સો ટકા તમે નહિં જોયો હોય શાહરૂખના બંગ્લાના રૂમની અંદરની આ સુપર ડુપર તસવીરો…

શાહરુખના મહેલ સમા “મન્નત” બંગલોની અંદરની વણજોયેલી તસ્વીરો

image source

બોલીવૂડના બાદશાહ શાહ રુખ ખાનના આજે માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં કરોડો ફેન્સ છે. થોડા દિવસો પહેલાં જ તેના જન્મ-દિવસે તેને દુબઈની સૌથી ઉંચી ઇમારત એટલે કેબુર્જ ખલિફા પર “હેપી બર્થ ડે” લખીને વિશ કરવામાં આવ્યું હતું. જેની વિડિયો સોશિયલ મિડિયા પર ખુબ જ વાયરલ થઈ હતી.

શાહ રુખ ખાનના બંગલા આગળ પણ રોજ તેની એક ઝલક જોવા માટે તેના સેંકડો ફેન્સની ભીડ થાય છે. ખાસ કરીને તેના બર્થ ડેના દિવસે તે પોતાના ઘરના ટેરેસ પરથી પોતાના ફેન્સનું અભિવાદન જીલે છે અને તેમનો આભાર માને છે.

image source

શાહ રુખ ખાન જ્યારે મુંબઈ એક્ટર બનવાનું સ્વપ્ન લઈને આવ્યો ત્યારે તે સ્વપ્ન સિવાય હાથે પગે જ મુંબઈમાં આવી ગયો હતો. તેણે ફિલ્મોમાં કામ મેળવવા માટે ઘણો બધો સંઘર્ષ કર્યો હતો.

અનેછેવટે તેને તે મોકો મળી ગયો અને તેણે જ્વલંત સફળતા મેળવી અને માટે જ આ જે તે માત્ર શાહ રુખ ખાન નહીં પણ બોલીવૂડના બાદશાહ તરીકે જાણીતો છે.

image source

તેણે પણ અન્ય સ્ટાર્સની જેમ ફિલ્મોમાં કામ કરીને, ફિલ્મોને પ્રેડ્યુસ કરીને અઢળક રૂપિયો કમાવ્યો છે. અને તેમાંથી તેણે મુંબઈના બાન્દ્રા એરિયામાં એક સુંદર મહેલ જેવું ઘર બનાવ્યું છે. તેનુ આ ઘર આજે બન્દ્રાનું એક જાણીતુ લેન્ડમાર્ક બની ગયું છે. તેનું નામ તેણે અને તેની પત્ની ગૌરીએ “મન્નત” રાખ્યું છે.

તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ શાહરુખ અને ગૌરીએ જ્યારે લગ્ન કર્યા ત્યારે તેઓ ત્રણ બેડરૂમના સી-ફેસિંગ ફ્લેટમાં રહેતા હતા જે બાન્દ્રાના કાર્ટર રોડ પર સ્થિત શ્રી અમ્રિત અપાર્ટમેન્ટ્સના સાતમાં માળે આવેલો હતો.

image source

શાહ રુખને પોતાનો આ ફ્લેટ ઘણો પ્રિય હતો પણ તેને ઘરમાં પ્રાર્થના કરવા માટે એક અલાયદો રૂમ જોઈતો હતો અને તેના માટે તેણે પોતાના નવા ઘરની શોધ શરૂ કરી.

છેવટે 2001માં તેની આ શોધ પૂરી થઈ અને તેણે તે જ વિસ્તારમાં 26, 328.52 સ્ક્વેર ફુટનો વિશાળ બંગલો ખરીદ્યો. તે વખતે તેણે તે બંગલો લગભગ 13થી 14 કરોડમાં ખરીદ્યો હતો જેની હાલની કીંમત 200 કરોડથી પણ ઉપર આંકવામા આવે છે.

image source

તે બંગલો તેણે નરીમાન કે દુલાશ પાસેથી કરીદ્યો હતો. બંગલાનું બાંધકામ ઘણું નાનું હતું અને તેનું નામ હતું વિલા વિયેના. તેના માલિક હતા ગુજરાતી પારસી કેકુ ગાંધી.

શરૂઆતમાં તો શાહરુખ પોતાના બંગલાનું નામ જન્નત રાખવા માગતો હતો પણ બંગલો લેતાં જ તે તેના માટે શુભ સાબિત થયો અને તેની બધી જ ઇચ્છાઓ પુરી થવા લાગી અને માટે તેણે બંગલાને નામ આપ્યું, “મન્નત”

image source

બંગલો તો શાહ રુખે લઈ લીધો, પણ તેને સુંદર મજાનું ઘર બનાવવાનું કામ ગૌરી ખાને હાથ ધર્યું. મન્નતની અંદરની એક એક વસ્તુ, રાસ-રચિલુ, પરદા, ખુરશીઓ, સોફા, બેડ, રંગ વિગેરે ગોરીએ જ પસંદ કર્યું છે. મન્નતનું ઇન્ટીરીયર ડીઝાઈનીંગ આમ કહેવા જઈએ તો ગૌરીએ જ કર્યું હતું પણ તેને તેમાં ફર્નીચર ડીઝાઈરની મદદ લીધી હતી.

image source

ગૌરીએ ઘરના ખૂણે ખૂણે કળાના નમૂના રાખ્યા છે. આ ઘર એટલું વિશાળ છે કે તેમાં એક સાથે 225 લોકો આરામથી રહી શકે. ધીમે ધીમે જરૂર પડતાં શાહરુખે પોતાના નાનકડા બંગલાને વિશાળ બનાવ્યો. બે માળની નાની બંગલીમાંથી છ માળનો વિશાળ બંગલો બની ગયો.

image source

“મન્નત”માં છે બધી જ અત્યાધુનિક સગવડો

શાહ રુખના બંગલામાં એક મોટી લાઇબ્રેરી, સ્વિમિંગપુલ, અલાયદુ જીમ, તેના કામ કરવા માટે એક ઓફિસ, વિશાળ દિવાન ખંડ, મહેમાનો માટે વિશાળ રૂમ, એક નાનકડુ થિયેટર પણ તમને એન્ટરટેઇન કરવા માટે પુરતું થઈ રહેશે.

image source

શાહરુખે એક અલાયદો સ્પોર્ટ્સ એરિયા પણ બનાવ્યો છે

શાહ રુખે બંગલાને વિશાળ બનાવી માત્રતેના ઓરડાઓ જ મોટા નથી કર્યા પણ તેમાં રિક્રીએશન અને સ્પોર્ટ એક્ટીવીટી માટે પણ અલાયદી જગ્યા ફાળવવામાં આવી છે. ત્યાં એક બોક્સીંગરીંગ, અને ટેબલ ટેનિસનું પ્રોફેશ્નલ ટેબલ પણ છે.

બંગલા બહારનો ભાગ કોઈ મહેલ જેવો છે

image source

શાહ રુખના બંગલા બહાર એક વિશાળ લોન પાથરવામાં આવેલી છે. જ્યાંથી તેના બંગલાની વિશાળ ફ્રેન્ચ વિન્ડો જોઈ શકાયછે. તેણે પોતાની લક્ઝરીયસ કાર્સ માટે બંગલાના બેઝમેન્ટમાં મોટું ગેરાજ પણ બનાવ્યું છે. તેના બંગલાની એન્ટ્રન્સ વ્હાઇટ હાઉસ જેવી લાગે છે. ચાર વિશાળ પિલ્લર બંગલાની એન્ટ્રન્સને શોભાવે છે.

image source

ડ્રોઈઁગરૂમ એટલે કે દીવાન ખંડ કોઈ મહેલના દિવાન ખંડ જેવો મન્નતનો ડ્રોઇંગ રૂમ જાણે ફ્રાન્સમાં આવેલી કોઈ નાની જાગરીનો કીલ્લામાં આવેલા ભવ્ય દિવાન ખંડ જેવો લાગે છે. વિશાળ સોફા, જુમ્મર, સેન્ટર ટેબલ, રોયલ ખુરશીઓ ઉંચી ઉંચી ફ્રેન્ચ વિન્ડો, દિવાલ પરના સુંદર પેઇન્ટીંગ્સ.

image source

અહીં એક ખાસ વાત દિવાલોમાં છે. તેને અનફિનિશ્ડ ટચ આપવામાં આવ્યો છે જેના કારણે તે કોઝી લાગી રહી છે અને એક અલગ જ ફીલીંગ આપી રહી છે.

લાઈબ્રેરીઃ

image source

શાહરુખના પુસ્તક પ્રેમને તેના ફેન્સ સારી રીતે જાણે છે. તે નવરાશના સમયે માત્ર પુસ્તકોને જ વળગેલો રહે છે. માટે તેણે પોતાના ઘરની લાઇબ્રેરી બનાવવામાં ખાસ રસ લીધો હતો. તેને કવિતાઓ અને આત્મકથાઓ વાંચવી ખુબ પસંદ છે.

image source

થોડા સમય પહેલા પણ ગૌરી ખાને પોતાના બંગલોની સેર વોગ મેગેઝિન દ્વારા પોતાના ફેન્સને કરાવી હતી અને ગૌરીની ઇટિરિયર ડીઝાઈનીંગની પ્રતિભાએ સામાન્ય લોકોને પણ ચકિત કરી મુક્યા હતા.

ગૌરી હવે એક પ્રોફેશ્નલ ઇન્ટિરિયર ડીઝાઈનર બની ગઈ છે અને મુંબઈમાં તેણી એક વિશાળ સ્ટુડિયો પણ ધરાવે છે. તેણે રનબીર, આલિયા, ઋતિક વિગેરે સ્ટાર્સ માટે પણ તેમના ઘરનું ઇન્ટિરિયર ડીઝાઈન કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ