શિવ ભક્તે કરી વિશિષ્ઠ તપસ્યા, સ્કેટિંગ કરીને ૧૨૫ કિમી. અંતર પૈડાંથી કાપ્યા અને પહોંચ્યો કાશી…

આ આધુનિક ભક્ત ચાલીને કે ઘસડાઈને નહીં પરંતુ પૈડાંવાળા સ્કેટસ ઉપર ચાલીને પહોંચ્યો કાશીએ… જાણો કેવી હશે તેમની આ અનોખી યાત્રા… શિવ ભક્તે કરી વિશિષ્ઠ તપસ્યા, સ્કેટિંગ કરીને ૧૨૫ કિમી. અંતર પૈડાંથી કાપ્યા અને પહોંચ્યો કાશી… સ્કેટિંગ કરતાં ૧૨૫ કિ.મી કાપીને અને પહોંચ્યા આ અનોખા ભક્ત કાશીએ…


આપણે ક્યારે કોઈ અઘરી યાત્રા કે પ્રવાસ વિશે વાત કરતાં હોઈએ ત્યારે બોલતાં હોઈએ છીએ કે આ સંઘ કાશીએ પહોંચે તો સારું. આ કાશીએ પહોંચવું કેટલું અઘરું અને અગત્યનું હોય છે એના આપણી ઘાર્મિક સંસ્કૃતિમાં અનેક ઉદાહર જોવા મળે છે. પ્રાચિન સમયમાં કોઈ બાળકને જ્ઞાન પ્રાપ્ત કરવા યજ્ઞોપવિત આપવાના હોય ત્યારે પણ તેને સંસ્કાર મેળવવા બટુકને કાશીએ મોકલવાની પ્રથા હતી. એવી જ રીતે મોક્ષની પ્રાપ્તિ માટે પણ કાશીએ જવાનું મહત્વ આંકવામાં આવ્યું છે.


શ્રાવણ માસ શરૂ થતાં જ શિવ ભક્તોની લાંબી કતારો અનેક શિવાલયોમાં જોવા મળે છે પરંતુ મહાદેવનું આ મંદિર અતિશય મહત્વ ધરાવે છે. અહીં દૂર દૂરથી ભક્તો લાખોની સંખ્યામાં આ માસ દરમિયાન દર્શન કરવાનો લાભ મેળવવા આવે છે. અનેક લોકો માનતા પૂરી કરવા પહોંચે છે તો કેટલાંય લોકો બાધા રાખવા પણ આવતાં હોય છે. સૌ સૌની ભક્તિ વ્યક્ત કરવાની રીત જૂદી હોઈ શકે છે.


દરેક વ્યક્તિ પોતાની શક્તિ અને સામર્થ્ય મુજબ પોતાની ભક્તિ કરે છે. પહેલાંના યુગોમાં એક પગે તપ કરવા જેવા આકરા અનુષ્ઠાન કરાતા આજના જમાના લોકો પણ પોતાની રીતે નવી રીતના તપ અનુષ્ઠાન શોધી જ લેતાં હોય છે. આવો, આજે અમે તમારા માટે એવા જ એક ભક્તની વાત લઈને આવ્યાં છીએ જે ચાલીને કે ઘસડાઈને નહીં પરંતુ પૈડાંવાળા સ્કેટસ ઉપર ચાલીને પહોંચ્યા છે કાશીએ…


આખો શ્રાવણ મહિનો કાવડ લઈને ભક્તો મા ગંગાનું પવિત્ર જળ લઈને જળાભિષેક કરવા માટે લાખોની સંખ્યામાં દેશના વિવિધ સ્થાનોએથી પગપાલા પહોંચે છે. પરંતુ આવા સમયે અનેક લોકો પરંપરાગત રીતને બદલે કંઈક નવું કરીને અનોખી રીત પણ અપનાવીને આકર્ષણનું કેન્દ્ર બની જતાં હોય છે. આ વખતે એક ભક્તની અનોખી લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે આ ભક્ત, જાણો એમણે એવું શું કર્યું…

પ્રયાગરાજના સ્થાનિક સ્કેટિંગ કરીને પહોંચશે કાશી…


પ્રયાગરાજ જીલ્લામાં રહેતા દીપક યાદવ સ્કેટિંગની મદદથી ૧૨૫ કિ.મી. લંબાઈની યાત્રા કરવાની યોજના બનાવી રહ્યા છે. શ્રાવણ માસની શરૂઆત પછી, રવિવારના રોજ, તેઓ પ્રયાગરાજ પાસેથી પવિત્ર જળ લઈને દીપક અને તેમના મિત્રો કાશી વિશ્વનાથ જવા રવાના થઈ ગયા છે.

કેવી રહેશે તેમની આ અનોખી યાત્રા…


દીપક અને તેમના મિત્રો કલાક દીઠ આશરે ૨૫ કિલોમીટરની ઝડપે વારાણસી પહોંચ્યા. દીપકની આ સ્કેટિંગ યાત્રા જોઈને ત્યાંના સ્થાનિક લોકોમાં તેને જોવાની ઉત્સુક્તા વધી અને ચારેય તરફ તેનીચર્ચા થઈ રહી હતી. દીપક યાદવની આ સ્કેટિંગ યાત્રા જોવા માટે પણ ઘણા કિલોમીટર સુધી પણ ઘણા બાઇક રાઇડર્સ તેમની પાછળ ગયા હતા અને અનેક લોકો સડકને કિનારે તેમને જોવા માટે ઊભા રહ્યા હતા.

યાત્રામાં હશે થોડી કઠણાઈઓ પરંતુ…


આપને જણાવીએ કે આ કાવડ યાત્રીઓ માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ પ્રકારનું આયોજન થયું છે. જેમાં સડકને એક કિનારેથી આ પદયાત્રીઓ માટે એક લાઈન આરક્ષિત રાખવામાં આવશે. પરંતુ દીપક અને તેમના મિત્રોએ આ યાત્રા થોડી વહેલી જ શરૂ કરી દીધી છે અને પ્રયાગરાજથી પવિત્ર જળ લઈ જતા આવતા ભક્તો માટેના હાઇવે પરની પટ્ટીઓ માટે આરક્ષિત છે. તેમ છતાં હજુ તો આ સમયે, હાઇવેમાં પણ બાંધકામનું કામ ચાલી રહ્યું છે, અને આ રીતે, દીપકને માટે સ્કેટિંગ ટ્રીપ પૂર્ણ કરવાનું મુશ્કેલ બન્યું હતું.

કેવો રહ્યો દીપકનો સ્કેટ યાત્રાનો અનુભવ, જાણીએ…


દીપક કહે છે કે તેમણે છ વર્ષ પહેલાં સ્કેટ કરવાનું શીખવાનું શરૂ કર્યું હતું. આ વર્ષે, કંઈક અલગ રીતે ભગવાન શિવના જળાભિષેક કરવા જવાનો ઇરાદો હતો. તેમની સ્કેટિંગ કુશળતાની ક્ષમતાને આ વિચારને સમર્થન મળ્યું અને હું કાશી વિશ્વનાથના મહાદેવના દરબારમાં અને તે પણ શ્રાવણ માસના પહેલા સોમવારે પહોંચવાનો સંકલ્પ પૂર્ણ કરી શક્યો. અમે સૌએ બાબા વિશ્વનાથના નિજ મંદિરમાં જઈને જળાભિષેક કરવાનો લાભ લેવાનો અનોખો અવસર મળ્યો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ