ભારતમાં બેન કરી દેવામાં આવી હતી આ ફિલ્મો, કોઈ બોલ્ડ સીનને કારણે તો કોઈ આતંકવાદી કન્ટેન્ટના કારણે ના થઈ રિલીઝ

ભારતના થિયેટર્સમાં રિલીઝ થનારી દરેક ફિલ્મને પહેલા સેન્સર બોર્ડની સામેથી પસાર થવું પડે છે. સેન્સર બોર્ડ આ ફિલ્મને જોવે છે અને જો એમાં કઈ વિવાદિત લાગે છે એને મેકર્સને હટાવવા માટે કહેવામાં આવે છે. પછી જ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે. પણ આજે અમે તમને અમુક એવી ફિલ્મો વિશે જણાવીશું જેના પર એટલી બબાલ થઈ કે એને ભારતમાં બેન કરી દેવામાં આવી.

પિંક મિરર.

ભારત જેવા દેશમાં સેમલૈંગિકતાનો મુદ્દો હંમેશા જ સંવેદનશીલ રહ્યો છે. એના પર આધારિત વર્ષ 2003માં રિલીઝ થયેલી ફિલ્મ પિંક મીરરને બેન કરી દેવામાં આવી. પશ્ચિમી દેશોની જેમ જ હવે ભારતમાં સમલૈંગિક લોકો ખુલીને સામે આવી રહ્યા છે પણ ફિલ્મ જ્યારે બનીને તૈયાર થઈ ત્યારે એવો સમય નહોતો. આ ફિલ્મનું નિર્દેશન શ્રીધર રંગાયને કર્યું હતું.

અનફ્રીડમ.

image source

આ લિસ્ટના ફિલ્મ અનફ્રીડમનું નામ પણ સામેલ છે. આ ફિલ્મનું નિર્માણ 2014માં થયું હતું. એને એટલે બેન કરી દેવામાં આવી કારણ કે આ સમલૈંગિક સંબંધો પર આધારિત હતી. ફિલ્મમાં વધુ અશ્લીલતા હોવાના કારણે સેન્સર બોર્ડે એને રીલીઝની મંજુરી ન આપી. ફિલ્મ અનફ્રીડમનું નિર્દેશન અમિત કુમારે કર્યું હતું.

ફાયર.

image source

દીપા મહેતાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ફાયર બે સ્ત્રીના સમલૈંગિક સંબંધો પર આધારિત હતી. આ મધ્યમવર્ગીય પરિવારમાં એ બે સ્ત્રીઓની વાર્તા હતી જે સંબંધમાં દેરાણી અને જેઠાણી હોય છે અને એકબીજા પ્રત્યે આકર્ષિત થઈ જાય છે. ઘણા સંગઠનોએ આ ફિલ્મનો વિરોધ કર્યો હતો જેના કારણે આ ફિલ્મ પર બેન લગાવી દેવામાં આવ્યો.

સીન્સ.

image source

વર્ષ 2005માં આવેલી ફિલ્મ સીન્સ યશરાજ બેનર હેઠળ બની હતી. ફિલ્મનું વાર્તા એક યુવાન છોકરી અને પાદરીના પ્રેમ પ્રસંગ પર આધારિત હતી. આ ફિલ્મને લઈને ઈસાઈ ધર્મના લોકોએ વાંધો વ્યક્ત કર્યો હતો. એ જ કારણે ફિલ્મ પર બેન લગાવી દેવામાં આવ્યું.

વાટર.

image source

દીપા મહેતાની ફિલ્મ વાટરમાં વિધવા સ્ત્રીઓના જીવન સાથે જોડાયેલી હકીકત બતાવવામાં આવી છે. આ ફિલ્મને એકેડમી એવોર્ડ 2007 માટે નોમિનેટ પણ કરવામાં આવી. પણ વિવાળોના કારણે એને બેન કરી દેવામાં આવી.

બેનડીટ કવીન.

image soucre

ફિલ્મ બેનડીટ કવિનની ચર્ચા તો આજે પણ આખા બોલિવુડમાં છે. આ ફિલ્મ એક એવી સ્ત્રીની વાર્તા પર આધારિત છે જેની સમાજમાં ઘણા લોકોએ આબરૂ લૂંટી અને એ ઘટના પછી એ મહિલા ફુલન દેવીના રૂપમાં ચંબલની ઘાટીમાં ડાકુ બનીને પોતાનો બદલો લેવા લાગી હતી.

કામસૂત્ર 3ડી.

image source

ફિલ્મ કામસૂત્ર 3ડીમાં કામુક દ્રશ્ય ભરપૂર હોવાના કારણે એને સેન્સર બોર્ડે લીલી ઝંડી ન આપી અને આ ફિલ્મ યુટ્યુબ પર જ સીમિત રહી ગઈ. ફિલ્મ વર્ષ 2013માં રિલીઝ થવાની હતી અને એને રૂપેશ પોલે ડાયરેકટ કરી હતી.

યુઆરએફ પ્રોફેસર.

image source

ફિલ્મ યુઆરએફ પ્રોફેસરને પણ બોલ્ડ સીનના કારણે સેન્સર બોર્ડે લીલી ઝંડી ન આપી. આ ફિલ્મમાં ફેમસ એકટર શરમન જોશી સિવાય મનોજ પહવા અને અનંત માલી જેવા એકટર પણ હતા. ફિલ્મ વર્ષ 2001માં રિલીઝ થવાની હતી. ફિલ્મના નિર્માતા પંકજ આડવાણી હતા.

પાંચ.

image source

ફિલ્મ પાંચ પણ એ વિવાદિત ફિલ્મોમાંથી એક છે જે પડદા સુધી ન પહોંચી શકી. સેન્સર બોર્ડના લાખ કટ લગાવ્યા પછી પણ ફિલ્મ રિલીઝ ન થઈ શકી અને એને બેન કરવી પડી. ફિલ્મના બેન થવા પાછળનું કારણ અશ્લીલતા નહિ પણ વધુ પડતી હિંસા અને નશાખોરી હતું. ફિલ્મના નિર્દેશક અનુરાગ કશ્યપ હતા.

ધ પેન્ટેડ હાઉસ.

image source

ફિલ્મ ધ પેન્ટેડ હાઉસ સેન્સર બોર્ડમાં જતા જ બેન થઈ ગઈ કારણ કે આ ફિલ્મની વાર્તા પણ એક વૃદ્ધ વ્યક્તિ અને યુવાન છોકરી વચ્ચેના સંબંધો પર આધારિત હતી. ફિલ્મ વર્ષ 2015માં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong