સુશાંતે ક્યારેય આ હિરોઈન સાથેના રિલેશનની વાત નથી કરી જાહેર

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતને આજે દુનિયા છોડ્યાને એક વર્ષ થઈ ગયું છે. સુશાંત દૂર આકશમાં તારાઓમાં ક્યાંક ખોવાઈ ગયો, પરંતુ તેનો પરિવાર, ચાહકો અને મિત્રો હજી પણ તેમને યાદ કરે છે. સુશાંતનો કેસ ડ્રગ્સના એંગલમાં ફસાયેલા છે. આ મામલે તપાસ ચાલી રહી છે. પરંતુ ગયા વર્ષે તેના મૃત્યુ પછી, તે બધા રહસ્યો બહાર આવ્યા, જે કદાચ પહેલા કોઈને જાણ હશે. સુશાંતના અંગત મદદનીશ રહેલા સાબીર અહમદે એક્ટર અને સારા અલી ખાન વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આ પછી સુશાંતની મિત્ર સ્મિતા પરીખે પણ બંને વચ્ચેના સંબંધની પુષ્ટિ કરી હતી.

બંનેને એકબીજાની કંપની ગમતી

image source

ફિલ્મ ‘કેદારનાથ’ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન બંને નજીક આવી ગયા હતા. બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. બંનેને એકબીજાની કંપની પણ ગમી, પણ પછી અચાનક બંને અલગ થઈ ગયા. તેમ છતાં તેઓએ તેમના સંબંધોને ક્યારેય ઓફિશિયલ ન કર્યા, પરંતુ તેમની ડેટિંગની કહાનીઓ બી-ટાઉન સમાચારોમાં આવતી રહી.

સુશાંત ખૂબ જ દુખી થઈ ગયો હતો

image source

સુશાંત સિંહ રાજપૂતના પારિવારિક મિત્રે પણ સારા અલી ખાન સાથે અભિનેતાના સંબંધ વિશે જણાવ્યું હતું, અભિનેતાની મિત્ર સ્મિતા પરીખે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સારા અલી ખાન સાથેના બ્રેકઅપ પછી સુશાંત ખૂબ જ દુખી થઈ ગયો હતો. સુશાંત આ બ્રેકઅપથી ખરાબ રીતે તૂટી ગયો હતો અને કલાકો સુધી રડતો હતો. સુશાંતે રડતા રડતા સ્મિતાને પૂછ્યું કે ‘આખરે તેની સાથે જ આવું કેમ થાય છે?’

કેદારનાથના પ્રમોશન વખતે પણ સુશાંત ખુશ હતો

image source

સ્મિતાના જણાવ્યા અનુસાર, સારા અલી ખાન સાથેના બ્રેકઅપ પછી સુશાંતના જીવનમાં રિયા ચક્રવર્તીની એન્ટ્રી થઈ. રિયાએ ઝડપથી તેના જીવનમાં એક સ્થાન બનાવી લીધુ, જે તેને પસંદ ન હતું. સ્મિતાના કહેવા પ્રમાણે, કેદારનાથના પ્રમોશન વખતે પણ સુશાંત ખુશ હતો. તમને જણાવી દઈએ કે માત્ર સાબીર અહેમદ અથવા સ્મિતા પરીખ જ નહીં, સુશાંત સાથે સંકળાયેલા અન્ય લોકોએ પણ ખુલાસો કર્યો છે કે સુશાંત અને સારા એક બીજાને ખૂબ પસંદ કરતા હતા અને બંને વચ્ચે ખૂબ જ સારા બોન્ડ હતા. બંને એકબીજાને ખૂબ માન આપતા હતા અને એકબીજાને લગતા લોકોને પણ ધ્યાન આપતા હતા. અભિનેતાના મિત્ર સેમ્યુઅલએ પણ બંને વચ્ચેના સંબંધ વિશે ખુલાસો કર્યો હતો. તો બીજી તરફ સુશાંત મોતના એક વર્ષ બાદ પણ તેમના મોત અંગે હજુ કોઈ ખાસ બહાર આવ્યું નથી. તપાસ એજન્સી ઘણા લોકોની પુછપરછ કરી રહી છે. એજન્સીના રિપોર્ટ બાદ સાચી હકિકત બહાર આવશે.

image source

તમને જણાવી દઈએ કે વર્ષ 2002માં એક્ટર સુશાંતની માતાનું નિધન થયું હતું, ત્યારબાદ તેમનો પરિવાર પટનાથી આવીને દિલ્હીમાં શિફ્ટ થઈ ગયો હતો. સુશાંત સિંહ અભ્યાસમાં ખૂબ હોશિયાર હતો, ધોરણ 11માં સુશાત સિંહને ફિઝિક્સ ઓલમ્પિયાડમાં તેમને ગોલ્ડ મેડલ મળ્યુ હતું. દિલ્હીમાં એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા કરતા સુશાંતને લાગ્યું કે તેને એકસ્ટ્રા એક્ટિવિટીઝમાં જોડાવવું જોઈએ. ત્યારબાદ સુશાંત સિંહે એન્જિનિયરિંગનો અભ્યાસ છોડી દીધો અને શ્યામક દાવરના ડાન્સ ગૃપને જોઈન કર્યું. શ્યામક જોડે સુશાંત સિંહે દેશ-વિદેશમાં અનેક લોકો સાથે ઘણા શોઝ કર્યા. સુશાંત ખૂબ સારા ડાન્સર હતા. ઓસ્ટ્રેલિયામાં કોમવેલ્થ ગેમ્સમાં સુશાંતને એશ્વર્યા રાય સાથે જુનિયર ડાન્સર તરીકે ડાન્સ કરવાની તક મળી.

image source

ત્યાર બાદ વર્ષ 2008માં એકતા કપૂરની ટીવી સિરિયલ ‘કિસ દેશ હે મેરા દિલ’ થી સુશાંતે ડેબ્યૂ કર્યું હતું. આ સિરિયલથી સુશાંતને થોડી ઘણી ઓળખ મળી પરંતું પ્રોડ્યુસર એકતા કપૂરના દિલમાં તેને જગ્યા બનાવી દીધી. થોડા સમય બાદ એકતા કપૂરે સુશાંતને ‘પવિત્ર રિશ્તા’માં મેઈન લીડ તરીકે મોટો ચાન્સ આપ્યો. નોંધનિય છે કે આ સિરીયલથી સુશાંતનું કેરિયર પવનની ગતિએ દોડવા લાગ્યું. ‘માનવ’ ના પાત્રથી સુશાંતને ઘરે ઘરે લોકો ઓળખવા લાગ્યા. હવે સુશાંતને મોટા પડદા પર પોતાનું નસીબ અજમાવવું હતું અને તેની પહેલી ફિલ્મ જ તેની ફિલ્મી કારકિર્દી માટેનો શ્રેષ્ઠ નિર્ણય સાબિત થઈ. અભિષેક કપૂરની ફિલ્મ ‘કાઈપો છે’થી સુશાંતના કામના ઘણા વખાણ થયા અને તે બોલિવૂડમાં સૌનો માનીતો બની ગયો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong