આ શ્રમજીવી પરિવારને ઉંઘમાં જ મળ્યું મોત, રસ્તા પર લોહીના ખાબોચીયા ભરાયા

સુરત નજીક ગઈ રાત્રે એક ગોજારી ઘટના સામે આવી છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જાય ગયો છે. આ દુર્ઘટના અંગે વાત કરીએ તો ગઈ રાત્રે કિમ-માંડવી રોડ પર આવેલા પાલોદગામ નજીક ફૂટપાથ પર રાત્રે સુઈ રહેલા મજૂર પરિવાર પર ડમ્પર ફરી વળતાં 12 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય 8ને ગંભીર ઈજા થતા સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3 લોકોના સારવાર દરમિયાન મોત નીપજતાં કુલ મૃત્યુંઆંક 15 પર પહોંચ્યો હતો.

ડમ્પર ચાલક અને ક્લિનરની ધરપકડ

image source

આ દુર્ઘટાની જાણ થતાં જ સુરત જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તાત્કાલિક પોલીસે ડમ્પર ચાલક અને ક્લિનરની ધરપકડ કરી હતી. જો કે મહત્વની બાબત એ છે કે ડમ્પરચાલક પકડાયો ત્યારે ચિક્કાર પીધેલી હાલતમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. દારૂના નશામાં ડ્રાઈવરે 15 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ બાસવાડાના કુશલગઢના વતની અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પાંચથી છ પરિવારો છેલ્લાં પાંચ વર્ષથી પાલોદ પાસે રહેતા હતા. દરમિયાન સોમવારે મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ કિમથી માંડવી તરફ આવી રહેલા ડમ્મર ચાલકે સૌ પહેલા કિમ ચાર રસ્તા તરફ જતા શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી. ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ડમ્પરચાલકે વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો.

ડ્રાઈવર નશામાં હતો

image source

જો કે ડમ્પરની સ્પિડ પણ વધારે હતી અને બીજી તરફ ડ્રાઈવર નશામાં હતો. ટ્રેકટ્રને ટક્કર માર્યા બાદ ડમ્પર રસ્તાના કિનારે આવેલા ફૂટપાથ પર ચઢી જતાં ત્યાં આરામથી સૂતેલા 20 શ્રમિકને કચડી નાખ્યા હતા. દિવસે કામ કરીને થાકેલા મજૂરોને ખબર નહોતી રાત્રે આવી રીતે ડમ્પર મોત બનીને આવશે. આરામથી સુઈ રહેલા શ્રમિક પરિવારો પર ડમ્પર ચઢી જતાં 12નાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે 8 લોકોને ગંભીર હાલતમાં સુરત સ્મિમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બીજા ત્રણ લોકોના મોત થયા હતા. આમ આ અક્સ્માતમાં કુલ 15 લોકોના મોત થયા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

image source

લાશોના ઢગલા જોઈને કોઈ પણ વ્યક્તિનું હ્યદય દ્રવી જાય. ઉંઘમાં જ મોતને ભેટેલા શ્રમિકો પર ડમ્પર ચઢી જતાં મોટા ભાગના મૃતકોની ડેડબોડી કચડાઈ ગઈ હતી. તો બીજી તરફ એકસાથે 12 લોકોનાં મોત થતાં ઘટનાસ્થળે લોહીનાં ખાબોચિયા ભરાઈ ગયાં હતાં. આવી હાલત વચ્ચે પોલીસકર્મીઓએ લોહીથી લથબથ 12 મૃતદેહોને ટેમ્પોમાં ભરીને હોસ્પિટલમાં મોકલી હતી.

મોતને ભેટેલા હતભાગીઓ

દિલીપ ઠકરા

શોભના રાકેશ

સફેશા ફ્યુચઇ

નરેશ બાલુ

દિલીપ ઠકરા

મુકેશ મહીડા

વિકેશ મહીડા

મનીષા

લીલા મુકેશ

એક વર્ષનો છોકરો

બે વર્ષની છોકરી

ચધા બાલ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ