ત્રીજી લહેર પહેલાં જ આ દેશના હાલ થયા બેહાલ, 40 લાખ બાળકોના સંક્રમણથી મચ્યો હાહાકાર

કોરોના ની ત્રીજી લહેર બાળકો માટે જોખમી સાબિત થશે તેવી ચેતવણી સ્વાસ્થ્ય નિષ્ણાતો તો આપી ચૂક્યા છે. તેવામાં અમેરિકામાંથી આવેલા એક નવા રિપોર્ટમાં જે દાવો કર્યો છે તે ચોક્કસથી ચિંતા કરાવે તેવો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકામાં અત્યાર સુધીમાં કુલ 40 લાખથી વધુ બાળકો કોરોના સંક્રમિત થયા છે.

image soucre

અમેરિકન એકેડેમી ઓફ પિડીયાટ્રીક્સ અને ચિલ્ડ્રન હોસ્પિટલ એસોસિએશન સાથે તૈયાર કરેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારથી કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં અમેરિકામાં 40 લાખથી વધુ બાળકો કોરોના પોઝિટિવ થયા છે.

image soucre

રિપોર્ટ ની વિગતો અનુસાર 15 જુલાઇ સુધીમાં લગભગ 40.09 લાખ બાળકો કોવિડ 19 સંક્રમિત થઈ ચૂક્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં સાપ્તાહિક રીતે રિપોર્ટ કરેલા કેસમાં ઘટાડો થયો હતો. પરંતુ દેશમાં જુલાઈ માસની શરૂઆતથી જ દર સપ્તાહે કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

image soucre

15 જુલાઈ પૂર્ણ થયેલા સપ્તાહમાં 23,500 થી વધુ બાળકો ના કેસ સામે આવ્યા છે. એક સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર અમેરિકામાં કુલ કોરોનાના કેસમાંથી 14.2 ટકા કેસ બાળકોના છે. જ્યારે કોરોના બાદ હોસ્પિટલમાં દાખલ થવું પડે તેવા દર્દીઓમાંથી બાળકોની ટકાવારી 1.3 ટકાથી 3.6 ટકા જેટલી છે. જ્યારે કુલ કોવિડ મૃત્યુમાંથી 0.26 ટકા બાળકો હતા.

image soucre

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલના સમયમાં જોવા મળે છે કે બાળકોમાં કોરોનાના કારણે ગંભીર બીમારી દુર્લભ છે. આ સાથે જ બાળકો પર મહામારીના દીર્ઘકાલીન પ્રભાવો વિશે પણ વધારે ડેટા એકત્ર કરવામાં આવે તેની તત્કાલ જરૂરિયાત છે. આ સાથે જ કોરોનાથી સંક્રમિત થયેલા બાળકોના શારીરિક સ્વાસ્થ્ય સાથે ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્ય પર થયેલા પ્રભાવ વિશે પણ જાણવું જરૂરી છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ ના કારણે લાખોની સંખ્યામાં બાળકો અનાથ થયા છે. તાજેતરમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર મહામારીના શરૂઆતના 14 મહિનામાં દુનિયાના 21 દેશમાં 15.62 લાખ બાળકો એ પોતાના માતાપિતા ગુમાવ્યા હતા. જેમાંથી 1,16,263 બાળકો ભારતના છે. એનઆઈડી એ નામની સંસ્થાના રિપોર્ટ અનુસાર ભારતમાં 25,500 બાળકોએ માતા 90, 751 બાળકોએ પિતા, જ્યારે બાર બાળકોએ પોતાના માતા અને પિતા બંને મહામારીના કારણે ગુમાવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong