શું તમે જાણો છો મૃત્યુ પછી કેમ કરવામાં આવે છે તેરમું? જાણો તેની પાછળનું શું છે રહસ્ય

આ પૃથ્વી પરનું સનાતન સત્ય એ છે કે, જે સજીવ જન્મ લે છે, તેનું એક ને એક દિવસ મૃત્યુ થાય જ છે. અને મૃત્યુને સામાન્ય ભાષામાં સમજવું હોય તો સજીવ શરીરમાંથી આત્મા છૂટો પડીને જતો રહે, એટલે તેને મૃત્યુ માનવામાં આવે છે. પછી એ આત્મા પુનર્જન્મ લઈને બીજા શરીરમાં પ્રવેશે છે. ઘણા લોકો પુનર્જન્મમાં માને છે, તો ઘણા નથી માનતા.

image source

પરંતુ, દરેક ધર્મમાં પુનર્જન્મ વિષે કહેવામાં આવ્યું છે. મનુષ્યના કર્મ અનુસાર એને અલગ અલગ યોનિમાં જન્મ આપવામાં આવે છે. પણ મૃત્યુ અને બીજા જન્મ વચ્ચેના અંતરાળમાં આત્માનું શું થાય છે? મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે? ઘણા ઓછા લોકો આ બાબતે જાણે છે. આજે અમે તમને તેના વિષે થોડી માહિતી આપવા જઈ રહ્યા છીએ.

image source

બધા લોકોનું જન્મ અને મૃત્યુ નિશ્ચિત જ હોય છે, એકના એક દિવસતો જે જન્મેલા વ્યક્તિનું મૃત્યુ થાય જ છે. આપણે ત્યાં સોળ સંસ્કારોમાં અંતિમ સંસ્કારને સ્થાન આપવામાં આવ્યુ છે. તમામ રીતિ રિવાજ સાથે મૃત્યુ બાદ તેરમાની વિધિ કરવામાં આવે છે. પુરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પિંડદાન કરી તેર બ્રાહ્મણોને સાત્વિક ભોજન કરાવવામાં આવે છે. માન્યતા છે કે આવી વિધિ કરવાથી મૃતકના તમામ પાપોનો નાશ થાય છે.

image source

જીવાત્મા યમલોક સુધી જાય ત્યારે તેને મુશ્કેલીઓ નડતી નથી. આથી જ આપણે ત્યાં તેરમાનુ ખુબ મહત્વ રહેલું છે. કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો હિન્દુ ધર્મના શાસ્ત્રો મુજબ તેર દિવસ સુધી સુતક લાગે છે, જેમાં અગિયારમા, બારમા અને તેરમાની વિધિ કરવામાં આવે છે, અને પીંડ દાન કર્યા બાદ સુતક માંથી મુક્તિ મળે છે.

તેરમાની વિધિ પાછળ વૈજ્ઞાનિક કારણ :

image source

આપણે ત્યાં દરેક રીત રિવાજ પાછળ કોઇને કોઇ ધાર્મિક માન્યતાઓ જોડાયેલી જ હોય છે, તેની સાથે સાથે કેટલાક વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલ હોય છે. વૈજ્ઞાનિક દૃષ્ટી કોણથી જોઇએ તો જો કોઇ વ્યક્તિ તેર થી વધારે દિવસ ઉદાસ રહેતો હોય તો તે ડિપ્રેશનનો ભોગ બને છે. ત્યાર પછી તેમાંથી તે નિકળી શકતો નથી. સ્વાસ્થ્યને ઠીક કરવા માટે કોઇ પણ વ્યક્તિ તેર દિવસની અંદર શોકમાંથી બહાર આવે તે જરૂરી છે. મેન્ટલ હેલ્થ ઇન્સ્ટીટયુટમાં આ સાબીત થયેલુ છે.

image source

ડબ્લ્યુએચઓ એ ઇન્ટરનેશનલ ક્લાસી ફિકેશન ઓફ ડિઝીઝ અને અમેરિકન ફીઝિયાટ્રીક સોશાયટી દ્વારા વિસ્તારથી અધ્યયન કરવામાં આવ્યુ છે. શોક અને ઉદાસીમાંથી જો તેર દિવસમાં બહાર ન નીકળી શકાય તો માનસિક રોગ ઘેરી લે છે, આથી મૃત્યુના તેરમાં દિવસે એટલે કે તેરમુ કરીને શોકમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!