સચિન-કોહલી-અક્ષય ખેડુત આંદોલન મુદ્દે ટ્વિટ કરી ફસાયા, જાણો શું છે સમગ્ર ઘટના

ખેડૂત આંદોલનના સમર્થનમાં પોપ સ્ટાર સિંગર રિહાનાના ટ્વિટ બાદ બોલિવૂડ અને રમત સાથે જોડાયેલા અનેક લોકોએ ટ્વિટ્સ કર્યા હોવાને લઈને ઉદ્ધવ સરકારે મહત્વનું પગલું લીધું છે. મહારાષ્ટ્ર સરકારે આ સેલેબ્સ દ્વારા કરાયેલા ટ્વિટ્સની તપાસને લઈને આદેશ જાહેર કર્યા છે.

image soucre

થોડા દિવસો અગાઉ વિદેશ મંત્રાલય દ્વારા પ્રતિક્ર્યા આપવાને લઈને બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર, અજય દેવગણ અને લતા મંગેશકર સહિત ક્રિકેટર સચિન તેંડુલકર સહિત અનેક હસ્તીઓ ચર્ચામાં આવી હતી. આ ટ્વિટ્સમાં તેઓએ ઈન્ડિયા ટુ ગેધર અને ઈન્ડિયા અગેંસ્ટ પ્રોપેગેન્ડાના હેશટેગ લગાવ્યા હતા. ધ્યાન રાખવાની વાત એ છે કે સચિન તેંડુલકર અને લતા મંગેશકરને ભારત રત્નથી સમ્માનિત કરાઈ ચૂક્યા છે.

image soucre

મહારાષ્ટ્ર્ સરકારે આ ટ્વિટ્સ ની વિરુદ્ધમાં ઈન્ટેલિજન્સ વિભાગને તપાસના આદેશ આપ્યા છે. આ ટ્વિટ્સની ફરિયાદ કોંગ્રેસે કરી છે. આ સાથે આરોપ લગાવ્યો છે કે મોટા ભાગના ટ્વિટ્સની પેટર્ન એક જ છે. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે પણ કોંગ્રેસના ડેલિગેશનને આશ્વાસન આપ્યું છે કે મહારાષ્ટ્ર પોલિસનું ઈન્ટેલિજન્સ વિભાગ ભારતીય હસ્તીઓના ટ્વિટ્સની તપાસ કરશે કે આ ટ્વિટ ભાજપના કોઈ દબાવથી કરાયા છે કે નહીં.

image soucre

આ પહેલાં પણ એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ પણ સેલેબ્સના ટ્વિટ્સને લઈને સરકાર પર હલ્લાબોલ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે લતા મંગેશકર અને સચિન તેંડુલકરને તેના વલણના સમર્થનમાં ટ્વિટ કરવા ન જોઈએ. તેમની પ્રતિષ્ઠાને દાવ પર લગાવવી નહીં. તેઓએ હવે સોશ્યિલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડષે. તેઓએ આરોપ લગાવ્યો કે સરકારના પોતાના અભિમાનને માટે અક્ષય કુમાર જેવા અભિનેતાઓેનો ઉપયોગ સીમિત રાખવો જોઈએ.

image soucre

ઘટનાની વિગત એવી છે કે ખેડૂત આંદોલનના સમર્થનમાં પોપ સ્ટાર સિંગર રિહાનાના ટ્વિટ બાદ અનેક અન્ય વિદેશી હસ્તીઓએ ટ્વિટ કર્યા હતા. આ પછી વિદેશમંત્રાલયે કહ્યં કે પહેલાં તથ્યોની તપાસ થવી જકરૂરી છે. આ પછી દિવસભર અનેક સેલેબ્સે ટ્વિટ કરવાનું શરૂ કર્યું. સચિને લખ્યું કે ભારતની સંપ્રભુતાથી કોઈ સમજોતો કરાશે નહીં. બહારની તાકાત જોઈ શકે છે પણ હિંસામાં ભાગ લઈ શકતી નથી. ભારતીયો ભારતને જાણે છે અને ભારતને લઈને નિર્ણય લઈ શકે છે.એક દેશને માટે અમે એક રહીએ છીએ. આ સાથે અક્ષય કુમારે લખ્યું કે આ મુદ્દાને ઉકેલવાની સરકારની કોશિશ સ્પષ્ટ જોઈ શકાય છે. તો અજય દેવગણે લખ્યું કે લોકોને આગ્રહ છે કે તેઓ ભારત કે ભારતની રણનીતિ માટે ખોટા પ્રચારથી સાવધાન રહે. ભારત રત્ન લતા મંગેશકરે લખ્યું કે મને વિશ્વાસ છે કે જે મુદ્દાઓનો સામનો કરી રહ્યા છે, અમે લોકોના હિતને ધ્યાનમાં રાખીને તે સમસ્યાનું સમાધાન કરવા સક્ષમ છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ