પતિ રાજ કુંદ્રાએ બેડરુમની એવી સિક્રેટ વાત શેર કરી દીધી કે શિલ્પાએ જાહેરમાં સંતાડવું પડ્યું મોં, જાણો તો ખરા શું કહી દીધું એવું તો…

વેલેંટાઈન ડે એવો દિવસ હોય છે જેની રાહ વર્ષભર પ્રેમી પંખીડા કરે છે. આ દિવસની ઉજવણી જીવનસાથી પણ એકબીજા સાથે ખાસ રીતે કરતાં હોય છે. તેવામાં આ ખાસ દિવસે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાએ ખાસ વીડિયો શેર કર્યા છે. આ વીડિયો શિલ્પા અને રાજના ઈન્ટરવ્યુના છે. આ મુલાકાત દરમિયાન તેમણે પહેલીવાર એકબીજાના ફની બેડરુમ સીક્રેટ્સ શેર કર્યા છે. આ સાથે જ આ કપલે એક રસપ્રદ ચેલેન્જ પણ લોકો માટે રજૂ કરી છે.

image source

આ વીડિયો ક્લીપમાં રાજને શિલ્પા શેટ્ટીની પસંદગીની લવ સ્ટોરી કઈ છે તે પુછવામાં આવે છે. પરંતુ આ પ્રશ્નનો જવાબ રાજ આપી શકતો નથી અને તે જોઈ શિલ્પા આશ્ચર્યમાં પડી જાય છે. ત્યાર બાદ અચાનક રાજ ફિફ્ટી શૈડ્સ ઓફ ગ્રે નું નામ લે છે શિલ્પાની ફેવરેટ લવ સ્ટોરી તરીકે. જો કે આ જવાબ ખોટો હોય છે અને શિલ્પા શેટ્ટી ફરીથી ચોંકી ઊઠે છે કે રાજ સાચું કહી શકતો નથી. ત્યારબાદ રાજ જે કહે છે તે સાંભળી શિલ્પાના ફોલોવર્સ ચોંકી ઊઠ્યા છે. રાજ કહે છે કે, આ સોરી આ તો આપણું બેડરુમ સીક્રેટ હતું…. રાજ આ વાત બોલે છે અને શિલ્પા પહેલા હસી પડે છે અને પછી બે હાથ મોઢા પર રાખી મોં છુપાવી દે છે.

આ મુલાકાતનો વધુ એક ફની વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં શિલ્પા શેટ્ટી એકદમ ફની સીક્રેટ્સ શેર કરતી જોવા મળે છે. આ વીડિયોમાં શિલ્પા કહે છે કે તમારો પ્રેમ રાજમા અને છોલે ખાઈ હવા છોડે તો એ હવાના પ્રેમને પણ સહન કરવો પડે છે. આ વાત કહ્યા બાદ શિલ્પા અને રાજ બંને હસી પડે છે.

image source

આ વીડિયોને શેર કરી શિલ્પાએ મજેદાર કેપ્શન પણ લખ્યું છે. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘ દરેક લવ સ્ટોરી બીજાથી યૂનીક જ હોય છે અને હું તમારી લવ સ્ટોરી સાંભળવા માટે ઉત્સુક છું ‘. આ સાથે જ તેણે પોતાના ફેન્સને પણ ફોટો અને વીડિયો વડે પોતાની લવ સ્ટોરી ઈંસ્ટા પર શેર કરવા કહ્યું છે. શિલ્પાએ જણાવ્યું હતું કે બેસ્ટ 3 એન્ટ્રીને તેની તરફથી વેલેન્ટાઈન માટે સ્પેશિયલ હેંપર પણ મળશે.

image source

શિલ્પા અને રાજ કુંદ્રા બોલિવૂડના ફેમસ કપલમાંથી એક છે. બંને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના ફની વીડિયો શેર કરી લોકોનું મનોરંજન કરતા રહે છે. શિલ્પા અને રાજે વર્ષ 2009માં લગ્ન કર્યા હતા. બંનેના બે બાળકો છે એક પુત્ર વિયાન અને બીજી દીકરી સમીશા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ