જાણો કંગનાથી લઈને પરેશ રાવલ સુધીના બોલીવૂડ સેલેબ્સે વેક્સિનેશનના પ્રોગ્રામને લઈને શું કહ્યું…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે એટલે કે 16મી જાન્યુઆરીના રોજ વિશ્વનમાં સૌથી મોટા કોરોના વેક્સીનેશનના અભિયાનની શરૂઆત કરી છે. કોરોના વેક્સીનના રસીકરણના કાર્યક્રમને બોલિવૂડ સેલેબ્સે ખૂબ સપોર્ટ કર્યો છે. કંગના રનૌતથી લઈને પરેશ રાવલ સુધી કેટલાએ બી-ટાઉન સેલેબ્સે આ અભિયાનનું સ્વાગત કર્યું છે અને સોશિયલ મિડિયા દ્વારા આનંદ વ્યક્ત કર્યો છે.

image source

તમને જણાવી દઈ કે કોરોના વાયરસે ભારત સહિત આખી દુનિયાને પોતાની બાનમા લઈ લીધી છે. દેશમાં હવે કોરોના વેક્સીન આવી ગઈ છે અને તેનું રસીકણ પણ શરૂ થઈ ગયું છે. કેટલાએ મહિનાઓના સંઘર્ષ, બાદ વૈજ્ઞાનિકોને કોરોનાની વેક્સિન બનાવવામાં સફળતા મળી છે.

કોરોના રસીકણના આ અભ્યાનને વધાવી લેતા કંગના રનૌતથી લઈને પરેશ રાવલ જેવા સેલેબ્સે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પરથી આ રસીકરણનું સ્વાગત કર્યું છે.

કંગના રનૌતે પોતીના ટ્વીટર હેન્ડલ પર એઈમ્સ ડીરેક્ટરની વેક્સિન શોટ લેતી એક વિડિયો શેર કરતાં લખ્યું છે, ‘અદ્ભુત !! રાહ નથી જોઈ શકતી.’
ત્યાર બાદ એરલિફ્ટ ફિલ્મની અભિનેત્રી નીમ્રત કૌરે પણ પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી ટ્વીટ કરતા લખ્યું છે, ‘ વિશ્વના સૌથી મોટા રસીકરણ પ્રોગ્રામના આજના આ યાદગાર દિવસ પર તબિબિ શાખાના લોકોને બેસ્ટ ઓફ લક વિશ કરી રહી છું.’

આ ઉપરાંત ધર્મેન્દ્રની પુત્રી અભિનેત્રી ઇશા દેઓલે પણ પોતાના ટવીટર હેન્ડલ પરથી રસીકરણની ક્ષણને આવકારી હતી. તેણીએ લખ્યું હતું. ‘અભિનંદન #ઇન્ડિયા અને @PMOIndia #VaccineForIndia # VaccinationDrive આજથી આપણા દેશમાં શરૂ થઈ ગઈ છે. #જયહિન્દ’

તે સાથેસાથે પરેશ રાવલે, ગુરમીત ચૌધરી, કુણાલ કપૂર અને બીજા ઘણાબધા સ્ટાર્સે પણ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પરથી આ ક્ષણને વધાવી લીધી હતી.

તમને જણાવી દઈ કે કોરોના વાયરસે અત્યાર સુધીમાં વિશ્વના 9.5 કરોડ લોકોને સંક્રમિત કર્યા છે, અને 20 લાખ કરતાં પણ વધારે લોકોનો ભોગ લીધો છે. જો કે તેમાંથી 5.23 કરોડ લોકો સાજા થઈ ગયા છે. હવે જો ભારતની વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધીમાં 1.06 કરોડ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

image source

જેમાંથી 1.02 કરોડ લોકો સાજા થઈ ગયા છે પણ દુઃખ જનક વાત છે કે તેના કારણે 1.52 લાખ લોકોના ભારતમાં મૃત્યુ થયા છે. ગુજરાત પણ કોરોના વાયસથી ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 2.56 લાખ લોકોને કોરોના વાયરસનું સંક્રમણ લાગી ચુક્યું છે. જેમાંથી 2.45 લાખ લોકો સાજા થઈ ગયા છે પણ દુઃખ જનક વાત એ છે કે તેના કારણે ગુજરાતમાં 4365 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ