સ્મશાનમાં વેઇટિંગના દ્રશ્યો ન સર્જાય તેવી ઈચ્છા, ગુજરાતમાં ત્રીજી લહેરને લઈને તૈયારીઓ થઈ શરૂ

દેશમાં કોરોના ની બીજી લહેર એપ્રિલ મહિનામાં પીક પર હતી. આ સમયે એવો હતો કે જ્યારે દેશમાં રોજ એક લાખથી વધુ નવા કેસ નોંધાતા હતા, જ્યારે હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામતા હતા. સંક્રમણનું પ્રમાણ એકાએક વધવા લાગતા હોસ્પિટલોમાં બેડ ફુલ થઇ ગયા હતા. દર્દીઓની હાલત પણ એવી થતી હતી કે તેમને ઓક્સિજનની જરૂર પડતી. પરંતુ દર્દીઓની સંખ્યા એટલી બધી વધી ગઈ કે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, દવા, ઇન્જેક્શન સહિતની જીવન જરૂરિયાતની દરેક વસ્તુની અછત સર્જાવા લાગી.

image soucre

આવી સ્થિતિ માત્ર દેશમાં જ નહીં પરંતુ ગુજરાત રાજ્યમાં પણ જોવા મળી હતી. ગુજરાતના પણ દરેક મહાનગરમાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવવા લાગી હતી. હોસ્પિટલની બહાર ઓક્સિજન વિના તરફડિયા મારતા દર્દીઓ જોવા મળતા અને એમ્બ્યુલન્સની લાંબી કતારો સવારથી સાંજ ઊભી રહેલી જોવા મળતી. આ સમય ગુજરાતના ઇતિહાસનો સૌથી ખરાબ સમય બની રહેશે કારણ કે તે સમયે માત્ર હોસ્પિટલમાં જ નહીં પરંતુ સ્મશાનગૃહમાં પણ વેઇટિંગ જોવા મળતું.

image soucre

કોરોના ના કારણે ટપોટપ લોકોના જીવ જવા લાગ્યા અને સ્મશાનગૃહમાં અંતિમક્રિયા માટે મૃતદેહોને લાંબી લાઈનો જોવા મળી. સ્થિતિ એવી થઇ ગઇ હતી કે સ્મશાન ગૃહમાં 24 કલાક ધમધમતી અને એક પછી એક મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા પડતા. આ સમયના દ્રશ્યોની તસવીરો માં પણ જોઈએ તો કંપારી છૂટી જાય. તેવામાં હવે ત્રીજી લહેર ની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સંભાવનાની ગંભીરતાથી લઇ સરકાર, હોસ્પિટલ તંત્ર અને સ્થાનિક વહિવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે જ સ્મશાનગૃહમાં પણ સંભવિત ત્રીજી લહેરને લઈ તૈયારી કરવામાં આવી રહી છે.

image soucre

આ તૈયારી કરતા લોકોની પણ ઇચ્છા એવી છે કે સ્મશાન ગૃહમાં બીજી લહેર જેટલા મૃતદેહો ન આવે.. પરંતુ કોરોના જે રીતે બીજી લહેરમાં ઘાતક બન્યો ત્રીજી લહેરમાં પણ થાય તો મૃત્યુનો મલાજો જળવાય તે માટે સ્મશાન ગૃહમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

મોતનો મલાજો જાળવાય અને જેમણ સ્વજનો ગુમાવ્યા છે તેમની અંતિમ સંસ્કાર કરવા માટે ચોવીસ ચોવીસ કલાક રાહ ન જોવી પડે તે માટે રાજકોટ સહિત વડોદરા, સુરત અને અમદાવાદમાં પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

image soucre

રાજકોટમાં અંતિમ સંસ્કાર માટે ઈલેક્ટ્રીક ભઠ્ઠી સાથે લાકડા વિભાગમાં લાકડાનો સ્ટોક કરી લેવામાં આવ્યો છે. તો સાથે જ અંતિમ સંસ્કાર માટે 9 ખાટલા પણ તૈયાર કરાયા છે.

સુરતમાં પણ કુરુક્ષેત્ર સ્મશાનમાં છ ભઠ્ઠી હતી ત્યાં વધારાની ત્રણ વર્ષથી બનાવવામાં આવી છે. તેના માટે 800 ડિગ્રીને પણ પહોંચી વળે તેવા પતરા નો ઉપયોગ કરાયો છે કારણ કે અગાઉ એવી ઘટનાઓ પણ સામે આવી હતી કે સતત ભઠ્ઠી ચાલતી રહે તો ચીમની પીગળી જતી હતી.

image source

વડોદરાના સ્મશાનગૃહમાં પણ ત્રણ થી આઠ કલાકનું વેઈટિંગ દરમિયાન જોવા મળ્યું હતું. અહીં પણ હવે સ્મશાનગૃહમાં ચિતાઓ વધારવામાં આવી રહી છે અને લાકડાનો જથ્થો પણ 10 ગણું વધારી દેવાયો છે. કારેલીબાગ સ્થિત સ્મશાનમાં જ્યાં 14 ચિતાઓ હતી તે વધારીને 30 કરી દેવામાં આવી છે.

અમદાવાદની વાત કરીએ તો થલતેજ સ્મશાન ગૃહમાં બે અલગ-અલગ વિસામા બનાવવામાં આવ્યા છે. બીજી લહેર માં મૃતદેહોની સંખ્યા વધી જતી ત્યારે વિસામાની જગ્યા ઓછી પડતી હતી. સાથે જ અહીં નવા શેડ પણ બનાવવામાં આવ્યા છે.

image soucre

જો કે આ તૈયારીઓ કરતા લોકો પણ ઇચ્છે છે કે તેમનો ઉપયોગ કરવો પડે કેટલા લોકોના જીવ આ વખતે ન જાય અને ત્રીજી લહેર પણ ન આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong