ઈન્ડિયન આઇડલ માટે આ યુવકની દિવાનગી જોઈ નેહા કક્કડે કરી મોટી જાહેરાત, વિશાલ દદલાણી પણ આવ્યા આગળ

ટીવીની દુનિયાનો પ્રખ્યાત રિયાલિટી સિંગિંગ શો ઇન્ડિયન આઈડલ-12 મી સીઝનની શરૂઆથ થઈ ગઈ છે. આ સમય દરમિયાન ઓડિશન માટે આવતા સ્પર્ધકોના ઓડિશન ટીવી પર બતાવવામાં આવી રહ્યા છે. દર વર્ષે ઇન્ડિયન આઇડલમાં લોકો સખત મહેનત કરીને ઓડિશન આપવા આવે છે. આ દરમિયાન ઇન્ડિયન આઇડોલ 12 ના ઓડિશન સમયે શોની જજ નેહા કક્કડે એક વ્યક્તિને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. નોંધનિય છે કે નેહાના લગ્ન થોડા દિવસ પહેલા જ થયા છે. જેના ફોટો અને વીડિયો પણ ખુબ વાયરલ થયા છે. પણ આ વખતે તે તેની ઉદારતાને લઈ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

નેહા કક્કડે એક લાખ રૂપિયાની મદદ કરી

image soucre

લગ્ન બાદ નેહા કક્કડ કામ પર પરત ફરી છે. નેહા ઈન્ડિયન આઈડલના જજ પેનલમાં છે. તેમણે શોમાં ઓડિશન આપવા આવેલ એક સ્પર્ધકની દુખભરી કહાની સાંભળી તેને એક લાખ રૂપિયાની મદદ કરી છે.
હકિકતમાં સોની ચેનલે આ એપિસોડનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જયપુરના એક સ્પર્ધક શહજાદ અલી તેના જીવન અંગે કહી રહ્યો છે. તે કહે છે કે તે નાનો હતો ત્યારે એક કપડાની દુકાનમાં કામ કરતો હતો. બાળપણમાં જ તેમની માતાનું અવસાન થઈ ગયું હતું. તેમની નાનીએ તેમને ઉછેરીને મોટો કર્યો છે.

શહજાદની નાનીએ પાંચ હજાર રૂપિયાની લોન લીધી

image source

વીડિયોના પ્રોમામાં આગળ બતાવવામાં આવ્યું છે કે ઈન્ડિયન આઈડલ 12માં વિશાલ દદલાણી શહજાદ અલી પુછે છે કે તેઓ જયપુરથી અહિયાં કેવી રીતે પહોંચ્યા. તેના જવાબમાં શહજાદ કહે છે કે, ઈન્ડિયન આઈડલના ઓડિશન સુધી પહોંચવા માટે તેમની નાનીએ પાંચ હજાર રૂપિયાની લોન લીધી છે. આ વાત શાંભળીને નેહા કક્કડ એટલી ભાવુક થઈ ગઈ કે તેમણે શહજાદને એક લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી. તો બીજી તરફ નેહા ઉપરાંત શોના અન્ય જજ વિશાલ ડડલાનીએ પણ શહજાદ અલીને મદદ કરવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે શહજાદને કોઈ સારા ગુરુ સાથે મુલાકાત કરાવશે, જેથી તેને સારી ટ્રેનિંગ મળી શકે.

28મી નવેમ્બર રાત્રે 8 વાગે શો પ્રકાશિત થશે

image source

અત્રે ઉલ્લેખનીય છે કે પોપ્યુલર રિયલ્ટી શો ઈન્ડિયન આઈડલ 28મી નવેમ્બર રાત્રે 8 વાગે શરૂ થવા જઈ રહ્યો છે. તે પ્રત્યેક શનિવાર અને રવિવારે પ્રસારિત થશે. આ સિંગિંગ રિયાલિટી શોને લોકો ખૂબ પસંદ કરે છે. આ અગાઉ ઇન્ડિયન આઇડલના સેટ પર સફાઈ કામદારનો એક વીડિયો સામે આવ્યો હતો. તે વ્યક્તિનું નામ યુવરાજ મેઘે છે.

image source

યુવરાજ મેઘેનો અવાજ સાંભળીને, ત્રણેય જજો ખૂબ થાય છે પરંતુ તેઓ તેમના સંઘર્ષની વાર્તા સાંભળીને ભાવુક થઈ જાય છે. હકીકતમાં, નેહા કક્કર, હિમેશ રેશમિયા અને વિશાલ દદલાનીને ઓડિશન આપ્યા પછી યુવરાજ મેઘે એ કહ્યું કે તે ઈન્ડિયન આઇડોલના સેટ ઉપર સફાઈ કરી રહ્યો છે. આ શાંભળી ત્રણેય જજના આંખમાં આસુ આવી ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ