ધરતી પર આ સમયે અને આ સ્વરૂપે પાછા આવશે સાંઇ બાબા!

જાણો કેટલા છે સાંઈ બાબાના અવતાર, ક્યારે કયા સ્વરુપે ફરી આવ્યા ધરતી પર

image source

છેલ્લા કેટલાક સમયથી સાંઈ બાબાનું શિરડી ચર્ચામાં રહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સાંઈ જન્મભૂમિ પાથરી શહેરના વિકાસ માટે 100 કરોડ ફાળવવાની વાત કરી ત્યાર પછીથી ભારે વિવાદ શરૂ થયો હતો. તો આજે તમને જણાવીએ કે શિરડી અને પાથરી બંને સ્થાનનું શું મહત્વ છે અને લોકો શું માને છે સાંઈ બાબાના અવતારો વિશે.

image source

કેટલાક શ્રદ્ધાળુઓ પાથરીને સાંઈ બાબાની જન્મભૂમિ માને છે. જ્યારે શિરડીના લોકોનું કહેવું છે કે સાંઈ બાબાની જન્મભૂમિ અજ્ઞાત છે. આ વાત સાથે કેટલાક દિવસોમાં શિરડીમાં બંધ પાડવામાં આવ્યો હતો. વિરોધ કરતા લોકોનું કહેવું હતું કે સાંઈ બાબાએ ક્યારેય પોતાના જન્મ સ્થાન અંગે કે ધર્મ અંગે સ્પષ્ટતા કરી ન હતી.

image source

હિંદૂ અને મુસ્લિમ સુમદાયો સહિત અનેક ધર્મના લોકો શિરડીના સાંઈ બાબામાં અતૂટ શ્રદ્ધા રાખે છે. સાંઈ બાબાના ચમત્કારો લોકોના મનમાં આજે પણ ખાસ સ્થાન ધરાવે છે. લોકોના મનમાં સાંઈ બાબા આજે પણ સાક્ષાત છે જ તેથી જ તેમના અલગ અલગ અવતારોમાં પણ લોકો વિશ્વાસ રાખે છે. કયા કયા છે આ અવતાર તમે પણ જાણો આજે.

સાંઈ બાબા

image source

શિરડીના સાંઈ બાબાનો ઈતિહાસ સૌથી જૂનો છે. માન્યતા છે કે શિરડીના સાંઈનો જન્મ 1838થી 1842 વચ્ચે થયો હતો. તેઓ એક ફકીર હતા અને સાધૂ જેવું જીવન જીવતા હતા. શિરડીમાં આવ્યા બાદ તેમને સાંઈ નામ આપવામાં આવ્યું. તેઓ શિરડીની એક જૂની મસ્જિદમાં રહેતા અને તેમના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવતા.

image source

સાંઈ 16 વર્ષની ઉંમરમાં શિરડી આવ્યા હતા અને ચિરસમાધિમાં લીન થયા ત્યાં સુધી તેઓ અહીં જ રહ્યા. 1918માં તેમણે દેહત્યાગ કર્યો હતો. દેહ ત્યાગ કર્યા બાદ 8 વર્ષના બાળકના રુપમાં ફરીથી ધરતી પર આવ્યા તેવી શ્રદ્ધાળુઓની માન્યતા છે.

સત્ય સાંઈ બાબા

image source

સાંઈ બાબાના મૃત્યુના 8 વર્ષ બાદ સત્યસાંઈ બાબાનો જન્મ થયો હતો. સત્ય સાંઈ બાબાને શિરડીના સાંઈનો જ અવતાર માનવામાં આવતા. સત્ય સાંઈનો જન્મ આંધ્ર પ્રદેશના પુટ્ટુપાર્થીમાં 1926માં થયો હતો.

image source

તેઓ 13 વર્ષના હતા ત્યારે શ્રદ્ધાળુઓએ તેમને સાંઈ બાબાના સ્વરૂપ તરીકે સ્વીકાર્યા. બોલિવૂડથી લઈ રમત જગતના ખેલાડીઓ તેમની ભક્તિ કરતાં. તેમના ચમત્કારો લોકોને અભિભૂત કરી દેતા. સત્ય સાંઈનું મોત 2011માં થયું હતું.

પ્રેમા સાંઈ બાબા

image source

સત્ય સાંઈના મૃત્યુ બાદ એવી ભવિષ્યવાણી થવા લાગી કે સાંઈ બાબા ફરી એકવા ધરતી પર અવતરિત થશે. સાંઈનો ત્રીજો અવતાર પ્રેમા સાંઈ બાબાનો હશે. જેમનો જન્મ કર્ણાટકના કોઈ એક જિલ્લામાં થશે.

image source

એટલું જ નહીં પ્રેમ સાંઈ બાબા વિશે એવી ભવિષ્યવાણી પણ કરવામાં આવી છે કે કયા સમયે પ્રેમા સાંઈ બાબાનો જન્મ થવાનો છે તે પણ નક્કી છે. એવી માન્યતા છે કે પ્રેમા સાંઈ બાબાનો જન્મ 2023થી 2025 વચ્ચે ધરતી પર થશે. આ સાંઈ બાબાનો ત્રીજો અને છેલ્લો અવતાર હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ