રાખી સાંવતે જોયું કે લોકોએ માસ્ક નથી પહેર્યું, પિત્તો ગયો અને કહ્યાં આકરા શબ્દો, હવે વીડિયો ચારેકોર વાયરલ

બિગ બોસ 14માં ભાગ લીધા બાદ રાખી સાવંત ફરી એકવાર ચર્ચામાં આવી છે. હવે તે જ્યાં પણ જાય છે, પેપરાઝી તેને ઘેરી લે છે. આ સમય દરમિયાન પણ રાખી મનોરંજન કરવામાં પણ પાછળ નથી રહેતી. જાણવા મળી રહ્યું છે કે તે હાલમાં પોતાને ફીટ રાખવાં માટે સખત મહેનત કરી રહી છે.

તેને મંગળવારે ઝુમ્બા ક્લાસની બહાર જોવામાં આવી હતી. ક્લાસમાંથી બહાર આવતાં જ ફોટોગ્રાફરો તેની પાસે દોડી આવે છે. આ જોતાં જ રાખી કહે છે, ‘તમે લોકો કેવી રીતે મને શોધી લો છો, મારો ડ્રાઇવર તમને જાણકારી આપનાર વ્યક્તિ છે કે શું?’

આ સમયે ત્યાં ઉભેલા લોકોએ માસ્ક પહેર્યું નથી તે જોઈને રાખી એ વ્યક્તિને કહે છે કે ‘ભાઈ સાહેબ, તમે માસ્ક લગાવો. તમારાં જેવાં લોકોના કારણે આ આખું મુંબઈ બંધ થઈ ગયું છે. તમે લોકો માસ્ક પહેરતાં નથી તે વાત યોગ્ય નથી. આ વ્યક્તિને ટકોર કર્યાં બાદ રાખી આગળ કહે છે કે તે ઝુમ્બા ક્લાસ જીમ માટે આવી હતી પણ તે ક્લાસ પણ હવે કોરોનાનાં કારણે બંધ થઈ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આગળ વાત કરતાં તે કહે છે કે તે ટૂંક સમયમાં તે કથક અને બેલે ડાન્સ શીખશે. આ કોરોનના સમયને જોતાં તે અત્યારે ઘરે જ રહીને આ ડાન્સ શીખશે. આગળ તે મસ્તીના મૂડમાં દેખાઈ અને કહેવા લાગી કે તે તેના ડાન્સથી આખી બિલ્ડિંગને હલાવી દેશે. જે સાંભળીને બધાં હસી પડ્યાં હતાં. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં ઘણા સ્ટાર્સ કોરોનાની જપેટમાં આવી ચૂક્યાં છે.

કોરોનાને ધ્યાનમાં લઈએ તો મહારાષ્ટ્રમાં ઘણાં કડક પગલાં પણ લેવાઈ રહ્યાં છે. જાણવા મળી રહ્યું છે કે હજું પણ 30 એપ્રિલ સુધી સપ્તાહના અંતે લોકડાઉન થશે. તાજેતરમાં જ કેટરિના કૈફ, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર, આલિયા ભટ્ટ અને અન્ય સ્ટાર્સ કોરોનાથી પ્રભાવિત થયા હોવાની વાત સામે આવી હતી.

મળતી માહિતી મુજબ રાખી અને વિકી કૌશલ એક જ જીમમાં જાય છે. આ અગાઉ રાખી સાથે થયેલી વાતચીત દરમિયાન તેણે હતું કે તે અને વિકી કૌશલ એક જ જીમમાં જાય જઈ રહ્યાં છે.

ફોટોગ્રાફરો સાથે વાત કરતા રાખીએ વિકી કૌશલ વિશે કહ્યું હતું કે , ‘તમે મારા સારા મિત્ર છો. હું તમને જીમમાં યાદ કરું છું. તમે સરસ જીમમાં ખુબ સારી રીતે શરીર કસો પણ છો. શરીર પણ મજબુત બનાવ્યું છે. રનીંગ પણ સારું એવું કરતાં હોઉં છો. આજે હું જીમમાં આવી છું પણ તમે જીમમાં નથી. હું પ્રાર્થના કરું છું કે તમે જલ્દી સ્વસ્થ થાઓ. ‘ અને ફરીથી જીમમાં આપણે મળી શકીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!