SBIનાં ગ્રાહકો માટે ખુશખબર, હવે ઘરે બેઠા જ મળશે આ જોરદાર સુવિધા, જાણો તમને શું થશે લાભ

ભારતીય સ્ટેટ બેંક ગ્રાહકોને તેમના ઘર પર બેકિંગ સુવિધાઓ આપવા માટે ડોરસ્ટોપ સર્વિસ શરૂ કરી છે. આ સુવિધા હેઠળ ઘણી બધી બેકિંગ સેવાઓ તમને ઘરેબેઠા મળી જશે. દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને જબરદસ્ત નવી સુવિધા આપી છે. ચાલો જાણીએ. એસબીઆઇએ ટેકનોલોજી અને ઓનલાઇન બેંકિંગને એડવાન્સ બનાવવાની સાથે જ એકદમ સરળ પણ બનાવી દીધી છે. હવે એસબીઆઈના ગ્રાહકો ઘરે બેઠા બેઠા ચેક પેમેન્ટ કેન્સલ કરી શકે છે. ચાલો જાણીએ કઈ રીતે અને શું છે તેની પ્રોસેસ.

ડિલિવરી સર્વિસ હેઠળ મંગાવો પોતાનું ફોર્મ 16

image source

આ પ્રકારે ડોરસ્ટેપ બેકિંગની ડિલિવરી સર્વિસ હેઠળ તમારી ટર્મ ડિપોઝિટ રિસિપ્ટ, એકાઉન્ટ સ્ટેટમેન્ટ, ડ્રોફટ અથવા ફોર્મ 16 સર્ટિફિકેટ લેવા માટે બ્રાંચ જવાની જરૂર નથી. તમે ઘરેબેઠા આ તમામ વસ્તુઓ ડોરસ્ટેપ બેકિંગ સર્વિસ દ્વારા ઘરે મંગાવી શકશો.

image source

ડોરસ્ટેપ બેકિંગ સર્વિસ માટે અહીં કરાવો રજિસ્ટ્રેશન

બેંકની ડોરસ્ટેપ બેકિંગ સર્વિસ માટે તમે ટોલ ફ્રી નંબર 18001037188 અને 1881213721 પર ફોન કરી શકો છો.

તમે www.psbdsb.in વેબસાઇટ પર જઇને પણ આ સર્વિસ બુક કરાવી શકો છો.

image source

તમે www.psbdsb.in એપ દ્વારા પણ તમે ડોર સ્ટેપ બેકિંગની સુવિધા લઇ શકો છો.

ઈન્ટરનેટ બેંકિંગથી આ રીતે કેન્સલ કરો ચેક પેમેન્ટ

  • ચેક પેમેન્ટ રોકવા માટે સૌથી પહેલાં Onlinesbi.com પર લોગિન કરો.
  • પછી e Service સેક્શન પર ક્લિક કરીને Stop Cheque Payment ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે એ એકાઉન્ટ નંબર સિલેક્ટ કરો જેનો ચેક તમે ઈશ્યૂ કર્યો છે.
  • એ પછી ટાઈપ ઓફ ચેક ઓપ્શન સિલેક્ટ કરો.

    image source
  • ત્યારબાદ Stop Reason પર જઈને એ કારણ પર ક્લિક કરો જેના કારણે તમે ચેક પેમેન્ટ રોકવા માંગો છો.
  • તમને જણાવી દઈએ કે, એસબીઆઈની આ સર્વિસ ફ્રી નથી. બેંક તેના માટે ચાર્જ લેશે. જે સર્વિસ કન્ફર્મ થતાં જ એકાઉન્ટમાંથી કપાઈ જશે.
  • એ પછી સબમિટ પર ક્લિક કર્યા પછી એકવાર ફરી તમામ ડિટેલ્સ ચેક કરી લો. એ પછી કન્ફર્મ પર ક્લિક કરો.
  • આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારી સ્ક્રીન પર એક મેસેજ આવી જશે. જ્યાં તમને બધી ડિટેલ્સ જોવા મળશે.

યોનો બેંક દ્વારા પણ પેમેન્ટ રોકી શકાય છે

  • તેના માટે સૌથી પહેલાં એસબીઆઈ યોનો એપ પર લોગિન કરો.

    image source
  • એ પછી રિક્વેસ્ટ ઓપ્શન પર ક્લિક કરીને ચેક બુક પર જાઓ.
  • અહીં સ્ટોપ ચેક સિલેક્ટ કરો.
  • એ પછી તમારો એકાઉન્ટ નંબર સિલેક્ટ કરો.
  • ચેક નંબરના શરૂઆતના અને અંતના ચાર ડિજિટ લખો.
  • એ પછી કયા કારણથી તમે ચેક પેમેન્ટ રોકવા માંગો છો તે લખો.

    image source
  • હવે સબમિટ પર ક્લિક કરો. એ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવી જશે. એ એન્ટર કર્યા પછી તમારી પેમેન્ટ પ્રક્રિયા રોકી દેવામાં આવશે.
  • જો વ્યક્તિ બેંકમાં જઈને ચેક પેમેન્ટ રોકવા માંગે છો તો તેને કારણ જણાવતા એક લેટર આપવો પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong