શાહરુખ ખાનનું સ્કૂલમાં નિકનેમ હતું મેલ ગાડી, બાળપણમાં કરતા હતા અજીબોગરીબ તોફાન.

રોમાન્સના કિંગ તરીકે ઓળખાતા બોલિવુડના કિંગ ખાન શાહરુખ ખાન આમ તો પોતાની પર્સનલ લાઈફ વિશે બહુ જ ઓછી વાત કરે છે. કદાચ આ જ કારણ છે કે જ્યારે પણ એ પોતાની પર્સનલ લાઈફ વિશે કંઈક વાત કરે છે તો લોકો વારંવાર એમના વિશે જાણવા માંગે છે અને આ વખતે કિંગ ખાન શાહરુખ ખાને પોતાના બાળપણની ઘણી જ સ્વીટ મેમરી શેર કરી છે અને એ પણ જણાવ્યું છે કે શાહરુખ ખાનને સ્કૂલમાં લોકો ક્યાં નિકનેમથી બોલાવતા હતા.

image source

હાલમાં જ શાહરુખ ખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે જ્યારે એ સ્કૂલમાં હતા ત્યારે એમના મિત્રો એમને મેલ ગાડી કહીને બોલાવતા હતા. સાથે એમને એમ પણ જણાવ્યું કે એમના મિત્રોએ એમને આ નામ કેમ આપ્યું હતું. હું ખૂબ જ ફાસ્ટ દોડતો હતો, એક્સપ્રેસ ટ્રેનની જ દોડતી વખતે મારા આગળના સાઈડના વાળ પણ ઊંચા થઈ જતા હતા. એટલે સ્કૂલમાં મારા મિત્રો મને મેલ ગાડી જ કહીને બોલાવવા લાગ્યા.

image source

શાહરૂખ ખાને ઇન્ટરવ્યૂમાં એ પણ જણાવ્યું કે કેવી રીતે એ ટીચર્સને હેરાન અને બ્લેકમેલ કરતા હતા. એમને કહ્યું કે એકવાર તો મેં કેમેસ્ટ્રીના ટીચર્સ પાસે માર્ક્સ વધારવા હતા તો મેં એમને કહ્યું કે હું એમના દીકરા જેવો છું. આખરે એમનો દીકરો બનીને મેં એમને મારા માર્ક્સ વધારવા માટે મનાવી જ લીધા હતા.

image source

શાહરુખ ખાને જણાવ્યું કે એ સ્કૂલમાં કેટલું બધું તોફાન કરતા હતા. એ ઘણીવાર મિર્ગીનો દોરો પડવાનું નાટક પણ કરતા હતા અને એ પછી ટીચર્સ એમને ચંપલ સુઘાડવા પડતા હતા. એક મજેદાર કિસ્સાને યાદ કરતા શાહરુખ ખાને જણાવ્યું કે એકવાર એક નવા ટીચર આવ્યા તો હું બેહોશ થઈને પડવાનું નાટક કરવા લાગ્યો. મારા બધા ક્લાસમેટ્સએ નવા ટીચરને કહ્યું કે એમને મને એના ચંપલ ઉતારીને ન સૂંઘડ્યા તો હું મરી પણ શકું છું. બિચારા નવા ટીચર્સ પોતે ઉઘાડા પગ રહ્યા અને મને ચંપલ સુંઘાડયા.

image source

આજકાલ શાહરુખ ખાન પર બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મની ઘણી જ ચર્ચા થઈ રહી છે. આ ડોક્યુમેન્ટરીમાં શાહરુખ ખાન પોતાની સ્કૂલમાં વિઝીટ કરતા જોવા મળી રહ્યા છે. એમાં પોતાના સ્કૂલની ટુર કરાવે છે અને અમુક જૂની વાતો યાદ કરે ચ3. આ વીડિયોમાં શાહરુખ ખાન જણાવે છે કે કેવી રીતે એમને સ્કૂલવાળાના દાંત તોડી નાખ્યા હતા. એમની આ ડોક્યુમેન્ટરી પણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong