જો તમે વધુ પ્રમાણમાં સંતરાનો જ્યૂસ પીતા હોવ તો સાવધાન, જાણી લો કેમ

મિત્રો, જો તમે તમારા સ્વાસ્થ્યની તંદુરસ્તી જાળવી રાખવા ઈચ્છતા હોવ તો તમારે વધારે પડતુ ફળો અને લીલોતરી સબ્જીનુ સેવન કરવુ જોઈએ અને શક્ય બને ત્યા સુધી ઘરના ગરમાગરમ ભોજનના સેવનનો આગ્રહ રાખવો. જો તમે આ વસ્તુઓનુ સેવન કરો છો તો તમારા શરીરને કોઈપણ પ્રકારની બીમારીઓ લાગુ પડતી નથી અને તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબુત બને છે.

image source

ફળોમા વિટામિન-સી સમૃદ્ધ નારંગી એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી અને ફાયદાકારક માનવામાં આવે છે. મોટાભાગના લોકો આ ફળનો રસ કાઢી અને તેને પીવાનુ પસંદ કરે છે એટલે કે આ ફળને સુધારીને તેનુ સેવન કરવા કરતા લોકો તેનુ જ્યૂસ બનાવીને તેને પીવાનુ વધારે પડતુ પસંદ કરે છે પરંતુ, એ વાત પણ વાસ્તવિકતા છે કે, વધારે પડતુ કોઈપણ વસ્તુનુ સેવન એ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. તો ચાલો આજે આપણે નારંગીના વધુ પડતા સેવનથી થતા નુકસાન વિશે માહિતી મેળવીએ.

image source

આ ફળના રસમા પુષ્કળ માત્રામા વિટામિન-સી સમાવિષ્ટ હોય છે, તે નાના આંતરડામા લોહતત્વનુ શોષણ કરવામા ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, આ ફળનો રસ વધારે માત્રામા સેવન કરવાથી વિટામિન-સી અને લોહતત્વની માત્રા શરીરમા વધી જાય છે, જેનાથી શરીરના અન્ય અંગો જેમકે, કિડની, યકૃત વગેરે જેવા અંગોને ભારે પ્રમાણમા હાની પહોંચાડે છે.

image source

આ ઉપરાંત નિયમિત આ ફળનો રસ પીવો એ તમારા દાંત માટે પણ ખુબ જ હાનિકારક સાબિત થઇ શકે છે. આ ફળમા સમાવિષ્ટ એસિડ એ તમારા દાંતને ભારે પ્રમાણમા નુકશાની પહોંચાડે છે અને તમારા દાંત પરના રક્ષણાત્મક સ્તરને દૂર કરે છે. માટે હમેંશા એ વાતની સાવચેતી રાખવી કે, જ્યારે પણ આ જ્યુસનુ સેવન કરો ત્યારે તેની માત્રા વધી ના જાય.

image source

આ ફળમા આવશ્યક માત્રામા ફાઇબર નામનુ પોષકતત્વ પણ સમાવિષ્ટ હોય છે. આ ફળ અથવા તો તેના જ્યુસનુ સેવન કરવાથી તમારુ પેટ લાંબા સમય સુધી ભરાયેલુ રહેતું નથી. આ સિવાય વધુ રસ પીધા પછી બ્લડ સુગરનુ સ્તર પણ વધી જાય છે, એવા કિસ્સામાં તમને ફરીથી ભૂખ લાગે છે અને તમારુ વજન પણ ઝડપથી વધવા લાગે છે.

image source

આ કારણોસર જ્યારે પણ આ વસ્તુનુ સેવન કરો ત્યારે તેનુ સેવન વધી ના જાય તે અંગે વિશેષ સાવચેતી રાખવી કારણકે, એકવાર જો તમારુ વજન વધી જાય તો પછી તેને ઘટાડવુ કેટલુ મુશ્કેલ છે એ વાત આપણે સૌ જાણીએ છીએ માટે જ્યારે પણ નારંગીનુ સેવન કરો ત્યારે ઉપરોક્ત બાબતો અંગે વિશેષ સાવચેતી રાખવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત