દીકરો-દીકરી, જમાઈ-વહુઓથી પૌત્ર-પૌત્રી સુધી, જાણો કેવું છે શશિ કપૂરનુ Family

ડિસેમ્બસ મહિનામાં બોલીવૂડના જણીતા અભિનેતા શશી કપૂરની પુણ્યતિથિ આવતી હોય છે. વર્ષ 2017માં 4થી ડિસેમ્બરે લાંબી બીમારી બાદ 79 વર્ષની ઉંમરે તેમનું નિધન થઈ ગયું હતું. કપૂર ખાનદાનના ચિરાગ એવા શશિ કપૂર પૃથ્વી રાજ કપૂરના ત્રણ દીકરાઓમાંના સૌથી નાના દીકરા હતા. 1958માં શશિ કપૂરે જેનિફર કેંડલ સાથે લગ્ન કર્યા હતા, જેમનાથી તેમને ત્રણ બાળકો, કુણાલ, કરન અને સંજના કપૂર થયા.

image source

શશિ કપૂરના ત્રણે બાળકોએ બોલીવૂડમાં કેરિયર બનાવવાનો પ્રયાસ કર્યો પણ તેઓ નિષ્ફળ રહ્યા. કરણ કપૂરે ક્યારેક દેશનો જાણીતો મોડેલ હતો. સંજનાએ પણ હિંદી ફિલ્મોમાં કામ કર્યો તો કુણાલ કપૂર ફિલ્મ પ્રોડક્શન સાથે જોડાયેલા છે.

image source

શશિ કપૂરના દીકરા કરણ કપૂર 80ના દાયકામાં જાણીતા મોડેલ અને એક્ટર રહી ચૂક્યા છે. કરણ શશિ કપૂરના બીજા નંબરના સંતાન છે.
તેમના ભાઈ કુણાલ કપૂર છે. બહેન સંજના કરણ કપૂરથી નાની છે. કરણે બોલીવૂડની કેટલીએ ફિલ્મોમાં કામ કર્યું છે. 1978માં કરણ કપૂરે શ્યામ બેનેગલની ફિલ્મ જુનૂનથી બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો.

image soucre

તેઓ એક સફળ મોડેલ રહી ચુક્યા છે. કરણે સલ્તનત, લોહા, જલજલા અને 36 ચોરંગી લેન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. યુરોપિયન લૂકના કારણે કરણ હિન્દી ફિલ્મોમાં પોતાની જગ્યા ન બનાવી શક્યા.

image soucre

લાંબા સમય સુધી તેઓ મોડેલિંગની દુનિયામાં છવાયેલા રહ્યા. ફિલ્મ લોહામાં તેઓ મંદાકીની સાથે રોમાંસ કરતા જોવા મળ્યા ત્યાર બાદ કરણ લંડન જતા રહ્યા અને લોરના સાથે લગ્ન કરી લીધા, બન્નેને એક દીકરો અને એક દીકરી છે. કરણ લંડનમા રહે છે અને ત્યાં તેઓ એક સારા ફોટોગ્રાફર છે.

image soucre

શશિ કપૂરના સૌથી મોટા દીકરા કુણાલ કપૂરે બોલીવૂડ ફિલ્મ આહિસ્તા-આહિસ્તામા કામ કર્યું હતું. પણ તેઓ બોલીવૂડમા કેરિયર ન બનાવી શક્યા. ત્યાર બાદ કુણાલે પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું. કરણે રમેશ સિપ્પીની દીકરી શીના શિપ્પી સાથે લગ્ન કરી હતી, પણ થોડા સમય બાદ તેમનો ડિવોર્સ થઈ ગયો.

image soucre

તેમના બે બાળકો છે શાયરા લૌરા કપૂર અને જહાન પૃથ્વીરાજ કપૂર, કુણાલ આજે પણ મુંબઈમાં રહીને ફિલ્મો સાથે જોડાયેલા છે. શશિકપૂરની દીકરી સંજના કપૂરે પણ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. સંજનાની યાદગાર ફિલ્મ હીરો હીરાલાલ છે. પહેલા તેણીએ ફિલ્મ ડીરેક્ટર અને સ્ક્રીન રાઇટર આદિત્ય ભટ્ટાચાર્ય સાથે લગ્ન કર્યા. પણ તેમના લગ્ન વધારે લાંબો સમય સુધી ન ચાલી શક્યા અને તેમણે ડિવોર્સ લઈ લીધા. ત્યાર બાદ સંજનાએ વાલ્મીક થાપર સાથ લગ્ન કર્યા, જેનાથી તે બન્નેને એક દીકરો હમીર છે. આ બન્ને દિલ્લીમા રહે છે. સંજના પૃથ્વી થિયેટરનું બધું જ કામ સંભાળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!