જો તમે શિમલા ફરવા જવાનો પ્લાન બનાવતા હોય તો આ આર્ટીકલ ખાસ તમારા માટે જ છે…

‘પહાડોની રાણી’ એટલે કે શિમલામાં ફરવા લાયક એવી ૭ જગ્યા લાવ્યા છીએ જે શિમલા જતા કોઈ પણ મુસાફરે ભૂલથી પણ ચૂકવી ન જોઈએ.
જાણો શું છે એ….

૧. સતલુજ નદીમાં રીવર રાફટીંગ
જો તમે રોમાંચક રીવર રાફટીંગનો અનુભવ લેવા માંગતા હોવ, તો સતલુજ નદી તમારા માટે પરફેક્ટ છે. ૧૨ કિલોમીટર લાંબી અને લગભગ અઢી કલાક જેટલો સમય લેતી રીવર રાફટીંગમાં ઘણા બધા રેપીડસ આવશે જે ૧-૨ ઘડી માટે તો તમારો જીવ ઉંચો જ કરી દેશે. જો કે શિયાળા અને ચોમાસા દરમિયાન રીવર રાફટીંગ બંધ રહે છે.

૨. કુફરી સ્કી રિસોર્ટ
કુફરી સ્કી રિસોર્ટ તેના બર્ફીલા ઢાળો માટે જાણીતું છે અને સ્કી કરવાના શોખીન લોકો અહી અચૂક મુલાકાત લે છે. હિમાચલ પ્રદેશ ટુરીસમ ડેવલોપમેન્ટ કોર્પોરેશન નાના બાળકોને સ્કીની તાલીમ પણ આપે છે. જો તમે શિયાળા દરમિયાન ત્યાં જવાના છો, તો ઓપન એર આઈસ રીંક માં સ્કેટિંગનો અનુભવ તમારા બાળકો માટે જરૂરથી યાદગાર રહેશે.

૩. કુફરીમાં આવેલો હીપ હીપ હુરરે થીમ પાર્કઆ જગ્યા તમારા બાળકોને સારામાં સારું મનોરંજન આપી શકે છે. ઘોડેસવારી, ગોલ્ફ, રોક ક્લાઈમ્બીંગ વગેરે જેવી રોમાંચથી ભરપુર એક્ટીવીટી હોય છે જે દરેકની મજા લેતા ઓછામાં ઓછો અડધો દિવસ આરામથી નીકળી જાય.

૪. હિમાલય નેચરલ પાર્ક
૨૨૨ એકરથી પણ વધારે વિસ્તારમાં ફેલાયેલુ આ નેચરલ પાર્ક કુફરીમાં આવેલું છે જ્યાં ચિત્તો, યાક, હરણ, સાંભર, રીંછ જેવા પ્રાણીઓ જોવા મળે છે.

૫. હિમાચલ સ્ટેટ મ્યુસિયમ
આ મ્યુસિયમ સુધી પહોચવા માટે ૧૫૦૦ મીટર જેટલી ચઢાઈ કરવી પડશે પણ આ મ્યુસિયમની અદ્ભુત પેન્ટિંગ, તાંબાના શિલ્પ, પહારી ચિત્ર તેમજ ૧૯મી સદીની કેટલીક ઐતિહાસિક વસ્તુઓ મંત્રમુગ્ધ કરી દેશે.

૬. ક્રિસ્ટ ચર્ચ
શિમલાના મોલ રોડ પાસે આવેલું ક્રિસ્ટ ચર્ચ આર્કિટેક્ચરનો શ્રેષ્ઠ નમુનો છે જેને જોવા માટે તો અચૂકપણે જવું જ પડે. એવું કહેવામાં આવે છે કે આ ચર્ચ ઉત્તરભારતના સૌથી જુના ચર્ચમાંનું એક છે અને અહીનું રાતનું લાઈટીંગ ખુબ જ સુંદર હોય છે.

૭. શિમલા રિસર્વ ફોરેસ્ટ સેન્ચુરી
આ અભયારણ્યમાં તમને ચિત્તો જંગલમાં મુક્તપણે ફરતો જોવા મળે છે. આટલું જ નહિ, હિમાલયની સમડી જેવા અલૌકિક પક્ષી પણ જોવા મળી શકે છે. જો તમને વાઈલ્ડ લાઈફ વિશે જાણવાનો તેમજ જોવાનો શોખ હોય તો આ જગ્યા તમારા માટે જ છે.

લેખન.સંકલન : યશ મોદી