ગજબ ભાઈ ગજબ, દુબઈની રાજકુમારી પત્નીએ બોડીગાર્ડ સાથે જ બાંધ્યા આડા સંબંધો, આ રીતે ફૂટ્યો ભાંડો

લવ અફેર એવી વાત છે કે જે ગામડેથી લઈ દેશ વિદેશમાં થતાં રહે છે. આપણે રોજ કોઈને કોઈ ખુણેથી અનૈતિક સંબંધોનના સમાચાર વાંચવા મળે છે. ત્યારે હવે એક નવો કિસ્સો વિદેશની ધરતી પરથી બહાર આવ્યો છે અને જે જાણીને તમે ચોંકી જશો. દુબઈના શાસક મોહમ્મદ બિન રાશિદ આ મકતૂમની રાજકુમારી પત્નીનું પોતાના બોર્ડીગાર્ડ સાથે જ અફેર ચાલી રહ્યું હતું.

image source

રાજકુમારી હયાએ બોડીગાર્ડને પોતાના સબંધો વિષે ચુપ રહેવા માટે લગભગ 12 કરોડ રૂપિયા આપ્યા હતાં. આ સાથે જ એવુ પણ માનવામાં આવે છે કે, રાજકુમારી હયાએ અન્ય ત્રણ બોડીગાર્ડને પણ રસેલ સાથેના પોતાના સંબંધોને લઈ ચુપ રહેવા માટે કરોડો રૂપિયા આપ્યા હતાં. રાજકુમારી હયા 218માં દુબઈથી ભાગી ગઈ હતી અને હાલ લંડનમાં રહે છે. તે બે બાળકોની માતા છે.

image source

બ્રિટનની કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીના આધારે આ દાવો કરવામાં આવ્યો છે. દુબઈના શાસકે રાજકુમારી હયાને કોઈ જ જાણકારી આપ્યા વગર જ શરિયા કાયદા અંતર્ગત ફેબ્રુઆરી 2019માં તલાક આપી દીધા હતાં. મળતી માહિતી પ્રમાણે રાજકુમારી હયાનો બોર્ડીગાર્ડ પણ પરણેલો હતો. પરંતુ અફેરના કારણે બોર્ડીગાર્ડના લગ્ન તુટી ગયા હતાં. રાજકુમારી હયાએ દુબઈ છોડી દીધું છે અને છેલ્લા કેટલાક વર્ષોથી બ્રિટનમાં જ રહી રહી છે. બાળકોની કસ્ટડીને લઈને રાજકુમારી હયાએ બ્રિટનની અદાલતમાં કેસ કર્યો હતો અને હયાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.

image source

માનવામાં આવે છે કે, હયાનું આ અફેર 2016માં શરૂ થયું હતું. ઉલ્લેખનીય છે કે, રાજકુમારી હયા તેના બોર્ડીગાર્ડને ખુબ જ મોંઘી ભેટ સોગાદો આપતી હતી જેમાં 12 લાખ રૂપિયાની ઘડીયાળ અને 50 લાખની બંદુક જેવી ચીજવસ્તુઓ પણ શામેલ હતી. રાજકુમારી હયા દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની છઠ્ઠી અને સૌથી નાની ઉંમરની પત્ની હતી. 46 વર્ષની રાજકુમારી હયાનું 37 વર્ષના બ્રિટનનો નાગરિક રસેલ ફ્લોવર સાથેનું અફેર લગભગ 2 વર્ષ ચાલ્યું.

image source

દુબઈના શાસકની રાજકુમારી પત્ની આ રીતે પોતાના પ્રેમી પાછળ પાગલ હતી. પ્રિન્સેસ હયા પોતાના બ્રિટિશ બૉડીગાર્ડ પાછળ રૂપિયા લૂંટાવતી હતી અને ભાંડાફોટ થતાં ચારેકોર હાહાકાર મચી ગયો હતો. રાજકુમારી હયાએ પ્રેમીને 12 લાખ રૂપિયાની ઘડિયાળ આપવાની વાત પણ લોકોને નવાઈ પમાડે એવી હતી. કારણ કે ખુબ ઓછા લોકો આટલી મોંઘી ગિફ્ટ આપતા હોય અને એ પણ લગ્ન પછી પતિના બદલે પ્રેમીને. ત્યારે હવે સમ્રગ વિશ્વમાં આ ઘટનાની ચર્ચા કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ