સાંધાના દુખાવાથી લઇને ડિપ્રેશન જેવી અનેક બીમારીઓ દૂર કરવા માટે જાયફળ છે અક્સીર, આ રીતે કરો ઉપયોગ

જાયફળનો ઉપયોગ મોટાભાગે ઠંડા વાતાવરણમાં થાય છે. તેમાં ઘણા રોગો મટાડવાનો ગુણધર્મો છે. તેનો ઉપયોગ કરતા પહેલા તમારે તમારા ડોક્ટરનો સંપર્ક કરવો પણ જરૂરી છે. ઠંડા વાતાવરણમાં જાયફળનો ઉપયોગ તમને શરદી અને કફની સમસ્યાથી દૂર રાખે છે જાયફળનો ઉપયોગ તમારા ચહેરા પર પણ કરી શકાય છે. જાયફળનો ઉપયોગ મોટાભાગે રસોડામાં ખોરાકનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. જાયફળ ખોરાકનો સ્વાદ વધારવા તેમજ શરીર અને ચહેરાને સુંદર બનાવવા માટે ફાયદાકારક છે. આપણા વડીલોને કેહતા સાંભળ્યું હશે કે જો નાના બાળકને જાયફળ અને તેલથી માલિશ કરવામાં આવે તો તે બાળકના હાડકાને મજબૂત બને છે. જાયફળમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે. જો તમે તકલીફોનો સામનો કરતી વખતે તમારા શરીરને અને તમારી ત્વચાને સ્વસ્થ રાખવા માંગો છો, તો ડોક્ટરની સલાહ લઈને જાયફળનો ઉપયોગ કરવો જ જોઇએ. તો ચાલો જાણીએ કે ઘણા બધા ગુણોથી ભરપૂર જાયફળનો ઉપયોગ કરવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે.

image source

1. જો તમારી આંખો પર કોઈ ગાંઠ થઈ છે, તો તમે તે જગ્યા પર જાયફળ ઘસીને લગાવો. આ ઉપાયથી તમારી સમસ્યાથી ઘણી હદ સુધી રાહત મળી શકે છે. તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને તમારા ડોક્ટરની સલાહ લો.

2. જાયફળમાં વિટામિન એ, બી, સી ઘણો હોય છે. જો તમે ઠંડા વાતાવરણમાં જાયફળનું સેવન કરો છો, તો તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકે છે.

image source

3. જો તમે ડિપ્રેશન જેવી બિમારીથી પીડિત છો, તો આ સમસ્યા દૂર કરવા માટે જાયફળનું સેવન તમારા માટે ફાયદાકારક છે, કારણ કે જાયફળમાં હાજર એન્ટિકોનવલસન્ટ નામનું તત્વ તમારા શરીરનું લોહીનું પરિભ્રમણ સુધારવા સાથે તમારી ડિપ્રેશનની સમસ્યા પણ દૂર કરે છે.

image source

4. જો તમે જાયફળને ઘસીને તમારી પાંપણમાં લગાવો છો તો અનિંદ્રાની સમસ્યા દૂર થશે. જો તમને ત્વચાની કોઈ સમસ્યા છે, તો આ ઉપાય અપનાવતા પેહલા કોઈ નિષ્ણાતનો અભિપ્રાય લો.

5. જાયફળમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો સાથે બળતરા વિરોધી ગુણધર્મો પણ હોય છે, જે તમારા સાંધાના દુખાવા અથવા બળતરાને દૂર કરવામાં ઘણી હદ સુધી મદદ કરી શકે છે.

image source

6. એન્ટિફંગલ્સ, એન્ટી બેક્ટેરિયલ તેમજ એન્ટીઇન્ફ્લેમેટરી તત્વો જાયફળમાં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે આપણા ચહેરા પરના પિમ્પલ્સને દૂર કરવામાં ઘણી હદ સુધી મદદ કરી શકે છે. તેનો ઉપયોગ કરીને, તમે તમારા ચહેરાને ચમકદાર રાખી શકો છો.

image source

7. ઠંડીની ઋતુમાં જો તમે જાયફળને તેલમાં મિક્સ કરીને આ તેલથી તમારા બાળકોની હળવા હાથે માલિશ કરશો તો શરદી અને ઉધરસ જેવી સમસ્યામાં તમને ઘણી રાહત મળશે.

image source

8. જાયફળના ઉપયોગથી પણ બાળકની ડાયરિયાની સમસ્યા દૂર થઈ શકે છે. આ માટે જાયફળને પીસીને બાળકને દિવસમાં 2 વખત હળવા ગરમ પાણીથી ખવડાવો તો ડાયરિયા તરત જ બંધ થઈ જશે.

image source

9. જાયફળનું સેવન કરવાથી તમારી પાચન શક્તિ બરાબર રહે છે. આ માટે તમે તમારા દૈનિક ભોજનમાં જાયફળના ટુકડા ઉમેરી શકો છો અને તેના પાવડરને પણ મિક્સ કરી શકો છો. જાયફળ ખાવાથી ભૂખ વધે છે અને પેટની બધી બીમારીઓથી છુટકારો મળે છે.

image source

10. જો તમારા મોંમાંથી તીવ્ર દુર્ગંધ આવે તો જાયફળનો ઉપયોગ ફાયદાકારક છે. દુર્ગંધના મુખ્ય કારણો વાયરસ અને બેક્ટેરિયા છે જે ગળાની આસપાસના વિસ્તારમાં સ્થિર રહે છે અને ઝડપથી વિકસે છે. જાયફળમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, તેથી તે મોમાં હાજર બેક્ટેરિયાને મારી નાખે છે અને તેની સુગંધથી મોની ગંધ ઘટે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત