લોકડાઉનમાં રાત્રે 8 વાગે ખોલાવ્યા કોર્ટના દરવાજા, અને દેશી વર અને મેક્સિકન લાડીએ કર્યા લગ્ન

લોકડાઉન માં દેશી વર અને મેક્સિકન લાડીએ લગ્ન માટે રાત્રે 8 વાગે ખોલાવ્યા કોર્ટના દરવાજા – વાંચો લોકડાઉન દરમિયાનનો આ અજબગજબના પ્રેમલગ્ન વિષે

image source

કોરોના વાયરસના પગલે હાલ સમગ્ર દેશમાં લૉકડાઉનની સ્થિતિ છે મૂળભૂત જરૂરિયાત સિવાય કોઈ પણ ધંધા રોજગાર ચાલુ નથી. એટલે સુધી કે કોર્ટનું કામકાજ પણ હાલ બંધ છે. પણ પ્રેમ લોકોને કંઈ પણ કરવા તેમજ કરાવવાની તાકાત આપે છે. અને આ જ પ્રેમના કારણે કોર્ટે પોતાના દરવાજા ખોલવા પડ્યા હતા.

એક બાજુ નક્કી થયેલા લગ્નો લૉકડાઉનના કારણે નથી થઈ રહ્યાં અરે મરણમાં પણ ગણતરીના લોકો જ હાજરી આપી શકે છે તેવા સંજોગોમાં રોહતકના એક યુવકે રાત્રે 8 વાગે કોર્ટના દરવાજા ખોલાવીને મેક્સિકન યુવતિ સાથે લગ્ન કર્યાનો મામલો સામે આવ્યો છે.

આવા સમયે આ ઘટના લોકોમાં કૂતુહલ જગાવી રહી છે જે સ્વાભાવિક છે. સામાન્ય સંજોગોમાં લોકોને આ ઘટનાએ આટલી બધી આકર્ષિ ન હોત પણ હાલ સમય જ એવો ચાલી રહ્યો છે કે લોકો બહાર જઈને દૂધ-કરિયાણું લેવા જવાનો વિચાર પણ સો વખત કરે છે. તેવા સંજોગોમાં લગ્ન કરવા ખરેખર અચરજ પમાડે તેવી વાત છે.

જાણો મેક્સિકન લાડી અને દેશી વરની લવસ્ટોરી

image source

રોહતકના આ યુવાનનું નામ છે નિરંજન કશ્યપ અને મૂળે મેક્સિકન યુવતિનું નામ છે ડાના જોહેરી. આ બન્ને એક લેંગ્વેજ લર્નીંગ એપ દ્વારા સંપર્કમાં આવ્યા હતા.

નિરંજન 2015થી હેલો ટોક નામની લેંગ્વેજ એપ પર હતો. તે વિવિધ ભાષાઓ શીખવા માગતો હતો. અને આ જ રીતે તેનો સંપર્ક ડાના સાથે થયો. નિરંજન જણાવે છે, ‘ડાનાને ઇંગ્લીશ શીખવું હતું જ્યારે નિરંજનને સ્પેનિશ શીખવું હતું. આ એપમાં લર્નિંગ પાર્ટનર પસંદ કરવાના હોય છે, અને અમે એકબીજાને પસંદ કર્યા. ધીમે ધીમે અમે એક બીજાને પસંદ કરવા લાગ્યા. હું તેણી સાથે તેના માતાપિતા સાથે પણ વાત કરતો રહેતો હતો. 2017માં તેણીના ફેમિલિએ ભારતની મુલાકાત લીધી હતી અને તેઓ અહીંની આગતા સ્વાગતા તેમજ યજમાનગતિથી પ્રભાવિત થયા હતા. તેમને ભારતીય સંસ્કૃતિ પણ ગમી ગઈ હતી,’

image source

અને ત્યાર બાદ તેમણે એંગેજમેન્ટ કરી લીધી. જો કે નિરંજન એ કબૂલ કરે છે કે લોંગ ડીસ્ટન્સ રિલેશનશિપ જાળવી રાખવામાં તેમણે ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ ભારત એ મેક્સિકો કરતાં 13 કલાક પાછળ હોવાથી તેમના માટે વાત કરવી પણ અઘરી થઈ પડતી હતી. પણ તેમ છતાં તેમનો પ્રેમ પાંગર્યો અને જળવાઈ રહ્યો.

અને છેવટે તેમણે લગ્ન કરવાનું નક્કી કરી લીધું. અને તેના માટે જ ડાના પોતાની માતા સાથે 11 ફેબ્રુઆરીએ ભારત આવી ગઈ હતી. અને ત્યાર બાદ તરત જ તેમણે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ મેરેજ લાયસન્સ માટે અરજી કરી હતી. તે 30 દિવસના પિરિયડની નોટિસ સાથે આવે છે.

image source

આ અવધિ 18મી માર્ચે પૂરી થતી હતી પણ 25મી માર્ચે આખાએ દેશમાં કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા માટે લૉકડાઉન જાહેર કર્યું હોથી તેઓ લગ્ન નહોતા કરી શક્યા. આમ લૉકડાઉન તેમના લગ્ન માટે મોટું વિઘ્ન સાબિત થયું હતું.આ દરમિાયન તેમના લગ્ન બે વાર પોસ્ટપોન્ડ થઈ ચૂક્યા હતા.

image source

ત્યાર બાદ ડાના અને નિરંજને મદદ માટે ડીસ્ટ્રીક્ટ કલેક્ટરનો સંપર્ક કર્યો અને કલેક્ટરે તરત જ તેમની અરજ સ્વીકારી અને રાત્રે 8 વાગે તેમના લગ્નની નોંધણી થઈ ગઈ એટલે કે તેઓ કાયદેસર રીતે પતિ-પત્ની બની ગયા. જો કે તેમના આ લગ્ન બાબતે સોશિયલ મિડિયા પર ઘણી મઝાક ઉડી પણ નિરંજન તેને વધારે મહત્ત્વ આપવા નથી માગતો. ભારતમાં થોડા મહિના સમય પસાર કર્યા બાદ આ નવપરિણિત જોડી મેક્સિકોમાં જ સ્થાયી થવા માગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ