ઉત્તર ગુજરાતનું પ્રખ્યાત ટેસ્ટી અને હેલ્ધી લીલી હળદરનું શાક…

લીલી હળદરની સબ્જી:-

માર્કેટ માં વધું પ્રમાણમાં લીલી હળદર જોવા મળે છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે તો તમે હજુ સુધી શિયાળાની સ્પેશિયલ લીલી હલ્દી ની સબ્જી બનાવી નથી તો આજે જ બનાવો

• તો હળદર ના ઘણા બધા ફાયદા થાય છે જેમ કે લોહી શુદ્ધ કરે છે, કફ-શરદી-ઉધરસ મટાડે છે વગેરે.. તો શિયાળામાં લીલી હળદર વધુ મલે છે તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લીલી હળદર ની સબ્જી આજે જ બનાવી લો વિડીયો રેસીપી દ્રારા.

• અને નવી નવી રેસીપી જોવા Prisha Tube Channel ને સબસ્ક્રાઈબ જરૂર થી કરજો.

સામગ્રી:-

  • • 1 વાટકી છીણેલી લીલી હળદર
  • • 1 વાટકી સમારેલું લીલું લસણ
  • • 1 વાટકી બાફેલા વટાણા
  • • 1 વાટકી ઝીણી સમારેલી ડુંગળી
  • • 1 વાટકી છીણેલું ટામટું
  • • 1 વાટકી મોળું દહીં
  • • આદું, મરચાં અને લસણની પેસ્ટ
  • • 1 વાટકી ઘી
  • • 1 ચમચી લાલ મરચું
  • • ચમચી ધાણાજીરું
  • • સ્વાદ પ્રમાણે મીઠું
  • • કોથમીર

રીત:-

સ્ટેપ 1:-સૌપ્રથમ એક પેનમાં ઘી ઉમેરી એમાં છીણેલી લીલી હળદર ઉમેરી લો અને ગેસની ધીમી આંચ પર શેકી લો. સારીરીતે હળદર શેકાઈ જાય ત્યારબાદ તેમાં આદું મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી બરાબર મિક્ષ કરી લો.

સ્ટેપ 2:-હવે એમાં લીલું લસણ ઉમેરી લો અને સાંતળી લો. સંકળાઈ જાય ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને કુક થવા દો.

સ્ટેપ 3:- ડુંગળી સારી રીતે કુક થાય ત્યારે તેમાં બાફેલા વટાણા ઉમેરી લો અને એકાદ મિનિટ માટે થવા દો.

સ્ટેપ 4:-હવે એમાં 1 ચમચી લાલ મરચું , સ્વાદ પ્રમાણે મીઠું, અને 1 ચમચી ધાણાજીરું ઉમેરી મિક્સ કરી લો.

સ્ટેપ 5:-તો ઘી છુટું પડે ત્યારે તેમાં મોળું દહીં ઉમેરી મિક્સ કરી લો. અને ઢાંકણ બંધ કરી કુક થવા દો.

સ્ટેપ 6:-તો હવે એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ ગ્યું છે અને ઘી પણ છૂટું પડી ગયું તો હવે ગેસ બંધ કરી લો અને ઉપરથી કોથમીર ઉમેરી લો. અને સવૅ કરી લો.

નોંધ:-

• વટાણાને તમે વધઘટ કરી શકો છો.

• આ સબ્જી માં હળદર જેટલું જ ઘી લેવું ..

રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.