કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યા હતા જીવનમાં ખુશ રહેવાના આ ૫ સરળ ઉપાયો…

જીવનમાં દરેક સુખી રહેવા માંગે છે, કોઈ પણ વ્યક્તિ અસ્વસ્થ લોકો સાથે રહેવા માંગતું નથી. ઘણા લોકો ખૂબ ખુશ હોય છે, આપણે તેમની આદતો અને માનસિકતાને જાણવા માટે ઘણો સમય બગાડતા હોઈએ છીએ. આપણે આખો દિવસ આવી ઘણી ભૂલો કરીએ છીએ, જેના કારણે આપણી ખુશીનો નાશ થાય છે. જે લોકો ખુશ છે તે ભૂલો કરતી નથી. આખો દિવસ સંપૂર્ણતા સાથે પોતાનું કાર્ય કરે છે. ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રની ભૂમિ પર અર્જુનને કર્મ અને ધર્મ શીખવ્યાં હતા ત્યારે તેને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ગીતામાં માનવ જાતને લગતી બધી બાબતો જણાવી છે. તે કઈ બાબતો છે તેના વિષે આપણે જાણીએ.

ટીકા:

image source

જે લોકો સુખી હોય છે તે કોઈની ટીકા કરતા નથી. તેઓ માને છે કે આ રીતે તેઓ બીજાની ટીકા કરીને પોતાની ખુશીને ખતમ કરે છે. આની સાથે, તેનો સ્વભાવ ખૂબ સરળ રાખે છે અને તે તેની સાથે બીજાની ખુશીની સંભાળ પણ રાખે છે.

તુલના:

image source

જે લોકોને જીવનમાં સંતોષ હોય તેવા લોકો જ જીવનમાં ખુશ રહેવા માટે સક્ષમ છે. તેઓ જેની પાસે છે તેના માટે તેમનો આભાર વ્યક્ત કરે છે. તેઓ તેમના જીવનની તુલના બીજાના જીવન સાથે કરતા નથી. તે કોઈ પણ વ્યક્તિ સાથે તેની તુલના કાતો નથી. તેનાથી તે હંમેશા જીવનમાં ખુશ રહે છે.

ફરિયાદ:

image source

દરેક બાબતે ફરિયાદ કરવી એ એક ખરાબ લક્ષણ માનવામાં આવે છે જે તમને એકાગ્ર થવા દેતું નથી. આની સાથે તમે જીવનમાં જે પ્રાપ્ત કરવા માંગો છો તે તમે મેળવી શકતા નથી. સુખી લોકો એ હકીકત સમજે છે કે ફરિયાદ કરવી એ સમાધાન નથી. તેના માટે તે નાની નાની વાતમાં કોઈ ફરિયાદ કરતા નથી તેથી તાના જીવનમાં તે હંમેશા ખુશ રહે છે.

ભૂતકાળથી અંતર:

image source

ભૂતકાળમાં ખોવાયેલા લોકો હંમેશા નિરાશ જ રહે છે. ભૂતકાળમાં બનેલી ઘટનાઓ વિશે આપણે વિચારીએ છીએ, પરંતુ આ ફક્ત સમયનો વ્યય છે. તેના કારણે આપણે વર્તમાનમાં જીવી શકતા નથી. આપણે વિતાવેલા સમય વિષે જ વિચાર કરતા રહીએ છીએ તેના કારણે આપને ક્યારેય ખુશ રહી શકતા નથી. તેથી તમારે પણ ખુશ રહેવું હોય તો તમારે ભૂતકાળને પાછળ મુકીને આગળ વધવું જોઈએ. તે લોકો જ ખુશ રહે છે જે સમયની સાથે ચાલે છે.

લીધેલા નિર્ણયોની ચિંતા કરવી નહિ :

image source

જેઓ હંમેશાં ખુશ રહે છે, તેઓ તેમના જીવનમાં માટે લીધેલ નિર્ણયોનું પરિણામ શું થશે તેની ઉપાધી નથી કરતા હોતા. આથી તેઓ તેમના જીવનમાં હંમેશાં ખુશ રહી શકે છે અને સ્વતંત્રતા તેમનું જીવન જીવે છે. તે લીધેલા નિર્ણય વિષે વધારે વિચાર કરતા નથી તે હંમેશા સમય સાથે ચાલે છે તેથી તે હંમેશા ખુશ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ