સારા સ્વાસ્થ્ય માટે સુવા માટેની આ બેસ્ટ રીત અપનાવો અને સવારે તાજામાજા ઉઠો..

શરીરને જો આજીવન સ્વસ્થ રાખવું હોય તો તેમાં કેટલાક પાયાના નિયમોને ફોલો કરવાના હોય છે બીજુ બધું તમારું શરીર જાતે જ કરી લે છે. જેમ કે નિયમિત ખોરાક લેવો, નિયમિત શારીરિક શ્રમ કરવો, નિયમિત આરામ કરવો અને નિયમિત ઉંઘવું.

આજના ઇન્ટરનેટના જમાનામાં આપણે ઉંઘને તો જાણે બાજુ પર જ ધકેલી દીધી છે કારણે હર હંમેશા આપણા હાથમાં મોબાઈલ રહેવા લાગ્યા છે અને આ મોબાઈલમાં જગતભરની માહિતી અને હવે તો મનોરંજન પણ ઉપલબ્ધ છે માટે ફોનને હાથથી દૂર કરવો જ ગમતો નથી. આજથી 40-50 વર્ષ પહેલાં ઘરના બધા જ સભ્યો 8-9 વાગે સુઈ જતાં અને સવારે વહેલા ઉઠી જતા પણ હવે લોકો 12 વાગે પણ ઘુવડની જેમ આંખો ખુલી રાખીને જાગતા રહે છે.

આપણા શરીર માટે જેટલો જરૂરી ખોરાક છે તેટલી જ જરૂરી છે ઉંઘ. ખોરાક આપણા શરીરને સ્વસ્થ બનાવે છે જ્યારે ઉંઘ એ આપણા મન, મગજ અને શરીર ત્રણેને આરામ આપે છે. જેથી કરીને તમે નવા દીવસે નવી સ્ફૂર્તિથી કામ કરી શકો. પણ તેના માટે તમને સરસ મજાની ઉંઘ આવવી જરૂરી છે. અને આરામદાયક ઉંઘ લાવવા માટે અમે અહીં કેટલીક રીતો બતાવી છે તેને અપનાવી જુઓ.

સીધા સુવું એટલે કે પીઠ નીચેની તરફ રહે તેમ સુવું

આરામદાય ઉંઘ માટે સીધા સુવાની રીતને સૌથી યોગ્ય માનવામાં આવે છે. કારણ કે તે સ્થિતિમાં તમારું માથું, તમારા હાથ-પગ અને કરોડરડુ કુદરતી સ્થિતિમાં હોય છે. તેનો એક લાભ એ છે કે આમ સુવાથી તમારી ત્વચા પર કરચલી નથી પડતી કારણ આ સ્થિતિમાં સુવાથી ચહેરો જરા પણ દબાતો નથી.

હાથ અને પગ ફેલાવી સીધું સુવું

આ સ્થિતિ ખુબ જ રીલેક્સીંગ સ્થિતિ છે. આ સ્થિતિમાં તમે સીધા જ પીઠ પર જ સુઓ છો પણ તમારા હાથ કે પગ એકબીજા સાથે જોડાયેલા નથી હોતા પણ ફેલાયેલા હોય છે. તમારા બન્ને પગ થોડા ફેલાવી લેવા અને તમારા બન્ને હાથ તમારા માથા સુધી લાવીને ફેલાવવા જો તમે 8-10 મહિનાના બાળકોને ક્યારેક સુતા જોયા હશે તો તેઓ આ જ રીતે સુતા હોય છે. જાણે કોઈ ચિંતા જ ન હોય તેમ તેઓ સાવજ આરામદાયક સ્થિતિમાં સુતા હોય છે. આ પોઝિશનમાં સુવાથી તમારું મન અને શરીર બન્ને રીલેક્ષ કરે છે.

બન્ને પગના ગોઠણ વચ્ચે તકીયો મુકીને ઉંઘવું

આ સ્થિતિ પણ ખુબ જ રિલેક્સિંગ છે ઘણા લોકો માથા નીચે તકિયો મુકવાની જગ્યાએ પોતાના બન્ને ગોઠણ વચ્ચે તકીયો મુકીને એક પડખે સુતા હોય છે. પણ આ પોઝિશનમાં સુવાથી તમારા પગને ખુબ આરામ મળે છે અને તમારો થાક દૂર થઈ જાય છે.

ડાબા પડખે ઉંઘવુ

જો તમે ડાબા પડખે સુવાનું પસંદ કરતા હોવ તો તેના ઘણા ફાયદા છે. એક સંશોધન પ્રમાણે આ સ્થિતિમાં જો ઉંઘવામાં આવે તો પેટ ફુલવું, હૃદય રોગ, પેટના રોગ, ગેસ, એસિડીટી, થાક વિગેરે સમસ્યામાંથી રાહત મળે છે. જ્યારે આપણે ડાબા પડખે સુઈએ છીએ ત્યારે લીવર પર ભાર નથી પડતો અને માટે શરીરમાંના ઝેરી તત્ત્વોને બહાર નીકળવામાં સરળતા રહે છે. આયુર્વેદમાં ડાબા પડખે સુવાની સ્થિતિને ઉત્તમ માનવામાં આવી છે.

જમણા પડખે ઉંઘવું

ડાબા પડખા કરતાં જમણા પડખે સુવાની સ્થિતિને યોગ્ય નથી માનવામાં આવતી. ઉપર જણાવ્યું તેની વિરુદ્ધ શરીરમાંના ઝેરી તત્ત્વોને શરીરમાંથી નીકળવામાં સરળતા નથી રહેતી. જેના કારણે હૃદય પર દબાણ આવે છે અને હાર્ટ રેટ પણ ઉંચો રહે છે સાથે સાથે પેટના રોગો પણ થાય છે. આયુર્વેદમાં પણ જમણા પડખે સુવાની મનાઈ છે.

માથા નીચે બે તકીયા રાખીને ઉંઘવું

સામાન્ય રીતે તો માથા નીચે તકીયા રાખવાની મનાઈ છે. પણ નાનપણથી આદત પડી ગઈ હોવાથી તકીયા વગર ઉંઘ નથી આવતી પણ ઘણા લોકોને બે તકીયા લેવાની આદત હોય છે જે તમારી કરોડ રજૂ માટે યોગ્ય નથી. પણ જો તમને સાઇનસનો પ્રોબ્લેમ હોય તો આ રીતે સુવામાં તમને ફાયદો થાય છે.

ટુંટીયુ વાળીને એટલે કે ભ્રુણની જેમ સુવું

ઘણા લોકોને આ રીતે બે ગોઠણ વાળીને એક પડખે સુવાની આદત હોય છે. જેનો મુખ્ય ફાયદો એ હોય છે કે આ પોઝીશનમાં સુવાથી તમારા કરોડ રજુ પર કોઈ દબાણ નથી આવતું અને તમે જ્યારે સવારે ઉઠો ત્યારે તાજા-માજા ઉઠો છો. જો કે તેમ સુવાથી ડોક અને પીઠ દુખવાની સમસ્યા પણ ઉભી થઈ શકે છે.

ઉંધુ ઉંઘવું – પેટ નીચેની તરફ રહે તેમ ઉંઘવું

જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તમે આ સ્થિતિમાં એટલે કે પેટ નીચેની તરફ રહે તેમ સુઈ શકો છો. જેનાથી તમારું બ્લડ પ્રેશર નીચું રહે છે. જો કે આ સ્થિતિને કંઈ આદર્શ સ્થિતિ માનવામાં નથી આવતી તેના બીજા ગેરફાયદા પણ છે. કારણ કે આ સ્થિતિમાં સુતી વખતે આપણું શરીર અકુદરતી સ્થિતિમાં હોય છે જેના કારણે શરીરે ખાલી ચડી જાય છે જે હેલ્થ માટે યોગ્ય નથી. તેમ સુવાથી યુવાન વયે ચહેરા તેમજ શરીર પર કરચલીઓ પડી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ