ના પડદાના ખૂબ જ જાણીતા અભિનેતા નકુલ મહેતા અને એમની પત્ની જાનકી પારેખ જલ્દી જ માતા પિતા બનવા જઈ રહ્યા છે. એકટર નકુલ મહેતાએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ખૂબ જ હૃદયસ્પર્શી વિડીયો શેર કરીને પોતાની પત્ની જાનકી પારેખની પ્રેગ્નનસીની ઘોષણા કરી છે.

એકટર નકુલ મહેતાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વીડિયોની સાથે પોતાની વાઈફ જાનકી પારેખના કેટલાક ફોટા પણ શેર કર્યા છે, આ ફોટામાં જાનકી પારેખ પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે.

નકુલ મહેતા અને જાનકી પારેખે પોતપોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ગુડ ન્યૂઝ અંગે પોતાના ફેન્સને જાણકારી આપી છે.

જાનકી પારેખે પોતાના બેબી બમ્પની સાથે પોતાની પ્રેગ્નનસીની ગુડ ન્યૂઝ પોતાના ફેન્સ સાથે શેર કરતા લખ્યું છે કે “અમારું લોકડાઉન ક્યારેય જરાય બોરિંગ નથી રહ્યું. હવે અમે વધારે રાહ નથી જોઈ શકતા. આ અમારી મોટી સાહસિક શરૂઆત છે.”

નકુલ મહેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ખૂબ જ હૃદયસ્પર્શી વિડીયો શેર કર્યો છે એમાં બતાવવામાં આવ્યું છે કે બાળપણના મિત્રો નકુલ મહેતા અને જાનકી પારેખ કેવી રીતે મિત્રો બન્યા, બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા અને હવે જલ્દી જ એ પોતાના પહેલા બાળક વિશે આશાઓ રાખી રહ્યા છે. નકુલ મહેતાએ આ વીડિયો શેર કરતાની સાથે કેપ્સનમાં લખ્યું છે કે “બેસ્ટ ફ્રેન્ડ, બેસ્ટ મિસેસ અને હવે આ…”
View this post on Instagram
નકુલ મહેતા અને જાનકી પારેખ દ્વારા પોતાના માતાપિતા બનવાની ગુડ ન્યૂઝની ઘોષણા થઈ એ સાથે જ આ કપલને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે એકટર નકુલ મહેતાએ ટીવી શો પ્યાર કા દર્દ હે મીઠા મીઠા પ્યારા પ્યારાથી ટેલિવિઝન કરિયરમાં ડેબ્યુ કર્યું હતું. આ સીરિયલમાં તેમને આદિત્યનું પાત્ર ભજવ્યું હતું આ પાત્રને એમના ફેન્સે ખૂબ જ પસંદ પણ કર્યું હતું. આ ઉપરાંત નકુલ મહેતાએ ઇશ્કબાઝ સીરિયલમાં સિવાય ઓબરોયનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર દ્વારા જ નકુલની લોકપ્રિયતામાં વધારો થયો હતો.આ સિવાય નકુલ મહેતાએ ઈંડિયાઝ ગોટ ટેલન્ટ નામનો રિયાલિટી શો પણ હોસ્ટ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે નકુલ મહેતાની પત્ની જાનકી પારેખ એક સિંગર છે. અને નકુલ મહેતાએ 28 જાન્યુઆરી 2012માં જાનકી પારેખ સાથે લગ્ન કર્યા હતા.અને આજે એક સફળ દામ્પત્યજીવન જીવી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ