સરોજ ખાનની એક ‘ના’ એ બદલી નાખી હતી ફરાહ ખાનની કિસ્મત, અને બોલિવૂડમાં મેળવી નામના

કોરિયોગ્રાફર ફરાહ ખાનને ઇન્ડસ્ટ્રીમાં એમના ટેલેન્ટની સાથે સાથે જ બિન્દાસ અંદાજના કારણે પણ ઓળખવામાં આવે છે. જો કે એવું નથી કે સ્ટ્રેટ ફોરવર્ડ હોવાના કારણે ફરાહ ખાનના ઇન્ડસ્ટ્રીમાં મિત્રો જ ન હોય, શાહરુખ ખાનથી લઈને કરણ જોહર અને અક્ષય કુમાર જેવા દિગગજ સ્ટાર્સ ફરાહ ખાનના મિત્રો ગણાય છે. આજે અમે તમને જણાવીશું બૉલીવુડ કોરિયોગ્રાફર ફરાહ ખાન વિશેની અમુક રસપ્રદ વાતો.

image source

ફરાહ ખાનના પિતાને દારૂ પીવાની ખૂબ જ ખરાબ આદત હતી જેના કારણે એમને ડેથ થઈ ગઈ હતી. કહેવાય છે કે પિતાના જતા રહ્યા પછી ફરાહ ખાન પર ઘરની બધી જ જવાબદારીઓ આવી ગઈ હતી. ફરાહ ખાનની કિસ્મત કઈ રીતે ચમકી એ પાછળ પણ એક રસપ્રદ સ્ટોરી છે. કહેવાય છે કે બોલીવુડની એપિક ફિલ્મ જો જીતા વહી સિકંદરની ડેટ્સ સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓને કારણે બોલીવુડની દિગગજ કોરિયોગ્રાફર સરોજ ખાને એ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. એવામાં ફરાહ ખાનની કિસ્મતથી એમને આ ફિલ્મ મળી ગઈ જો કે સુપરહિટ સાબિત થઈ હતી. કહેવાય છે કે એ પછી ફરાહ ખાને ક્યારેય પણ પાછું વળીને નથી જોયું.

image source

ફરાહ ખાન ન ફક્ત એક શાનદાર કોરિયોગ્રાફર છે પણ એ ઘણી ફિલ્મોમાં નાના મોટા રોલ્સ પણ કરી ચુકી છે. ફરાહ ખાન વિશે અન્ય એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે એમને ઇન્જેક્શનનો ખૂબ જ ડર લાગે છે. કહેવાય છે કે ફરાહ ખાનને જ્યારે પણ ડોકટર પાસે જવાનું હોય છે ત્યારે એ ઇન્જેક્શન લગાવવાની આનાકાની કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફરાહ ખાન ન ફક્ત બૉલીવુડ પણ ઇન્ટરનેશનલ સેલિબ્રિટીઝને પણ ડાન્સ શીખવી ચુકી છે. એમાં કાઈલી મીનોગથી લઈને શકિરા પણ સામેલ છે.

image source

બોલીવુડની જાણીતી નિર્દેશક અને કોરિયોગ્રાફર ફરાહ ખાને પહેલી ફિલ્મ મેં હું ના નિર્દેશિત કરી હતી. એ પહેલા એ કોરિયોગ્રાફર ત્રિકેંકામ કરતી હતી. આ ફિલ્મ એમના માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ ફિલ્મના સેટ પર એમની મુલાકાત નિર્દેશક શિરીષ કુંદર સાથે થઈ હતી. ફરાહ ખાન અને શિરીષ કુંદરે ડિસેમ્બર 2004માં લગ્ન કર્યા. વર્ષ 2004માં એમને ત્રણ વાર લગ્ન કર્યા હતા. પહેલા રજીસ્ટર્ડ મેરેજ કર્યા. પછી દક્ષિણ ભારત રીતરિવાજ પ્રમાણે લગ્ન કર્યા. એ પછી બંનેના નિકાહ થયા. લગ્નમાં ફરાહ ખાનના કન્યાદાનની રસમ શાહરુખ ખાન અને ગૌરી ખાને કર્યું હતું. ફરાહ ખાન અને શિરીષના ત્રણ બાળકો જાર, દિવા અને આન્યા છે.

image source

વાત કરીએ ફરાહ ખાનના વર્કફ્રન્ટની તો ફરાહ ખાન ન ફક્ત કોરિયોગ્રાફર છે પણ એ એક્ટિંગ, ડાયરેક્શનથી લઈને ઘણા રિયાલિટી ડાન્સ શોમાં જજ પણ રહી ચુકી છે. એટલું જ નહીં ફરાહ ખાન ઘણા એવોર્ડ શો અને ટોક શો પણ હોસ્ટ કરી ચુકી છે .

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong