જો તમે પણ સિંદૂર લગાવતી વખતે આ ભૂલો કરતા હોવ તો થઇ જજો સાવધાન, નહિં તો…

આવી રીતે લગાવો સિંદુર:

image source

જયારે પણ આપ આવી રીતે સિંદુર લગાવો છો તો માતા પાર્વતીનું ધ્યાન કરો કેમ કે, માતા પાર્વતી જ આપને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપે છે. ચાલો આપને જણાવીએ છીએ કે, સિંદુર લગાવતા સમયે મહિલાઓ દ્વારા કઈ કઈ ભૂલો કરી દેતી હોય છે.

-સેંથીમાં સિંદુર છુપાવવું:

આજકાલ મહિલાઓ ફેશનના લીધે એવી રીતે તો ફક્ત દેખાડો કરવા માટે જ થોડુક લગાવે છે જે એકદમ ખોટું છે. આપની આ આદતની ચુકવણી આપના પતિને કરવી પડી શકે છે. સિંદુર આપની સેંથીમાં દેખાવું પણ જોઈએ. સિંદુરને છુપાવવાથી પતિને માન- સમ્માન પ્રાપ્ત થતું નથી.

-લાંબુ સિંદુર લગાવવું:

image source

જે મહિલાઓ સેંથીમાં આવું લાંબુ સિંદુર લગાવે છે તેમના પતિને ખુબ માન- સમ્માન મળે છે. એટલું જ નહી, લાંબુ સિંદુર લગાવવાથી આપના પતિને દરેક જગ્યાએ ઈજ્જત પ્રાપ્ત થાય છે. એવામાં મહિલાઓને સિંદુરની નાની લાઈનની જેમ લગાવવું જોઈએ નહી.

-નાકની સીધમાં સિંદુર લગાવવું:

image source

સૌભાગ્યવતી મહિલાઓને હંમેશા ચહેરાના નાકની સીધમાં જ સિંદુર લગાવવું જોઈએ. આડુ- અવળુ સિંદુર લગાઈ જવાના કારણે આપના પતિનું ભાગ્ય ખરાબ થઈ શકે છે. આ સાથે જ એનાથી આપના પતિ હંમેશા મુશ્કેલીઓથી ઘેરાયેલા રહે છે. જો આપ પોતાના પતિની ભલાઈ ઈચ્છો છો તો આપે નાકની એક સીધમાં જ સિંદુર લગાવવું જોઈએ.

-ક્યારેક ક્યારેક સિંદુર લગાવવું ખોટું હોય છે:

image source

કામ કરી રહેલ મહિલાઓ કેટલીક વાર સિંદુર લગાવી શકતી નથી પરંતુ કોઈ તહેવાર કે પછી પ્રસંગો દરમિયાન સિંદુર જરૂરથી લગાવવું જોઈએ. જો કે, આપે પ્રયત્ન કરવો જોઈએ કે, આપ રોજ સિંદુર લગાવો કેમ કે, રોજ સિંદુર લગાવવાથી પતિ- પત્નીમાં પ્રેમ વધે છે.

-સ્નાન કર્યા વિના સિંદુર લગાવવું ખોટું છે.:

image source

સૌભાગ્યવતી મહિલાઓએ આ વાતનું ખુબ જ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, ક્યારેય સ્નાન કર્યા વિના સિંદુરને સેંથીમાં લગાવવું જોઈએ નહી. આ સાથે જ કોઈ અન્ય મહિલાને પોતાનું સિંદુર લગાવવા માટે આપવું જોઈએ નહી. તેમજ કોઈ અન્ય મહિલા પાસેથી સિંદુર લઈને પણ લગાવવું જોઈએ નહી. આમ કરવાથી પતિનો પ્રેમ વહેચાય જાય છે.

-નીચે પડી ગયેલ સિંદુર લગાવવું:

image source

કેટલીક વાર સિંદુર લગાવતા સમયે સિંદુરની ડબ્બી મહિલાના હાથ માંથી છૂટી જાય છે અને ડબ્બીમાં રહેલ બધું જ સિંદુર નીચે જમીન પર વિખેરાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં મહિલાઓ જમીન પરથી સિંદુરને પાછું ડબ્બીમાં ભરી દે છે અને ફરીથી તે સિંદુરને લગાવવાનું શરુ કરી દેતા હોય છે. આમ કરવું અપશુગન માનવામાં આવે છે. જયારે એક વાર સિંદુર જમીન પર પડી જાય છે તો સિંદુર અપવિત્ર થઈ જાય છે તેનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ નહી.

-પતિના હાથે સિંદુર નહી લગાવવું:

image source

અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર પોતાના પતિના હાથેથી સેંથી પુરાવવી જોઈએ. સામાન્ય રીતે પતિ ફક્ત લગ્નના દિવસે જ મહિલાની સેંથી ભરે છે. ત્યાર બાદ મહિલા પોતાના હાથથી જ સિંદુર લગાવે છે પરંતુ આપે વચ્ચે વચ્ચે પતિના હાથે સિંદુર લગાવવાથી સિંદુરનું મહત્વ હજી વધારે વધી જાય છે.

નવવિવાહિત મહિલાઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, જે સિંદુર દુલ્હનને લગ્નના સમયે મળે છે તેને જ કેટલાક દિવસો સુધી લગાવવું અને તેને સંભાળીને રાખવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ