ફૂદીનો અને આદુનો ઉકાળો પીવાથી ફટાક કરતો ઉતરી જાય છે તાવ, જાણો બીજા ઘરેલું ઉપાયો

** ઘરગથ્થુ ઉપચાર **

* તાવ *

■ તાવ આવ્યો હોય તો ત્રણ ચપટી મીઠું ગરમ પાણીમાં દિવસમાં ચાર-પાંચ વાર પીવાથી તાવ ઉતરી જાય છે.અને તાવ ઉતર્યા પછી સવાર-સાંજ બે ચપટી મીઠું ગરમ પાણીમાં બે દિવસ પીવાથી તાવ પાછો આવતો નથી.

image source

■ ફૂદીનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે.

■ સખત તાવમાં કપાળ, બન્ને પગનાં તળિયા અને બન્ને હાથની હથેળી ઉપર મીઠા વાળા ઠંડા પાણીનાં પોતા મૂકવાથી તાવ ઉતરે છે , અને તાવની ગરમી મગજમાં ચડતી નથી.

■ તુલસી અને સૂરજમુખીનાં પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે.

image source

■ ફ્લુના તાવમાં ડુંગળીનો રસ વારંવાર પીવાથી તાવ ઉતરી જાય છે.

■ તુલસૉનાં પાન, અજમો અને સુંઠનું ચૂર્ણ સરખે ભાગે લઇ તેમાં મધ નાખી લેવાથી ફ્લુનો તાવ મટે છે.

■ પાંચ ગ્રામ તજ, ચાર ગ્રામ સૂંઠ અને એક ગ્રામ લવિંગનું ચૂર્ણ બનાવીને તેમાંથી બે ગ્રામ જેટલું ચૂર્ણ એક કપ ઉકળતા પાણીમાં નાખીને વીસ મિનિટ પછી તેમાં મધ ઉમેરીને પીવાથી ફ્લુનો તાવ અને બેચેની મટે છે.

■ દશ ગ્રામ ધાણા અને ત્રણ ગ્રામ સૂંઠ લઇ , તેનો ઉકાળો બનાવી ઠર્યા પછી મધ નાખી પીવાથી ફ્લુનો તાવ મટે છે.

image source

■ અર્ધા ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ – આ પ્રમાણે દિવસમાં ચાર-પાંચ વાર પીવાથી ફ્લુનો તાવ ઉતરે છે.

■ ફૂદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.

■ ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ટાઢિયો તાવ મટે છે.

■ મરીનું ચૂર્ણ તુલસીનાં રસ અને મધમાં પીવાથી ટાઢિયો તાવ મટે છે.

image source

■ ફૂદીનાનો તાજો રસ મધ સાથે મેળવી દર બે કલાકે પીવાથી ન્યુમોનિયાનો તાવ મટે છે.

■ તુલસી, કાળા મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ગરમાગરમ પીવાથૉ મેલેરિયાનો તાવ મટે છે.

■ તુલસીનો રસ દશ ગ્રામ, આદુનો રસ પાંચ ગ્રામ મેળવીને પીવાથી મેલેરિયાનો તાવ મટે છે.

■ સન્નિપાત (બકવાસ/લવારી)નાં તાવમાં શરીર ઠંડુ પડી જાય ત્યારે ગરમી લાવવા માટે રાઈ કે સરસિયાનાં તેલની માલીસ કરવાથી આરામ થાય છૈ.

image source

■ હિંગ અને કપૂરની સરખે ભાગે ગોળી બનાવીને એકથી બે ગોળી આદુનાં રસમાં પીવાથી સન્નિપાતનો તાવ મટે છે અંને દર્દી ભાનમાં આવે છે.

■ આદુ, તુલસી અને લીંબુનો રસ મધ ઉમેરીને ઉપયોગ કરવાથી ઉઘરસ-શરદી કે તાવ તેમજ સમગ્ર શરીરમાં થતું કળતર મટે છે.

સંકલન:– અમૃતભાઈ પનારા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ