૧૯૯૯ના વર્ષમાં વેલેન્ટાઇન ડેના દિવસે એકબીજાને કર્યું હતું પ્રપોઝ, આ અંધ કપલની લવ સ્ટોરી તમારા બધા ભ્રમ તોડી નાખશે!

હીર રાંઝા, વીર ઝારા, લેલા મજનુ અને આવી કંઈ કેટલી જોડી આ દુનિયાને પ્રેમ સમજાવતી ગઈ. પ્રેમના પાનામાં આ યુવગો સુવર્ણ અક્ષરે લખાઈ ગયા. ત્યારે આજે વેલેન્ટાઈન ડે. પ્રેમનો દિવસ અને ગમતા વ્યક્તિઓને પ્રેમ એકરાર કરવાનો દિવસ. સાદી ભાષામાં તેને સેટિંગ પાડવાનો અથવા ગોઠવાઈ જવાનો દિવસ પણ કહેવામાં આવે છે. તો આજે એક એવા કપલની વાત કરવી છે કે જેણે 1999માં વેલેન્ટાઈન ડે પર એકબીજાને પ્રપોઝ કર્યું હતું અને આજે પણ બન્ને સુખેથી દાંમપત્ય જીવન જીવી રહ્યા છે. આ દંપતી ભલે આંખે જોઈ શકતું નથી પણ આવનારા સમયમાં લોકો તેમના પ્રેમને બૂકમાં પોતાની જ આંખેથી વાચજે જરૂર.

વિરમગામ નજીકના થૂલેટા ગામમાં એક ગરીબ પરિવાર ખેતી કરતો હતો. એ પરિવારમાં 4 બહેનો અને એક ભાઈ. એમાની એક બહેન એટલે લલિતા પટેલ. લલિતાને પાંચ વર્ષે ઓરી થાય છે અને જેના લીધે તેની આખો જતી રહે છે. પછી ગામડામાં સ્પેશિયલ શાળામાં તેઓ ભણે છે. ધીરે ધીરે સંઘર્ષમાંથી તેનું જીવન પસાર થાય છે અને અમદાવાદ ભણવા આવે છે. તે સંગીતનો ક્લાસ કરતા હતા અને સાથે ઘણા મિત્રો પણ હતા. એમાં જ એક હતા મિતેષભાઈ સોની કે જેઓ પણ પ્રજ્ઞાચક્ષુ જ છે. પહેલા લલિતાને તો એવું કઈ હતું નહીં પણ મિતેષભાઈને એવું થયું કે લલિતા સાથે જીવન કાઢવું છે. પણ આજના યુવાનોની જેમ ક્યારેક કહેવાની હિંમત ન ચાલી.

મિતેષભાઈએ તેના મિત્રનો સહારો લીધો અને અમદાવાદમાં એલ ડી આર્ટસ કોલેજમાં બન્નેની એક મુલાકાત કરાવી. આ સાથે જ લલિતાના કાને વાત પણ પડી ગઈ કે મિતેષ તને ચાહે છે. હવે એ સમય ફોન કે વોટ્સઅપનો હતો નહીં એટલે મિતેષભાઈએ એક સરસ પત્ર લખ્યો અને લલિતા પાસે પહોંચાડ્યો. આ પત્ર મિતેષભાઈએ 1999ની સાલમાં વેલેન્ટાઈન ડેના દિવસે જ લખ્યો હતો અને પ્રપોઝ કર્યું હતું. જેમાં લખ્યું હતું કે લલિતા મને તું ગમે છે અને મારી તારી સાથે લગ્ન કરવા છે. આ પત્ર જોઈ લલિતા પણ હરખાઈ અને તેમના પ્રસ્તાવને સ્વીકારી લીધો. પછી બન્ને મળતા રહ્યાં અને હરતા ફરતા રહ્યા.

હવે મોટો પ્રશ્ન હતો પરિવારનો. કારણ કે મિતેષભાઈના પરિવારની ઈચ્છા નહોતી કે તે પ્રજ્ઞાચક્ષુ છોકરીને વહુ બનાવે. કેમ કે મિતેષભાઈને આંખે થોડુ દેખાતું હતું. મિતેષભાઈ ખુદ 16 છોકરી જોઈ ચૂક્યા હતાં, પણ લલિતા સિવાય ક્યાંય મન નહોતુ લાગતું. પછી મિતેષભાઈનો પરિવાર જેમ તેમ કરીને સમજે તો લલિતા ઘરે ઈન્ટરકાસ્ટને લઈ પ્રશ્નો આવ્યા. કારણ કે મિતેષભાઈ બ્રામણ અને લલિતા પટેલ. તો ફરીવાર બન્નેએ સંઘર્ષ કર્યો અને આખરે 30 જાન્યુઆરી 2020ના રોજ સુરેન્દ્રનગરની એક સંસ્થામાં લલિતાબેન અને મિતેષભાઈ હંમેશા માટે એકબીજાના થઈ ગયા.

લગ્ન પછીનો સંઘર્ષ હજુ એનાથી પણ આકરો છે. બન્ને પાસે જોબ હતી નહીં. મિતેષભાઈ એક દુકાને બેસતા અને જેમાથી ગુજરાન ચાલતું. પણ પછી લગ્નના 3 વર્ષ બાદ કોઈ કારણોસર ઘરમાં પ્રોમ્લેબના કારણે મિતેષભાઈને પરિવારથી દુર જવાનું થયું અને તેઓ અમદાવાદમાં આવી ગયા. પથી કાલુપુરમાં વજનકાંટો લઈને વજન માપીને પણ પૈસા કરતાં અને રમકડાની દુકાન પણ કરી. આવી રીતે બે પૈસા કમાઈને ઘર ચાલતું. ત્યારે કોઈ મકાન પણ ભાડે આપવા માટે તૈયાર નહોતુ, કારણ કે પૈસા જ ન હતા. પણ મિત્રો અને શિક્ષકોની મદદથી ધીરે ધીરે ગાડી પાટે ચડતી ગઈ.

ત્યારબાદ લગાતાર 5 વર્ષ સુધી પરીક્ષા આપી અને તનતોડ મહેનત કર્યા બાદ 2007માં બન્નેને જોબ લાગી. ભાવનગરમાં બન્ને સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવવા લાગ્યા. પછી ધીરે ધીરે તેમનો જીવન વિકાસ પ્રગતિના પંથે આવ્યો. હાલમાં મિતેષભાઈ અને લલિતાબેનને બે બાળકો પણ છે. એક દીકરી ગાયત્રી અને બીજો દીકરો શુભમ. પણ મિત્રો જીવનમાં જે પણ કંઈ અગવડો આવી, ખાવાના પણ ફાંફા પડ્યા, રહેવા માટે ઘર નહોતું, બન્ને પાસે આંખો નહોતી. પરિવાર વિરુદ્ધમાં હતા, પણ આ બધાની સામે તેમનો પ્રેમ જીત્યો. ત્યારે આ વેલેન્ટાઈન ડે પર લલિતા અને મિતેષના પ્રેમને સલામી આપવાનું મન થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ