દિપીકા શું કરે છે અડધી રાત્રે, જોઇ લો રણવીરે શેર કરેલી આ તસવીરોમાં..

રણવીરે દીપિકાની ખોલી પોલ – શેર કરી દિપિકાની મીડનાઇટ તસ્વીરો – જાણો અડધી રાત્રે દીપિકા શું કરે છે ?

image source

દેશમાં લૉકડાઉન ચાલતું હોય કે પછી સામાન્ય દિવસો હોય દીપિકા અને રણવીરની જોડી હંમેશા તેમના ફેન્સને કંઈકને કંઈ મસાલો પુરી પાડતી જ રહે છે. હાલ સમગ્ર દેશ લોકડાઉનના કારણે ઘરમાં પોતાના કુટુંબીજનો સાથે સમય પસાર કરી રહ્યો છે અને ઘરે બેઠા બેઠા નવા નવા અખતરા પણ લોકો કરી રહ્યા છે જેમાંથી સ્ટાર્સ પણ બાકાત નથી.

સામાન્ય દિવસોમાં જ્યારે બિઝિ શેડ્યુલમાં પણ દીપિકા રણવીર એકબીજા સાથે મસ્તી કરવાનું નથી ચૂકતા તો પછી હાલ તો તેઓ 24X7 એકસાથે રહે છે તો પછી તેમની વચ્ચે મસ્તી અને શરારત પણ ડબલ થવાની જ તે તો સ્વાભાવિક છે જ. લૉકડાઉન દરમિયાન આ સ્ટાર પતિ-પત્ની અવારનવાર પોતાની પ્રવૃત્તિઓની વિડિયો તેમજ તસ્વીરો શેર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

તાજેતરમાં દીપિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર રણવીર સિંહની એક તસ્વીર શેર કરી છે જેમાં રણવીર પથારીમાં આરામથી સુતો છે અને તેના કપાળ પર ‘હસબન્ડ’ નામનું સ્ટીકર ચોંટાડેલું છે. આ શરારત દીપિકાની છે. તેણે આવા ઘણા બધા સ્ટીકર બનાવ્યા છે જેના પર વિવિધ વસ્તુઓના નામ છે જેમ કે કાબૂલી ચણા, ગરમ મસાલા, લાલ મસુરની દાળ, પૌઆ, લાલ મરચુ પાઉડર, રવા, તુવેરની દાળ વિગેરે, તેવી જ રીતે ‘હસ્બન્ડ’ના નામનું સ્ટીકર પણ તેણીએ બનાવ્યું હતું અને બાકાયદા તેનો ઉપયોગ પણ કરી નાખ્યો.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

જ્યારથી લોકડાઉન શરૂ થયું છે ત્યારથી દીપિકા વિવિધ સિઝનના ટાઇટલ હેઠળ તસ્વીરો શેર કરતી રહે છે. રણવીરના કપાળ પરના હસબન્ડવાળા સ્ટીકરનો ફોટો શેર કરતાં તેણે તસ્વીરનું કેપ્શન આપ્યું હતું, ‘સીઝન 1, સાતમો ફોટો છે.’

રણવીરે આ તસ્વીર પર કમેન્ટ કરતાં વળતો જવાબ આપ્યો હતો કે તે દીપિકાની આ શરારતનો ચોક્કસ જવાબ આપશે તેણે લખ્યું હતું, ‘Marie Kondoની દીકરી, તું આ બાબતને ઘણી આગળ લઈ ગઈ છે, હું તને જોઈ લઈશ.’ આ પહેલીવાર નથી કે રણવીર દીપિકા એક બીજાને સોશિયલ મિડિયા પર ચીડવી રહ્યા છે એટલે કે એકબીજાની ટાંગ ખેંચી રહ્યા હોય આવું તો તેઓ ઘણીવાર કરી ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh) on

‘હસ્બન્ડ’ સ્ટીકરવાળો ફોટો શેર થયા બાદ રણવીરે દીપિકા પાસેથી બદલો લેતો હોય તેમ તેણે તેણીનું એક રહસ્ય તેના ફેન સમક્ષ છતું કરતી એક તસ્વીર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. જેમાં દીપિકા હેઝલનટ ફ્લેવરના ન્યૂટેલાના ચટાકા લઈ રહી હતી. તસ્વીર શેર કરતાં રણવીરે લખ્યું હતું ‘અરધી રાત્રે તેણી (દીપિકા) ખીલજી ચાંટી રહી છે ! આ બદલો તો ખરેખર મીઠડો છે !’

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh) on

તમને એવું લાગતું હશે કે દીપિકા તો ન્યુટેલા ખાઈ રહી છે તો રણવીરે ખીલજી કેમ લખ્યું તો તમને જણાવી દઈએ કે તસ્વીરમાં તમે ન્યુટેલાની બરણી ધ્યાનથી જોશો તો તેના પર ન્યુટેલા નહીં પણ ‘ખીલજી’ લખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh) on

લોકડાઉન દરમિયાન દીપિકા રસોડામાં પણ નવતર પ્રયોગ કરી રહી છે અને ઇન્સ્ટાગ્રામ પર પોતાની બનાવેલી વાનગીઓની તસ્વીરો પણ શેર કરતી રહે છે. રણવીરના ઇન્સ્ટાગ્રામની લેટેસ્ટ તસ્વીર તમે જોશો તો તેમાં દીપિકા રણવીની એક કાર્ટુન ઇમેજ છે જેમાં બન્ને શેફના એપ્રન પહેર્યા છે જેને શેર કરતાં રણવીરે કેપ્શનમાં લખ્યું છે, ‘હૃદયનો રસ્તો પેટ માંથી પસાર થાય છે !’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ