બોલિવૂડના આ 5 સેલેબ્સ પેરેન્ટ્સનો કરે છે જોરદાર રિસપેક્ટ, જાણો તો ખરા પરિવાર માટે શું કરી ચુક્યા છે

ગ્લેમર અને ચકમકથી ભરેલી બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં રોજબરોજ કલાકારો વચ્ચે સંબંધ બને છે અને બગડે છે. તમે પણ ઘણા જાણીતા સેલિબ્રિટીઝના અફેર અનવ બ્રેકઅપની ખબરો સાંભળી જ હશે, પણ બોલીવુડમાં થનારા લગ્નની વાત કરીએ તો બોલિવુડના મોટાભાગના કલાકારો જ્યાં લવ મેરેજમાં વિશ્વાસ કરે છે એવામાં ઘણા કલાકારો એવા છે જેમને પોતાના પરિવારની ઇચ્છાનું માન રાખવા માટે અરેન્જ મેરેજ કર્યા અને ખુશી ખુશી પોતાનું લગ્ન જીવન શરૂ કર્યું. તો ચાલો જાણી લઈએ બોલિવુડના એવા 5 કલાકારો વિશે જેમના અફેરના કિસ્સા તો સાંભળવા મળ્યા પણ એમને પરિવારનું માન જાળવવા માટે અરેન્જ મેરેજ કરીને ઘર વસાવ્યું છે.

1. શાહિદ કપૂર.

image source

બૉલીવુડ એકટર શાહિદ કપૂરનું નામ બોલીવુડની બેબો એટલે કે કરીના કપૂર સાથે જોડાયુ હતું અને બંનેના અફેરની ખબરો હંમેશા ચર્ચામાં રહી હતી પણ શાહિદે લગ્ન પોતાના પરિવારની મરજીથી કર્યા. શાહિદે મીરા રાજપૂત સાથે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. લગ્ન પછી શાહિદ અને મીરાની જિંદગીમાં દીકરી મિશા અને દીકરો ઝૈનના રૂપમાં ખુશીઓ આવી. હાલ આ કપલ ખુશી ખુશી પોતાનું લગ્નજીવન એન્જોય કરી રહ્યા છે

2. વિવેક ઓબરોય.

image source

બોલીવુડની ઘણી ફિલ્મોમાં શાનદાર અભિનય દ્વારા દર્શકોનું દિલ જીતનાર એકટર વિવેક ઓબરોય ભલે મિસ વર્લ્ડ રહી ચુકેલી ઐશ્વર્યા રાય સાથેના પોતાના અફેરના કારણે ચર્ચામાં રહ્યા હોય પણ એમનો સંબંધ સફળ ન રહ્યો. જો કે ઐશ્વર્યા સાથે નામ જોડાવા છતાં એમને પરિવારની મરજીથી પોતાની જીવનસાથી પસંદ કરી. એમને કર્ણાટકના મંત્રી જીવરાજ અલવાની દીકરી પ્રિયંકા સાથે લગ્ન કર્યા છે

3. નિલ નીતિન મુકેશ .

image source

બોલીવુડ એકટર નિલ નીતિન મુકેશે અચાનક લગ્ન કરીને દરેકને હેરાન કરી દીધા હતા. એમને ચોરીછુપી પોતાના પરિવારની પસંદની છોકરી સાથે અરેન્જ મેરેજ કરી લીધા હતા.એમની પત્નીનું નામ રૂકમની સહાય છે. જો કે નિલ નીતિન મુકેશનું નામ દીપિકા પાદુકોણ સાથે પણ જોડાયું હતું પણ અરેન્જ મેરેજ કરીને એકટર ખુશ છે બંનેને એક સુંદર દીકરી પણ છે.

4. ગોવિંદા.

image source

બોલિવુડના હીરો નંબર વન ગોવિંદાએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.ગોવિંદા 90ના દાયકાના સુપરહિટ કલાકારોથી એક રહ્યા છે અને આજે પણ એમના ફેન્સનું લાબું લિસ્ટ છે. જો કે ઘણી હિરોઇન સાથે ગોવિંદના અફેરની ચર્ચા રહી હતી પણ એમને અરેન્જ મેરેજ કરીને પોતાનું ઘર વસાવ્યું હતું. એમની પત્નીનું નામ સુનિતા છે અને આ જોડીમાં ઘણા વર્ષો થયા હોવા છતાં પ્રેમ એવોને એવો જ છે.

5 રાકેશ રોશન..

image source

આ વાત ઘણા ઓછા લોકો જાણતા હશે કે બોલિવુડના ફેમસ એકટર ઋત્વિક રોશનના પિતા રાકેશ રોશને પણ અરેન્જ મેરેજ કર્યા હતા.રાકેશ રોશનની પત્ની અને ઋત્વિક રોશનની માતા પિન્કીના પિતા હિન્દી સિનેમાના જાણીતા નિર્દેશક રહ્યા છે. રાકેશ રોશને લગ્ન બાબતે પોતાના પરિવારની ખુશીનું ધ્યાન રાખ્યું અને અરેન્જ મેરેજ કર્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ