બોયફ્રેન્ડને ગર્લફ્રેન્ડ પર શક જતાં GFની જ આ વસ્તુમાં લગાવ્યો સિક્રેટ કેમેરો, પછી જે રાજ ખૂલ્યાં એ જોઈને….

અમેરિકામાં ‘મિસ્ટર સર્વેલન્સ’ તરીકે પ્રખ્યાત ટિકટોક યુઝરે હાલમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું હતું કે કેવી રીતે તેણે ચાલાકીપૂર્વક તેની ગર્લફ્રેન્ડની ચાલ સામે લાવવા માટે ગુપ્ત કેમેરાનો ઉપયોગ કર્યો. જાસૂસી કરનાર તે બોયફ્રેન્ડ સાથે થયેલી વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે તેને લગભગ છ વર્ષથી તેની ગર્લફ્રેન્ડ પર શંકા હતી. ગર્લફ્રેન્ડની સચ્ચાઈ સામે લાવવા માટે બોયફ્રેન્ડને ઓનલાઇન મળતો સિક્રેટ કેમેરોનો ઉપયોગ કર્યો હતો.

image source

આ કેમેરો દેખાવમાં લગભગ ચાર્જર જેવો હતો. પરંતુ જો તમે નજીકથી તેને જોશો તો તેના યુએસબી ચાર્જિંગ પોઇન્ટની ઉપર એક લેન્સ છે જે ગુપ્ત રીતે બઘું રેકોર્ડ કરી શકે છે. બોયફ્રેન્ડને આ અંગે જણાવ્યું કે તેણે આ પગલું ત્યારે ભર્યું હતું કે જ્યારે તેને લાગ્યું હતું કે તેની પાર્ટનર એશ્લે તેની સાથે થોડા સમયથી છેતરપિંડી કરી રહી છે. આ વીડિયો અપલોડ કરતી વખતે તેણે લખ્યું છે કે ‘મારી જિંદગીમાં આ પહેલાં મે ક્યારેય આવું કશું જોયું નથી. કૃપા કરી મારા વિશે ખોટી છાપ ના બનાવો.

image source

આ પછી જાસૂસી બોયફ્રેન્ડને તેના પ્લાનિંગ વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું કે ઘર છોડતા પહેલા તેણે ચાર્જરને યોગ્ય જગ્યાએ મૂકી દીધુ હતું અને ત્યારબાદ આખી કહાની સામે આવી ગઈ હતી. મળતી માહિતી મુજબ આ કર્યાના થોડા દિવસો પછી મિસ્ટર સર્વેલન્સએ એક ફોલોઅપ વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તેની ગર્લફ્રેન્ડની તમામ છેતરપિંડી સામે આવી હતી. આ સિક્રેટ કેમેરાથી બનેલો આ વીડિયો હવે વાયરલ થયો છે જેને 9 લાખ 80 હજારથી વધુ લોકોએ જોયો છે.

image source

આ વીડિયોને 70 હજારથી વધુ યુઝર્સ દ્વારા પસંદ પણ કરવામાં આવ્યો છે. આ વીડિયો ક્લિપની શરૂઆતમાં જ બોયફ્રેન્ડ પોતે રસોડાની દિવાલના સોકેટમાં ચાર્જર મૂકતા નજરે પડે છે. આગળ જોઈ શકાય છે કે તેણે ચાર્જરને યુએસબી પોર્ટથી કનેક્ટ કર્યો હતો જેથી કેમેરો દેખાઈ નહીં.

image source

આ રીતે છૂપાવેલ કેમેરો ગર્લફ્રેન્ડ શોધી શકે તેની કોઈ સંભાવના હતી નહીં. તેણે ચાર્જરને તેની જગ્યાએ મૂક્યા પછી બોયફ્રેન્ડ પાર્કિગમાં પાર્ક કરેલી તેની કારમાં બેઠો અને ઘરની જાસૂસી શરૂ કરી.

image source

તેણે કહ્યું કે તે કારમાં બેઠા બેઠા જ ફોન પરથી તે કેમેરામાં દ્વારા થઈ રહેલ બધું લાઇવ સ્ટ્રીમિંગ જોતો હતો. તે વીડિયોમાં જોઈ શકાય છે કે અચાનક જ દરવાજો ખોલવાનો અવાજ આવી રહ્યો છે અને તેની ગર્લફ્રેન્ડ કોઈ અન્ય વ્યક્તિ સાથે હાથ પકડતી નજરે પડી છે. આ જોઈને ઘણા બધા પ્રશ્નો તેના મનમાં ગુંજવા લાગે છે. તેણે ત્યારબાદની વાત કરતા કહ્યું કે તે બંને એકબીજાના રૂમમાં જતા પહેલા બંને કિસ કરતી વખતે કેમેરામાં ઝડપાઈ ગયાં હતા.

image source

આ વીડિયો અપલોડ કરતી વખતે આ ટિકટોક વપરાશકર્તાએ લખ્યું હતું કે મારા જીવનના છ વર્ષથી વધુનો સમય તેની પાછળ વેડફાઇ ગયો છે. બોયફ્રેન્ડએ આ વીડિયોને ગર્લફ્રેન્ડને પણ મોકલ્યો હતો અને ચેટમાં લખ્યું હતું કે આપણી વચ્ચે બધું સમાપ્ત થઈ ગયું છે. હવે તારો સામાન ઝડપથી પેક કર.

image source

હું આશા રાખું છું કે તમે ખુશ થશો. રેકોર્ડ કરેલો બીજો વીડિયો તો પ્રથમ વીડિયો કરતા પણ વધુ વાયરલ થયો છે. તેને લગભગ 15.2 મિલિયન લોકોએ જોયો છે અને લગભગ 2.1 મિલિયન લોકોએ તેને લાઈક કર્યો છે. આ વીડિયો જોયા પછી લોકો નવાઈ પામી રહ્યાં છે અને તેના પર હજારો લોકોની કૉમેન્ટ પણ આવી રહી છે.

image source

કેટલાક લોકોએ સર્વેલન્સને એવું પણ પૂછ્યું છે કે તેણે આ કેમેરો ક્યાંથી લીધો છે. આ સિવાય એક વ્યક્તિએ લખ્યું છે કે આ મૂળરૂપે કેમેરા માટે કરવામાં આવેલ પ્રમોશન છે. આમાં કંઈ ગંભીર નથી. આવી જાહેરાત માટે આવું ખોટી કહાનીઓ ન કહેવી જોઈએ. જો આ વ્યક્તિએ ખરેખર આ કેમેરો બનાવ્યો છે અને ખરેખર આ કામ માટેની આવી સ્ક્રિપ્ટ લખી છે તો તેણે માર્કેટિંગના ભાગરૂપે આ કર્યું છે.

image source

એક યુઝરે કૉમેન્ટ કરી હતી કે ખુબ સરસ એક્ટિંગ, તમે આ કેમેરો ક્યાંથી ખરીદ્યો છે. બીજા કેટલાક લોકો એવા પણ છે કે જેને આ વાત પર પર વિશ્વાસ નથી. આવા જ એક યુઝરે લખ્યું હતું કે મને લાગે છે કે વીડિયોમાં દેખાઈ રહેલ વ્યક્તિ જ તે છોકરીનો અસલી બોયફ્રેન્ડ છે અને તેણે પ્રખ્યાત થવા માટે આ બધું કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong