દેશની પ્રથમ ઘટના : મહારાષ્ટ્ર સરકાર સેક્સ વર્કર્સના બનાવશે રાશન કાર્ડ, મહિને 5 હજાર રૂપિયા પણ આપશે

કોરોના મહામારી બાદ લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આર્થિક સંકડામણનો ભોગ બન્યા છે. ઘણા લોકોની નોકરી છૂટી ગઈ છે તો ગણા લોકોના ધંધો રોજગાર ઠપ્પ થઈ ગયા છે. આ મહામારી ઝપેટમાં સેક્સ વર્કર્સ પણ આવી ગઈ છે. તેમની પણ આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે.

image source

એવામાં મહારાષ્ટ્ર સરકારે મોટા નિર્ણય લીધો છે જેનાથી સોક્સ વર્કરને મોટી રાહત થશે. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર સરકારે સેક્સ વર્કરના રાશન કાર્ડ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. તે અંતર્ગત 5,600 સેક્સ વર્કર્સને પ્રત્યેક મહિને 5 હજાર રૂપિયા અને 5 કિલો રાશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ સેક્સ વર્કરને પોતાનું ગુજરાન ચલાવવામાં મદદ મળશે. અને તેમની આર્થિક સ્થિતિ સુધરશે.

મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય છે જે સેક્સ વર્કર્સ રાશન કાર્ડ આપશે

image source

નોંધનિય છે ભારતમાં આ પહેલો કિસ્સો છે જેમા કોઈ રાજ્ય દ્વારા સેક્સ વર્કરને રાશન કાર્ડ આપવામાં આવતું હોય. મહારાષ્ટ્ર પ્રથમ એવું રાજ્ય બન્યુ છે કે જ્યાં સેક્સ વર્કર્સ માટે આ સુવિધા હશે. એક એનજીઓના સરવેમાં માહિતી સામે આવી હતી કે મોટાભાગની સેક્સ વર્કર્સ પાસે રાશન કાર્ડ, આધાર કાર્ડ કે બેંક ખાતા નથી. ત્યારબાદ માહિતી મળી છે કે તેમને 3 કિલો ઘઉં અને 2 કિલો ચોખા સાથે પ્રત્યેક મહિને રૂપિયા 5000 મળશે. આ સાથે શાળા જતા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવા માટે પ્રત્યેક મહિને રૂપિયા 2,500 મળશે. આ નિર્ણય સેક્સ વર્કરના જીવન ધોરણ સુધારવામાં ઘણો મહત્વનો સાબિત થશે તેમના બાળકો પણ આગળ અભ્યાસ કરી શકશે.

દેહવ્યાપાર સાથે જોડાયેલા લોકો પર લોકડાઉનની ગંભીર અસર થઈ

image source

તો બીજી તરફ મુંબઈના દરબાર મહિલા સમન્વય સમિતિના મતે લોકડાઉનને લીધે મુંબઈમાં દેહવ્યાપાર સાથે જોડાયેલા લોકોના જીવન પર ગંભીર અસર થઈ છે. અનેક લોકો માટે બે ટંક ભોજન પણ મુશ્કેલ બન્યુ છે. ત્યારબાદ સમિતિએ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. એક અરજીમાં કહેવામાં આવ્યુ હતું કે આ સમુદાયના લોકોને ભોજન અને રહેવાની સુવિધાનો અભાવ છે તેમ જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. તેમને યોગ્ય મદદ કરવામાં આવે જેથી તેઓ તેમનુ ગુજરાન ચલાવી શકે.

યૌનકર્મિયોને ડ્રાઈ રાશન આપવા આદેશ

image source

આ અરજી બાદ 29મી સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને ઓળખના પ્રમાણપત્ર પર ભાર આપ્યા વગર યૌનકર્મિયોને ડ્રાઈ રાશન આપવા આદેશ કર્યો હતો. કોર્ટે રાજ્યોને કહ્યું હતું કે તેઓ યૌનકર્મચારીઓને રાશન આપે, જેમણે વધુને વધુ લોકો સુધી પહોંચાડવા નિર્દેશ કર્યો હતો.

image source

મહારાષ્ટ્ર મહિલા અને બાળ વિકાસ વિભાગે અત્યાર સુધીમાં મુંબઈ જિલ્લા એઈડ્સ નિયંત્રણ સોસાયટીની મદદથી મુંબઈમાં 5,600 અને તેમના 1,592 બાળકોની યાદી તૈયાર કરી છે. આ તમામ લોકોને પાંચ કિલો અનાજ અને મહિને પાંચ હજાર રૂપિયા સહાય આપવામાં આવશે. આ ઉપરાંત તેમના બાળકોના ઓનલાઈન અભ્યાસ માટે પ્રત્યેક મહિને 2,500 રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ