દરેક સંબંધમાં સ્ત્રીઓની ખાસ ભૂમિકા હોય છે. એમાંય માતાનો સંબંધ તો અનમોલ હોય છે. બોલીવુડમાં જેટલા પણ સેલિબ્રિટીઝ સિંગલ મધર છે એ ખરેખર બધી સ્ત્રીઓ માટે એક રોલ મોડેલ છે. આજે અમે તમને એવી જ સિંગલ મધર વિશે જણાવીશું.
સુસ્મિતા સેન.

અભિનેત્રી સુસ્મિતા સેનને બે દીકરીઓ છે પણ પતિ નથી. તમને જણાવી દઈએ કે સુસ્મિતાએ હજી સુધી લગ્ન નથી કર્યા. એમને 25 વર્ષની ઉંમરમાં પહેલી દીકરી રેનીને દત્તક લીધી હતી. દસ વર્ષ પછી 2010માં એમને બીજી દીકરી અલિશને દત્તક લીધી. એ બંને દીકરીનો એકલા જ ઉછેર કરી રહી છે.
કરિશ્મા કપૂર.

કપૂર ખાનદાનની મોટી દીકરી કરિશ્મા કપૂરને કોણ નથી ઓળખતું. કરિશ્માએ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા પણ અંદરોઅંદરના મતભેદના કારણે આ સંબંધ ન ટક્યો. અલગ થયા પછી કરિશ્મા પોતાના બંને બાળકોનો એકલા જ ઉછેર કરી રહી છે. ઘણીવાર કરિશ્મા અને એમના બાળકોના ફોટા મીડિયાના કેમેરામાં કેદ થઈ જાય છે.
કોંકણાં સેન

અભિનેત્રી કોંકણા સેનના લગ્ન વધુ દિવસો સુધી ન ચાલ્યા. એમને અભિનેતા રણવીર શોરી સાથે લગ્ન કર્યા હતા. કોંકણા પોતાના દીકરાનો સારી રીતે ઉછેર કરી રહી છે. લગ્નના થોડાક જ દિવસમાં એમને પોતાની પ્રેગ્નનસી જાહેર કરી હતી પણ હકીકત એ હતી કે કોંકણા સાત ફેરા લેતા પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ ચૂકી હતી. રણવીર શોરીથી અલગ થયા પછી કોંકણાએ દીકરાનો ઉછેર માટે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો.
રવીના ટંડન.

અભિનેત્રી રવીના ટંડને વર્ષ 2004માં અનિલ ઠડાની સાથે લગ્ન કર્યા હતા પણ એ એ પહેલાં જ બે દીકરીઓને દત્તક લઈ ચુકી હતી. એમની દીકરીઓના નામ પૂજા અને છાયા છે.તમને જણાવી દઈએ કે હાલમાં જ એમની મોટી દીકરી છાયાના લગ્ન થયા છે. રવીના હવે 4 બાળકોની માતા છે.
પૂનમ ધીલ્લોન.

પૂર્વ મિસ ઇન્ડિયા પૂનમ ધીલ્લોને ફિલ્મ નિર્માતા અશોક ઠકેરિયા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી એમને બે બાળકો થયા. એમના લગ્ન થોડા સમય પછી તૂટી ગયા. હવે એ પોતાના દમ પર બંને બાળકોનો ઉછેર કરી રહી છે.
નીના ગુપ્તા.

નીના ગુપ્તાનું અફેર વેસ્ટઇન્ડિઝના પૂર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડસ સાથે હતું પણ આ અફેર લગ્નમાં ન પરિણમી શક્યું અને નીના એ દરમિયાન ગર્ભવતી થઈ ગઈ હતી. નિનાએ કોઈની પણ મદદ લીધા વગર સિંગલ મધર બનીને દીકરી મસાબાનો ઉછેર કર્યો. આજે મસાબાનું નામ મોટા ડિઝાઈનરના લિસ્ટમાં સામેલ છે.
અમૃતા સિંહ.

સૈફ અલી ખાનની પૂર્વ પત્ની અમૃતા સિંહના બે બાળકો છે. સૈફથી અલગ થયા પછી પોતાના બંને બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાનનો ઉછેર એ એકલી જ કરતી રહી. પોતાના બાળકો માટે એમને ફિલ્મોના કામમાંથી પણ બ્રેક લઈ લીધો હતો. હવે અમૃતાની દીકરી સારા અલી ખાનનો બોલીવુડમાં સિક્કો ચાલી રહ્યો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!