હાથની આ રેખાઓ બતાવી દેશે કે તમારે ગવર્મેન્ટ જોબનો યોગ છે કે નહીં, જાતે જ ચેક કરો તમારી હસ્તરેખાઓ

હસ્તરેખા પરથી વ્યક્તિના ભાગ્ય વિશે જાણી શકાય છે. દરેક વ્યક્તિની હથેળીમાં અગણિત રેખાઓ હોય છે. હાથની રેખાઓ બનતી અને બગડી રહે છે પરંતુ કેટલીક રેખાઓ હંમેશા રહે છે અને ભવિષ્યને લઈને ખૂબજ મોટી હદ સુધી ચોક્કસ સંકેત આપે છે. એના દ્વારા લોકો પોતાના લગ્ન, કેરિયર, ધનસંપત્તિની બાબતમાં જાણવાની ઈચ્છા રાખે છે. એમાં એક ઈચ્છા એ જાણવાની પમ હોય છે કે તેમને સરકારી નોકરી લાગશે કે કેમ . આજે જાણીએ છીએ હસ્ત રેખા મુજબ કઈ રેખાઓ અને કઈ સ્થિતિઓ છે જે સરકારી નોકરી મળવાના સંકેત બતાવે છે. આપણા હાથમાં રહેલી રેખાઓ તે પણ કહે છે કે ક્યા વેપારક્ષેત્રમાં સફળતા મળશે અને કયા ક્ષેત્રમાં સારુ કરિયર બનશે.

હથેળીની રેખાઓથી જાણો

image source

જો તમારા હથેળીમાં ગુરુ પર્વતનું સ્થાન ઉપસેલુ છે તો તમારા માટે શિક્ષા ક્ષેત્ર યોગ્ય છે. તે સિવાય મેનેજમેન્ટ, એન્જીનીયરિંગ, ચિકિત્સા, રાજનીતિ, સરકારી ક્ષેત્ર વગેરે જગ્યાએ અણધારી સફળતા મળશે.

શનિ પર્વત વધારે ઉપસેલુ હોય તો તે સફળતાનું સંકેત તો આપે જ છે પરંતુ તેના માટે જાતકે ઘણી મહેનત કરવી પડે છે.

હથેળીમાં સૂર્ય પર્વત ઉપસેલો હોય તો ઇલેક્ટ્રોનિક્સ, એડવર્ટાઇઝમેન્ટ, પેન્ટીંગ કે ડેકોરેશન જેવા કામોમાં સફળતા અપાવશે.

image source

બંને હથેળીઓમાં બુધ પર્વત ઉપસેલા હશે તો નોકરીની જગ્યાએ વ્યવસાયમાં સફળતા મળશે. આવા લોકો વાણિજ્ય, લેખન, પત્રકારિતા જેવા ક્ષેત્રમાં સારુ કરિયર બનાવી શકે છે.

હથેળીમાં શુક્ર પર્વત ઉપસેલો હશે તો એડવર્ટાઇઝ, સંગીત, કળા, સજાવટ જેવા ક્ષેત્રમાં સારુ કરિયર બનાવી શકશે.

image source

જ્યોતિષ શાસ્ત્રમાં હસ્ત રેખાનું અદભૂત મહત્વ છે, જેમાં સૂર્ય રેખાનું વિશેષ મહત્વ છે. આ રેખા ચંદ્ર ક્ષેત્રથી શરૂ થાય તો તે વ્યક્તિ જીવનમાં ખૂબ તરક્કી કરે છે. બીજાની સહાયતાથી પણ તેને ફાયદો થાય છે. ચંદ્રક્ષેત્રથી શરૂ કરીને અનામિકા સુધી સૂર્ય રેખા પહોંચે તો તે વ્યક્તિનું જીવન રહસ્યોથી ભરેલુ હોય છે. આજે અમે તમે જણાવીશું કે તમારી સૂર્ય રેખા તમારા જીવનમાં કઇ ક્ષણો લઇને આવશે.

ભાગ્ય રેખા, જીવન રેખાને ક્રોસ કરે

image source

હસ્તરેખા શાસ્ત્ર મુજબ જે જાતકોના હાથમાં ગુરુ પર્વત પર કોઈ ચિન્હ હોય છે તો તે વ્યક્તિ સરકારી નોકરી મેળવી શકે છે.

આ સિવાય ગુરુ પર્વત પર ત્રિભુજ ચિહ્ન હોય અથવા તો કોઈ એવી રેખા હોય જે ભાગ્ય રેખાને સ્પર્શતી હોય તો તેવા લોકોને પણ સરકારી નોકરી મળી જાય છે. જો ભાગ્ય રેખા, જીવન રેખાને ક્રોસ કરે અને ગુરુ શનિ પર્વત વચ્ચેથી નીકળી જાય તો એવા જાતકોને પણ સરકારી નોકરી મળી શકે છે.

સૂર્યરેખા જીવનરેખાથી નીકળીને સૂર્ય પર્વત પર રોકાય

image source

સૂર્ય પર્વત પર બનેલી રેખા બાકી રેખાઓથી નાની હોય તો તે વ્યક્તિનું નસીબ સરકારી નોકરી મામલે ખૂબજ સારું હોય છે. જે લોકોના હાથમાં સૂર્યરેખા જીવનરેખાથી નીકળીને સૂર્ય પર્વત પર જઈને રોકાય તો આ જાતકોને ગવર્નમેન્ટ જોબ જરૂર મળે છે. જો સૂર્યરેખા જીવનરેખાથી નીકળીને સૂર્ય પર્વત સુધી આડીઅવળી થઈને જાય તો જાતકને સરકારી નોકરી મળે છે પરંતુ તેને નોકરીમાં મુશ્કેલીઓ પણ આવે છે. જેમ કે વારંવાર ટ્રાન્સફર થવી, અધિકારીઓ – સહકર્મીઓ સાથે ન બનવું વગેરે મુશ્કેલીઓ આવી શકે છે.

બિઝનેસમાં પણ સારી સફળતા મેળવી શકે

image source

જો બુધ પર્વતમાં એક અથવા એકથી વધુ રેખાઓ હોય તો એવા લોકોને સરકારી નોકરી મળવાના પ્રબળ યોગ હોય છે. પરંતુ જો તે સરકારી નોકરી ન કરવા ઈચ્છે તો બિઝનેસમાં પણ સારી સફળતા મેળવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong