સુધારો લાવવા માટે જેલ પ્રશાસન દ્વારા અલગ-અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. જેલની પાછળ આવેલી 15 વીઘા જમીનમાં કેદીઓ દ્વારા શાકભાજીની ખેતી કરવામાં આવે છે. આ શાકભાજી જેલમાં કેદીઓના ભોજન માટે ઉપયોગમાં લેવામાં આવે છે તેમજ વધારાની શાકભાજીનું વેચાણ કરવામાં આવે છે.

image source

હવે તો જેલમાં પણ સાદી ખેતીનો જમાનો ગયો છે. સેન્દ્રીય(ઓર્ગેનિક) ખેતી વિશે વાત કરીએ તો આ જેલમાં પણ કેદી સુધારણા અને કલ્યાણના ભાગરૂપે સેન્દ્રીય(ઓર્ગેનિક) ખેતી શરૂ કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં કેદીઓના જમવાના ઉપયોગ કરતા વધેલી શાકભાજીનું વેચાણ કરી રૂપિયા 5 લાખની આવક થઈ છે. જેલ વાડીમાં પુષ્કળ પ્રમાણમાં વનસ્પતિજન્ય સૂકો જૈવિક કચરો ભેગો થાય છે. તેમાં છાણનું મિશ્રણ કરીને સેન્દ્રીય ખાતર બનાવવામાં આવી રહ્યું છે. સેન્દ્રીય ખાતર બનાવવાથી કચરાનો સરળતાથી નિકાલ થઇ રહ્યો છે. એ સાથે ખાતર બની રહ્યું છે.

આટલું સરસ કામ તો થઈ જ રહ્યું છે પણ આ સાથે જ કચરાની સાથે ગૌ-મૂત્ર, ગોળ, છાણ અને લોટના મિશ્રણથી પ્રવાહી સેન્દ્રીય ખાતર જીવામૃત બનાવવામાં આવે છે, જે ખેતી માટે પોષક બની રહે છે. એ સાથે જેલની આ પહેલ પર્યાવરણ રક્ષણમાં પણ મદદરૂપ બને છે. એ જ રીતે વડોદરા સેન્ટ્રલ જેલના વેલ્ફેર ઓફિસર એમ.એ. રાઠોડે જણાવ્યું હતું કે દંતેશ્વર ખાતેની ખુલ્લી જેલમાં 70 એકર જેટલી જમીન છે. આ જમીનમાં હાલમાં ઘાસચારો ઉગાડવામાં આવી રહ્યો છે. પાકા કામના 20 જેટલા કેદીઓ દ્વારા ઘાસ ઉગાડવામાં કરવામાં આવી રહ્યું છે અને તેવો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વડોદરા મધ્યસ્થ જેલમાં કેદીને પસંદગી પ્રમાણેના ઉદ્યોગમાં ત્રણ મહિના દરમિયાન તાલીમ આપવામાં આવે છે અને પછી લોકોને લાયકાત પ્રમાણે કામગીરી સોંપવામાં આવે છે.

image source

ઘણા લોકોને એ સવાલ હશે કે આ કામ બદલ કેદીઓને પૈસા મળતા હશે કે પછી ફ્રીમાં જ કામ કરવાનું હોતું હશે. ત્યારે તમને જણાવી દઈએ કે આ કામગીરી બદલ બિનકુશળ કેદીઓને રૂ. 70, અર્ધકુશળ કેદીઓને રૂ. 80 અને કુશળ કેદીઓને રૂ. 100નું દૈનિક મહેનતાણું ચૂકવવામાં આવે છે. કેદીઓની આ મહેનતની કમાણીની રકમના 50 ટકા રકમ સજાકાળ દરમિયાન કેન્ટીન અને બેકરીમાં ખરીદી કરવા માટેના કુપન આપવામાં આવે છે, અને 50 ટકા રકમને કેદીના પર્સનલ પોસ્ટ ખાતામાં જમા કરવામાં આવે છે. જેલમાં ચાલતા ઉદ્યોગોમાં કામ કરતા કેદીઓને પ્રોત્સાહિત કરવા માટે સ્વતંત્રતા દિવસ તેમજ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સારી કામગીરી કરવા બદલ શ્રેષ્ઠ કારીગરનું પ્રમાણપત્ર આપવામાં આવે છે તેમજ ખેલદિલીની ભાવના જળવાઈ રહે એ માટે જેલમાં જુદી-જુદી રમતોનું આયોજન કરાય છે અને એ રીતે કંઈક અલગ માહોલ ફાળવવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ