શર્મિલા ટાગોરનું બિકીની શૂટ આજે પણ લોકોને ભૂલાતું નથી

60ના દાયકામાં જ્યારે હિન્દી સિનેમામાં અભિનેત્રીઓ પરંપરાગત દેખાવ ધરાવતી હતી, ત્યારે શર્મિલા ટાગોરે 1966 માં બિકિની શૂટ કરીને ખુબ ચર્ચા જગાવી હતી. આ શૂટ વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું કે જ્યારે હું આ શૂટ માટે ગઈ ત્યારે ફોટોગ્રાફરે મને કેટલાક ફોટા માટે શરીર ઢાકવાનું કહ્યું હતુ. અભિનેત્રી શર્મિલા ટાગોરે 1964 માં ફિલ્મ ‘કાશ્મીર કી કલી’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

image source

એક ન્યુઝ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં શર્મિલા ટાગોરે કહ્યું હતું કે તેમના જીવનના નિર્ણયો સંપૂર્ણપણે અલગ હતા, જેમ કે લોકો તેને 1966માં ફિલ્મફેર માટે બિકીની શૂટ કરવાનું ક્યારેય ભૂલી નહીં શકે. શર્મિલાએ વધુમાં કહ્યું કે, બિકીની શૂટ દરમિયાન તેને કોઈ શરમ કે સંકોચ અનુભવ્યો નથી. શર્મિલાએ ફિલ્મફેયરને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હે ભગવાનસ ત્યારે આપણો સમાજ કેટલો રૂઢિચુસ્ત હતો. મને ખબર નહોતી કે મેં આ શૂટિંગ શા માટે કર્યું. મારા લગ્નના થોડા દિવસ પહેલા આ બન્યું હતું. મને યાદ છે જ્યારે મેં ફોટોગ્રાફરને બિકીની બતાવી ત્યારે તેણે મને પૂછ્યું – શું તમે ખરેખર શૂટિંગ કરવા માંગો છો? કેટલાક શોટમાં, તેણે મને મારા શરીરને ઢાંકવાનું પણ કહ્યું હતું

image source

ઉલ્લેખનીય છે કે શર્મિલા 60 અને 70ના દાયકામાં ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક હતી. શર્મિલા ટાગોરે 1967 માં તેની ફિલ્મ ‘એન ઇવનિંગ ઇન પેરિસ’માં બિકીની પણ પહેરી હતી. પહેલી જ ફિલ્મથી પોતાની છાપ છોડી ચૂકેલી શર્મિલાએ આ ફિલ્મમાં બિકીની પહેરીને પછી ચર્ચા જગાવી હતી. તેના બિકિની શૂટ અને ફિલ્મમાં તેના બોલ્ડ લુકને લઈને પણ ઘણા વિવાદો થયા હતા.

image source

આ સિવાય જો વાત કરીએ તો કરિના કપૂર તેના રેડિયો શો ‘વોટ વુમન વોન્ટ’ની નવી સીઝન લઈને આવી છે કે જેમાં તેની સાસુ શર્મિલા ટાગોર તેની પ્રથમ મહેમાન બની હતી. આ શોનો નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં કરિના તેની સાસુ સાથે બિકીની પહેરવાની વાત કરતી જોવા મળી રહી છે.

image source

કરિનાએ તેના સવાલની શરૂઆત કરી હતી કે, તમારી રીલ લાઇફ માથી તમારી રીઅલ લાઈફમાં આવો. જ્યાં સુધી મને લાગે છે કે તમે પહેલી એવી અભિનેત્રી હતી કે જેમણે સ્વિમસ્યુટ પહેરીને…. ‘ ત્યારે જ શર્મિલા વચ્ચે બોલી કે, ‘મને લાગે છે કે હું તેનાથી કદી બહાર નહીં આવી શકીશ. મને લાગે છે કે આ સંપૂર્ણ ઇતિહાસ એવો જ લખવામાં આવશે કે શર્મિલા ટાગોર અને તેની બિકીની…

image source

જો કે શર્મિલાની આ મૂંઝવણ સમજીને કરિનાએ તરત જ તેની પ્રશંસા કરી અને કહ્યું, ‘ના, પણ મને લાગે છે કે તે એક પ્રતિષ્ઠિત ક્ષણ હતી. આપણી જનરેશનના લોકો તેને એવી રીતે જુએ છે કે ‘ઓહ માય ગોડ .. કોઈ બિકીનીમાં આટલું સુંદર દેખાઈ શકે છે.’ શર્મિલાએ કહ્યું, “હા, ભલે તમે એવું કહો….”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત