ગોવિંદાના ફિલ્મી કેરિયરની એ સૌથી મોટી ભૂલ, જેનો તેને આજે પણ છે પછતાવો

બોલીવુડ અભિનેતા ગોવિંદા એક એવું નામ છે જેને આજે બધા જાણે છે. આજે તેમનો જન્મ દિવસ છે. તેની પ્રતિભા જગજાહેર છે તેની સ્ટાઈલ દુનિયાભરમાં ટ્રેન્ડ થાય છે. પરંતુ 90 ના દાયકામાં ગોવિંદાનું જે સ્ટારડમ જોવા મળતું હતું તે હવે ગાયબ થઈ ગયું છે. ગોવિંદાને ઘણી વાર અતિથિ તરીકે તો ઘમી વાર બોલાવવામાં આવે છે, પરંતુ હવે તેની તે હિટ ફિલ્મો આપવાની પ્રક્રિયા બંધ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, સવાલ એ થાય છે કે એવુ તે 90ના દાયકામાં શું થયું કે ગોવિંદાની ફિલ્મી કરિયર અચાનક થંભી ગઈ?

90ના દાયકાનો સુપરસ્ટાર કેવી રીતે પડ્યો ફીકો ?

 

View this post on Instagram

 

A post shared by Govinda (@govinda_herono1)

હવે જે પ્રશ્ન દરેકના મગજમાં આવે છે, ગોવિંદાએ એક વાર તેનો જવાબ આપી દીધો. તેમણે ભાઈભત્રીજાવાદ અંગે વાત ન કરી, પરંતુ બોલિવૂડમાં ઘણા પાવર સેન્ટર્સની ચોક્કસપણે વાત કહી હતી. તે સમયે ગોવિંદાએ સ્વીકાર્યું કે કોઈ મોટા જૂથ સાથે સંકળાયેલું ન હોવું તેની કારકિર્દી માટે ખૂબ નુકસાનકારક હતું. જો તે કોઈ મોટા હાઉસ અથવા કોઈ જૂથ સાથે સંકળાયેલ હોત તો તેને સારી ફિલ્મો મળી હોત. તેણે કહ્યું હતું- બોલિવૂડ એક મોટું કુટુંબ છે, જો તમે બધા સાથે હળી મળીને રહો છો તો તમે ટકી શકશો. જો તમે તે પરિવારના સભ્ય છો તો તમે સારૂ કામ કરી શકશો. તમે તે કુટુંબનો ભાગ છો, તો તમે સારું કામ કરશો. આમ તો ગોવિંદાને એવું પણ લાગે છે કે તેના મુશ્કેલ સમયમાં, બીજા ઘણા લોકોએ પણ તેની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. આ કારણોસર તેઓ મુશ્કેલીમાંથી બહાર આવવાને બદલે વધુ મુશ્કેલીમાં ફસાતા ગયા.

ડેવિડ ધવન સાથેનો વિવાદ કોઈથી છુપાયેલો નથી

image source

મહત્વપૂર્ણ છે કે ગોવિંદાનો દિગ્દર્શક ડેવિડ ધવન સાથેનો વિવાદ કોઈથી છુપાયેલો નથી. જે ડાયરેક્ટર સાથે ગોવિંદાએ તેની કારકિર્દીની બધી હિટ ફિલ્મો આપી, જે ડિરેક્ટરની સાથે તેણે પોતાના માટે સુપરસ્ટારનો ખિતાબ મેળવ્યો અને હવે એ સ્થિતિ એ છે કે તે તેની સાથે કામ કરવા પણ ઇચ્છતો નથી. ગોવિંદાએ ડેવિડ ધવન સાથે શોલા ઔર શબનમ, કુલી નંબર 1, સાજન ચલે સસુરાલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ આ બધુ હોવા છતાં વર્ષ 2000 પછીથી ગોવિંદા પોતાનો એ દરજ્જો ગુમાવી દીધો, જેના માટે તેઓ જાણીતા હતા. તેમણે સહાયક તરીકે ચોક્કસપણે સારું કામ કર્યું, પરંતુ તેની મુખ્ય અભિનેતાની છબી અદૃશ્ય થઈ ગઈ.

જ્યારે તાજ હોટલમાં ન મળી નોકરી

image source

ગોવિંદાનો જન્મ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા પરિવારમાં થયો હતો. તેમના પિતા અર્જુન આહુજાએ લગભગ 40 ફિલ્મો કરી અને પછી ઇન્ડસ્ટ્રી છોડી દીધી. તેમની માતા નિર્મલા દેવી એક જાણીતી શાસ્ત્રીય ગાયિકા અને અભિનેત્રી હતી. ગોવિંદાનું પ્રારંભિક જીવન ગરીબી અને સંઘર્ષમાં વીત્યું હતું. તેમનો પરિવાર મુંબઇના કાર્ટર રોડના બંગલામાં રહેતો હતો, પરંતુ જ્યારે તેના પિતાની કારકીર્દિ ડૂબવાની શરૂ થઈ ત્યારે તેણે બંગલાને ગીરવી રાખીને એક ફિલ્મ બનાવી. આ ફિલ્મ ચાલી નહીં અને તે વિરારમાં શિફ્ટ થઈ ગયા.

image source

ગોવિંદાનો જન્મ પણ અહીં જ થયો હતો. જેમ જેમ તે મોટો થયો, ગોવિંદા અને તેની માતા પરિવારની જવાબદારી હેઠળ આવી ગયા. ગોવિંદા કોમર્સમાંથી સ્નાતક થયો. આ પછી, તે એક ઓફિસથી બીજી ઓફિસમાં નોકરી શોધી રહ્યો હતો. એક દિવસ તે મેનેજરની નોકરી માટે મુંબઈની તાજ હોટેલ પહોંચ્યો. પરંતુ તેને આ નોકરી મળી નહી.

image source

ગોવિંદાએ આ નોકરી વિશે કહ્યું કે, “હું તે નોકરી મેળવી શક્યો નહીં કારણ કે હું અંગ્રેજી બોલી શકતો નહોતો. હું તેમની સામે બોલી શકતો ન હતો.” ગોવિંદા કહે છે કે તેને તેના માતાપિતાને કારણે કામ મળ્યું નહી. તેના માતાપિતાએ આ ઇન્ડસ્ટ્રી છોડી અને તે ઉદ્યોગમાં જોડાયો ત્યાં સુધીમાં, ત્યાં 33 વર્ષનો ગાળો આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ