શનિદેવને પ્રસન્ન કરવા રોજ કરો આ પૂજા, બધા દુખો થઇ જશે દૂર, જાણો આ રોચક કથા વિશે

શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. એ સારા કર્મો કરનાર પર પોતાની કૃપા દ્રષ્ટિ કરે છે એન ખરાબ કર્મ કરનારને દંડીત કરે છે. શનિ દેવ સૂર્ય અને છાયા પુત્ર છે. શનિ દેવની પૂજા સૂર્ય ઉગતા પહેલા કે પછી સાંજે સૂર્યાસ્ત પછી કરવામાં આવે છે. જે જાતકોની કુંડળીમાં શનિ દોષ, અઢી કે સાડા સાતીનો પ્રભાવ હોય છે એમને પીપળાની નીચે પૂજા કરવાનું કહેવામાં આવે છે.

image source

માન્યતા છે કે એનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને જાતક પર એમના અશુભ પ્રભાવની અસર ઓછી થાય છે. આમ તો પીપળાને દેવ વૃક્ષ માનીને તેની પૂજા કરવામાં આવે છે. પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે પણ શું તમેં જાણો છો કે આખરે શનિદેવની કૃપા મેળવવા માટે પીપળાના વૃક્ષની પૂજા કેમ કરવામાં આવે છે. એ પાછળ પૌરાણિક અને ખૂબ જ રોચક કથાઓ મળે છે. તો ચાલો જાણી લઈએ કવ શનિદેવને પ્રસન્ન કરવા માટે પીપળાની પૂજા કેમ કરે છે.

image soucre

કથા અનુસાર એક સમયે અસુરોએ સ્વર્ગ પર પોતાનું આધિપત્ય જમાવી લીધું. એ સમયે કૈટભ નામનો રાક્ષસ હતો જે પીપળાના વૃક્ષનું રૂપ ધારણ કરીને યજ્ઞને નષ્ટ કરી દેતો હતો. જ્યારે પણ કોઈ બ્રાહ્મણ યજ્ઞ માટે સમીધ માટે પીપળાના વૃક્ષ પાસે આવતા તો આ રાક્ષસ એમને ખાઈ જતો. ઋષિઓને સમજાતું નહોતું કે આખરે બ્રાહ્મણ કુમાર ક્યાં ગાયબ થઈ જાય છે. બ્રાહ્મણ કુમારોના પરત ન ફરતા ઋષિ મુનિઓને એમની ખૂબ ચિંતા થવા લાગી.

image source

એ પછી ઋષિઓએ શનિદેવને પોતાની સમસ્યા કહી અને એમની પાસે મદદ માંગી. એ વાત વિશે જાણવા માટે શનિદેવ બ્રાહ્મણ રૂપ ધારણ કરીને પીપળા પાસે ગયા. જેવા શનિદેવ પીપળા પાસે પહોચ્યા તો કૈટભે શનિ મહારાજને પણ પકડવાની કોશિશ કરી. એ પછી શનિદેવ અને કૈટભમાં યુદ્ધ થયું. શનિદેવે કૈટભનો વધ કરી દીધો અને એમને ઋષિઓને કહ્યું કે તમે બધા ભયમુક્ત થઈને શનિવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો, એનાથી શનિની પીડામાંથી મુક્તિ મળશે.

image source

આ સંબંધિત અન્ય એક પૌરાણિક કથા પણ છે જેમાં ઋષિ પીપલાદના માતા પિતાનું મૃત્યુ બાળપણમાં જ થઈ ગયું હતું. જ્યારે એ મોટા થયા તો એમને ખબર પડી કે શનિની દશન કારણે જ એમના માતા પિતાનું મૃત્યુ થયું હતું. એ પછી ક્રોધિત થઈને પીપલાદે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે પીપળાના વૃક્ષ નીચે બેસીને ઘોર તપ કર્યું. પીપલાદ ઋષિના તપથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ એમને વરદાન માંગવા કહ્યું ત્યારે પીપલાદે બ્રહ્માજી પાસે બ્રહ્મદંડ માંગ્યું. એ પછી પીપળાના વૃક્ષ પર બેઠેલા શનિદેવ પર એમને બ્રહ્મદંડથી પ્રહાર કર્યો. એનાથી શનિદેવના પગમાં ઘોર પીડા થવા લાગી.

image source

એ પછી શનિદેવ પીડાથી ભગવાન શિવે બોલાવવા લાગ્યા. ભગવાન શિવે આવીને પીપલાડના ક્રોધને શાંત કર્યો અને શનિની રક્ષા કરી. કથા અનુસાર પીપલાદનો જન્મ પીપળાના વૃક્ષ નીચે થયો હતો અને પીપળાના પાન ખાઈને એમને તપ કર્યું હતું. એટલે માનવામાં આવે છે કે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી શનિનો અશુભ પ્રભાવ દૂર થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ